Get The App

GSTના સમન્સના અનુસંધાને મોબાઈલ વાપરી શકાય તે રીતે જાતે હાજર રહેવાની બાબતને ગેરકાયદે ડીટેન્શન ગણાય ?

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
GSTના સમન્સના અનુસંધાને મોબાઈલ વાપરી શકાય તે રીતે જાતે હાજર રહેવાની બાબતને ગેરકાયદે ડીટેન્શન ગણાય ? 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- જીએસટી કાયદા મુજબ કોઈપણ વ્યક્તિને સમન્સ ઈશ્યુ કરવા માટે ઓછામાં ઓછા સાત દિવસ જરૂરી નથી

તાજેતરમાં ઉપરોક્ત બાબતને સ્પષ્ટ કરતો હોય એવો એક ચુકાદો Kanhaiya Nilambar Jha vs. Union of India Through Secretary & Others, (Bombay High Court), Criminal Writ Petition No. ૮૮૫ of ૨૦૨૫, આદેશ તારીખ : Feb ૫, ૨૦૨૬ના કેસમાં આવેલ છે. આપણે ટૂંકમાં જાણીએ.

કેસની વિગતો : આ કેસ M/s Kabsan Services Private Limitedમાં ઓફીસ બોય તરીકે કામ કરતા Kanhaiya Nilambar Jha દ્વારા દાખલ કરવામાં આવેલ. શરૂઆતમાં તેઓએ નામદાર કોર્ટ સમક્ષ પોતાની ધરપકડને પડકારેલ. ઉપરાંત Judicial Magistrate (First Class), Nanded દ્વારા મંજુર કરવામાં આવેલ magisterial custodyને પણ રદ કરવા વિનંતી કરેલ. તેઓએ પોતાના ગેરકાયદેસર ધરપકડના અનુસંધાને રૂ દસ લાખની રકમના વળતરની માંગણી પણ કરેલ.

જીએસટીના અધિકારીઓ દ્વારા તારીખ ૧૭.૦૬.૨૦૨૫ના રોજ Chartered Accountant Bhavik Bhanushali (Mehta)ની ઓફિસની મુલાકાત લેવામાં આવેલ. જહાની રજૂઆત મુજબ તેઓને ફોન કરીને જીએસટી અધિકારીઓએ બોલાવેલ અને બાદમાં કોઈપણ જાતના સમન્સ કે એરેસ્ટ મેમો વગર તેમને કસ્ટડીમાં લેવામાં આવેલ અને ત્યારબાદ પોતાના કુટુંબીજનોને જાણ કર્યા વગર છત્રપતિ શંભાજીનગર ખાતે લઈ જવામાં આવેલ અને તારીખ ૨૦.૦૬.૨૦૨૫ સુધી તેમને જીએસટીના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે ડીટેન કરેલ.

જહાના એડવોકેટ દ્વારા જીએસટીના અધિકારીઓને એકથી વધુ વખત ઈમેલ કરવામાં આવેલ પરંતુ તેઓના જણાવ્યા મુજબ અધિકારીઓ તરફથી તેઓને કોઈ સંતોષકારક જવાબ મળેલ નહીં. છેવટે તારીખ ૨૧ જુન ૨૦૨૫ના રોજ  જહાને એરેસ્ટ મેમો બતાવવામાં આવેલ અને જહા વિરુદ્ધ કેસ ફાઈલ કરવામાં આવેલ જ્યાં મેજિસ્ટ્રેટ દ્વારા તેઓને રિમાન્ડ માટે મોકલવામાં આવેલ તેમજ તેઓની જામીન અરજી નકારવામાં આવેલ. બાદમાં  જહાના વચ્ચગળાના જામીન મંજૂર થયેલ જેને જીએસટીના અધિકારીઓ દ્વારા સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવેલ અને વચ્ચગાળાના જામીન સામે સ્ટે મેળવવામાં આવેલ. જહા દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે જીએસટી કાયદાની કલમ ૭૦ માં સમન્સ ઈશ્યુ અંગે કોઈ મર્યાદાનો કોઈ ઉલ્લેખ નથી તેથી કોડ ઓફ સિવિલ પ્રોસિજર-૧૯૦૮ મુજબ સમન્સ આપવા માટે ઓછામાં ઓછા સાત દિવસનો સમય આપવો જોઈએ, જે આ કેસમાં બનેલ નથી. તેમણે.

(i) Joginder Kumar vs State of U.P. and others (૧૯૯૪) ૪ SCC ૨૬૦

(ii) D.K. Basu vs State of W.B. (૧૯૯૭) ૧ SCC ૪૧૬

((iii) Dikshant vs State of Maharashtra; ૨૦૨૫ SCC OnLine Bom ૩૪૮૪

(iv) FSM Education Pvt. Ltd vs Union of India and others (૨૦૨૨) ૨ Mah LJ ૧૨૮ના ચુકાદાઓન આધાર લીધેલ.

GSTનો પક્ષ : સરકાર પક્ષે નામદાર કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી કે શ્રી જહા M/s Kabsan Services Private Limitedની ધંધાકીય બાબતો સંભાળે છે અને ખોટા અને અધૂરા હિસાબો દ્વારા કરોડો રૂપિયાની વેરા શાખ ને લગતી ગેર-રિતીઓમાં સંડોવાયેલ છે. શ્રી જહાને સાક્ષી તરીકે બોલાવીને તેઓનું નિવેદન લેવામાં આવેલ. GSTની કલમ ૭૦ના સમન્સના અનુસંધાને તેઓ પોતે હાજર થયેલ છે અને જે તે સમયે તેનો કોઈ વિરોધ કરેલ નથી. તેમની પાસે મોબાઇલ ઉપલબ્ધ હતા અને તેઓ પોતાના કુટુંબને જણાવી શકતા હતા. ધરપકડ થઇ ત્યાં સુધી અત્રેથી તેઓને મોબાઇલ વાપરવા માટે કોઈ રોકટોક કરવામાં આવેલ ન હતી. તેમની રજૂઆત માનવા પાત્ર લાગતી નથી. જીએસટી કાયદા મુજબ કોઈપણ વ્યક્તિને સમન્સ ઈશ્યુ કરવા માટે ઓછામાં ઓછા સાત દિવસ જરૂરી નથી. સરકાર તરફથી નીચેના ચુકાદાઓનો આધાર લેવામાં આવેલ ઃ

(i) Ram Kotumal Issrani vs Directorate of Enforcement and others; ૨૦૨૪ ALLMR (Cri) ૧૮૮૧

(ii) Radhika Agarwal vs Union of India (UOI) and others MANU/SC/૦૨૭૪/૨૦૨૫

કોર્ટનો ચુકાદો : નામદાર મુંબઈ હાઈકોર્ટે કેસની ક્રમાનુસાર ઘટનાઓની ચકાસણી કરી અને બંને પક્ષોની દલીલો સાંભળી તથા રૂપિયા ૧૦ લાખના વળતર અંગે પોતાનો ચુકાદો સંભળાવ્યો. નામદાર કોર્ટે નોંધ્યું કે, Section ૭૦ of of CGST Act, which reads thus :

'(૧) The proper officer under this Act shall have power to summon any person whose attendance he considers necessary either to give evidence or to produce a document or any other thing in any inquiry in the same manner, as provided in the case of a civil court under the provisions of the Code of Civil Procedure, ૧૯૦૮ (૫ of ૧૯૦૮).

(૧-A) All persons summoned under sub-section (1) shall be bound to attend, either in person or by an authorised representative, as such officer may direct, and the person so appearing shall state the truth during examination or make statements or produce such documents and other things as may be required.)

(૨)Every such inquiry referred to in sub-section (1) shall be deemed to be a “judicial proceedings” within the meaning of section ૧૯૩ and section ૨૨૮ of of the Indian Penal Code (૪૫ of ૧૮૬૦)'.

નામદાર કોર્ટે આગળ જણાવ્યું કે સિવિલ પ્રોસિજર કોડ-૧૯૦૮ના ઓર્ડર XVIમાં સમન્સ ઈશ્યુ કરવા માટેની જે સાત દિવસની લઘુત્તમ મર્યાદા છે મેટર સેટલ થઈ જાય તે પછી સાક્ષીઓને બોલાવવાને લગતી છે જ્યારે અહીંયા જીએસટીના કિસ્સામાં જહાને તપાસ અર્થે સમન્સ ઈશ્યુ કરવામાં આવેલ છે. જીએસટીની કલમ ૭૦ સમય મર્યાદા અંગે સાઇલેન્ટ છે.

FSM Education Pvt. Ltd vs Union of India and others (૨૦૨૨) ૨ Mah LJ ૧૨૮ના કિસ્સામાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સમન્સ ઈશ્યુ કરવા માટેની જે સાત દિવસની સમય મર્યાદા જણાવવામાં આવેલ છે તે કેસની હકીકતો અને આ કેસની હકીકતો જુદી પડે છે. નામદાર મુંબઈ હાઈકોર્ટે નામદાર સુપ્રીમ કોર્ટના રાધિકા અગ્રવાલ વરસેજ યુનિયન ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના કેસનો પેરા ૬૯નો આધાર લઈને જણાવેલ કે,

'૬૯. However, we may clarify that a person summoned under Section ૭૦ of of the GST Acts is not per se an accused protected under Articleની ૨૦(૩) of of the Constitution, as has been held in the case of Deepak Mahajan (supra). This is because the prohibitive sweep of Article 20(3) of the Constitution does not go back to the stage of interrogation. Reference in this regard has been placed on Poolpandi and Others v. Superintendent, Central Excise and Others and Dukhishyam Benupani, Asst. Director, Enforcement Directorate (FERA) v. Arun Kumar Bajoria. It is obvious that the investigation must be allowed to proceed in accordance with law and there should not be any attempt to dictate the investigator and at the same time, there should not be any misuse of power and authority.

કોર્ટનો ફેંસલો : ધારાસભાએ ઘડેલ કાયદો અને કરચોરી રોકવાની તથા દંડ કરવાની અધિકારીઓની સત્તા તેમજ જીએસટીની કલમ ૭૦ જોતા આ કેસમાં સમન્સ ઈશ્યુ કરવામાં કાયદાનો કોઈ ભંગ થયેલો જણાતો નથી. સામે પક્ષે શ્રી જહાએ જે તે સમયે સ્વયંભૂ સમન્સના અનુસંધાને GSTના સંબંધિત અધિકારીઓ સમક્ષ હાજરી આપેલ છે. 

તે વખતે તેઓ પાસે મોબાઇલ પણ હતા તેથી તેમને GSTના સંબંધિત અધિકારીઓએ ગેરકાયદેસર રીતે ડીટેઇન કરેલ છે તેવી વાત માની શકાય તેમ નથી. તેથી આ પિટિશન ડિસમિસ કરવામાં આવે છે અને તેઓની રૂપિયા દસ લાખની વળતરની માંગણી અગ્રાહ્ય રાખવામાં આવે છે.