- GSTનું A to Z - હર્ષ કિશોર
- ઉક્ત ડેટાના આધારે પીટીશનર ઉપર કરવામાં આવેલા આક્ષેપો
- ઉક્ત ડેટાના આધારે જીએસટી ડિપાર્ટમેન્ટ પીટીશનર કે અન્ય લોકો સામે કોઈ પગલાં લેવા માંગે છે.
- નામદાર કોર્ટ દ્વારા વચગાળાનો આદેશ થયેલ હતો અને માલ જપ્ત કરનાર અધિકારીને માલ અને વાહન બેંક ગેરંટી કે રોકડ સિવાયની સિક્યુરિટી ડિપોઝિટને સ્થાને ૈહગીસહાઅ ર્મહગ લઈને મુક્ત કરવા જણાવેલ હતું.
પહેલાં એક કેસની ટૂંકી વિગતો જોઈએ. 'જીએસટી હેઠળ કોઈપણ વેપારીનો નોંધણી દાખલો રદ થયેલ હોય અને ત્યારબાદ વેપારી દ્વારા કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિ થતી ના હોય અને તેવા સમયે સંબંધિત જીએસટી અધિકારી દ્વારા જીએસટીની કલમ ૭૩ કે ૭૯(૧)(બ) હેઠળ ઇશ્યૂ થયેલી નોટિસો જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવે ત્યારે જે વેપારીનો નોંધણી દાખલો રદ થયેલ હોય તેની ફરજમાં આવતું નથી કે તે જીએસટી પોર્ટલ મોનિટર કરે અને પોતાને નોટિસો ઇશ્યુ થયેલ છે કે નહીં તે જુએ. જીએસટી પોર્ટલ ઉપર માત્ર નોટિસો અપલોડ કરવાથી અને ત્યારબાદ વેપારી સામે પગલા લેવાની કાર્યવાહીમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થાય છે. તેથી તારીખ ૨૩. ૪.૨૦૨૪ અને તારીખ ૧૯. ૬.૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ આદેશો આ સાથે સેટ અસાઇડ કરવામાં આવે છે અને તે રિમાન્ડ કરવામાં આવે છે જેથી અધિકારી દ્વારા પુનઃ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી શકાય.' આવો ચુકાદો તાજેતરમાં નામદાર અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા Sr Interiors vs. State Of U.P. And Others- Writ Tax No. - 4463 of ૨૦૨૫કેસમાં તારીખ જીીૅ ૯, ૨૦૨૫ ના રોજ આપવામાં આવેલ છે. આ કેસમાં વેપારીએ coordinate Bench of Allahabad High Court in M/s Katyal Industries v. State of U.P. and others, Neutral Citation No.2024:AHC:23697-DBના ચુકાદાનો આધાર લીધે. જેની સાથે નામદાર કોર્ટ સહમત થયેલ.
૨. બીજો એક ચુકાદો નામદાર અલ્હાબાદ હાઇકોર્ટનો છે જેમાં મુખ્ય મુદ્દો જીએસટીની કલમ ૧૬૧ ને લગતો છે. તેની પણ ટૂંકમાં વિગતો જોઈ લઈએ. કેસનું નામOpasil Pigments And Chemicals (P) Ltd., M/s Shyam Enterprises Versus State Of U.P. And 2 Others, Writ Tax No. 865 of 2019 આદેશ તારીખ : ૦૪.૦૯.૨૦૨૫.
આ કેસમાં જીએસટીની કલમ ૧૨૯(૧) મુજબ અધિકારી દ્વારા વેપારીનો માલ જપ્ત કરવામાં આવેલ હતો અને તેને મુક્ત કરાવવા માટે વેપારીએ નામદાર કોર્ટમાં રીટ પિટિશન નંબર ૮૬૫ ર્ક ૨૦૧૯ કરેલ હતી. જેના અન્વયે નામદાર કોર્ટ દ્વારા વચગાળાનો આદેશ થયેલ હતો અને માલ જપ્ત કરનાર અધિકારીને માલ અને વાહન બેંક ગેરંટી કે રોકડ સિવાયની સિક્યુરિટી ડિપોઝિટ ને સ્થાને ૈહગીસહાઅ ર્મહગ લઈને મુક્ત કરવા જણાવેલ હતું. પરંતુ અધિકારીએ આ આદેશનું પાલન કરવાના બદલે સિક્યુરિટી ડિપોઝિટનો આગ્રહ રાખેલ તેથી કન્ટેન્ટ ઓફ કોર્ટ થયેલ. દરમિયાન વેપારી દ્વારા જીએસટીની અધિકારીના આદેશ સામે કલમ ૧૦૭ હેઠળ અપીલ ફાઇલ કરવામાં આવેલ અને અપીલ અધિકારીએ પોતાના તારીખ ૮ ૨ ૨૦૨૦ ના આદેશ થકી દંડ માં માફી આપેલ. પરંતુ અપીલ અધિકારીએ પોતાનો અપીલ આદેશ એવું કહીને પરત ખેંચ્યો કે હવે આ કેસમાં એસએલપી ફાઈલ થયેલ છે. નામદાર કોર્ટે ઠરાવ્યું કે આ કેસમાં કલમ ૧૬૧ ની જોગવાઈઓ મુજબ,“without prejudice to the provisions of section 160, and- notwithstanding anything contained in any other provisions of this Act, any authority, who has passed or issued any decision or order or notice or certificate or any other document, may rectify any error which is apparent on the face of record in such decision or order or notice or certificate or any other document, either on its own motion or where such erroris brought to its notice....” અનુસાર હકીકતની ભૂલ નથી કે કોઈ રેકોર્ડ પરની ભૂલ નથી માત્ર એવા કારણસર પોતે જ કરેલ આદેશ પરત ન ખેંચી શકાય કે આ કેસમાં અન્ય એક એસએલપી થયેલ છે તેથી આ રીટ પિટિશન અલાઉવ કરવામાં આવે છે.
૩. અન્ય એક કેસમાં નામદાર દિલ્હી હાઇકોર્ટે સરકારી વિભાગને એડવોકેટના કોમ્પ્યુટરનું સીપીયુ ચકાસવા માટે પરવાનગી આપેલ છે. કેસનું નામ : PuneetBatra Versus UOI. Case No.: W.P.(C) 11021/2025 : CM APPLs. 45387/2025 : 56648/2025, આદેશ તારીખ ઃ ૦૯/૦૯/૨૦૨૫.
વિગતો ઃ આ કેસમાં પુનિત બત્રા નામના અન્ય કાયદાઓ ઉપરાંત GST ની પ્રેકટીસ કરતા એક વકીલ દ્વારા એન્ટિ-ઈવેઝન બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ સર્ચ સામે કરવામાં આવેલ પિટિશન ફાઇલ થઈ. આ પિટિશનર પોતે એક એડવોકેટ છે અને દિલ્હી હાઇકોર્ટ બાર એસોસિએશનના સભ્ય છે ઉપરાંત તેઓશ્રી The Sales Tax Bar Association and the New Delhi Bar Associationના પણ એક સભ્ય છે. તેમના એક અસીલ છે : M/s Martkarma Technology Pvt.Ltd. જે એક ગેમીંગ કંપની છે તેનું કામ ૨૦૨૩ થી સંભાળે છે.
સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા વેપારી M/s Martkarma Technology Pvt. Ltdના ધંધાના સ્થળે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવેલ. પરંતુ વકીલ દ્વારા અસીલનો સંપર્ક ન થઈ શકવાથી વકીલ દ્વારા પોતાનું વકાલાતનામું પરત ખેંચી લેવામાં આવેલ. ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન સરકારી અધિકારી દ્વારા વેપારીને સમન્સ ઇશ્યૂ કરવામાં આવેલ અને ત્યારબાદ જૂન ૨૫ માં પણ સમન્સ ઇશ્યૂ કરવામાં આવેલ. શરૂઆતમાં વેપારીએ સમન્સના જવાબ આપેલ અને છેલ્લે તેઓ ૨૭ જૂન ૨૦૨૫ ના રોજ પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે એન્ટિ-ઈવેઝન બ્રાંચ સમક્ષ હાજર રહીને નિવેદન નોધાવે છે તેમ છતાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૫ ના રોજ વકીલને ત્યાં એટલે કે વકીલની ઓફિસમાં તપાસ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન ૧૨૫૦ જીબી વાળા ડેટાવાળું સીપીયુ જપ્ત કરવામાં આવેલ. એક પંચનામું બનાવવામાં આવેલ અને હવે નવું એક સમન્સ ઇશ્યૂ કરીને વકીલને તારીખ ૨૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ હાજર રહેવા જણાવવામાં આવેલ. આનાથી નારાજ થઈને વકીલએ દિલ્હી હાઇકોર્ટમાં સર્ચ અને સીઝરની પ્રક્રિયાને પડકારતી રીટ કરેલ.
તારીખ ૨૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ નામદાર કોર્ટે નિરીક્ષણ કરેલ કે કોઈપણ અસીલ દ્વારા પોતાના વકીલને આપવામાં આવેલ દસ્તાવેજો ખાનગી હોય છે અને તે આ રીતે જપ્ત ન કરી શકાય. કોર્ટ દ્વારા જીએસટી ડિપાર્ટમેન્ટને એફિડેટ ફાઇલ કરવા જણાવવામાં આવેલ હતું. જેના અનુસંધાને ચોથી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવેલ કે એવું નથી કે વકીલ ખાલી વેપારીને તેઓને સલાહ આપે છે પરંતુ ખરેખર ધંધો ચલાવવા માટે તેઓ સક્રિય છે. કોર્ટે ડિપાર્ટમેન્ટને સીલ કવરમાં આ વિગતો રજૂ કરવા જણાવ્યું.
કોર્ટની શરતો ઃ સીપીયુની ચકાસણી જીએસટીના અધિકારીઓ કરી શકે પરંતુ તે વખતે પીટીશનર અને એક અથવા બે વકીલ તેમજ ફોરેન્સિક નિષ્ણાત હાજર હોવા જોઈએ. દિલ્હીના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના બે વ્યક્તિ હાજર હોવા જોઈએ તેમજ જીએસટી ડિપાર્ટમેન્ટ એક ફોરેન્સિક એક્સપર્ટ હાજર રાખવાના રહે.
આ વ્યક્તિઓની હાજરીમાં સીપીયુ અને મોનિટરનું જોડાણ કરવાનું રહે તેમ જ કીબોર્ડ તેમજ માઉસ પણ જોડવાના રહે અને ત્યારબાદ નીચે મુજબની માહિતી કાઢવાની રહે ઃ
(એક) આ સીપીયુમાંથી છેલ્લી કઈ તારીખે ડેટા એક્સેસ કરવામાં આવેલ હતો તેની વિગતો
(બે) ૨૫ જુલાઈ ૨૦૨૫ ના રોજ કયા પ્રકારની ફાઈલો એક્સેસ કરવામાં આવેલ હતી?
(ત્રણ) જીએસટીના અધિકારીઓએ સીપીયુની ચકાસણી કરેલ હતી કે કેમ?
(ચાર) કોમ્પ્યુટરમાંથી કોઈપણ ફાઈલો ડીલીટ કરવામાં આવેલ છે? કોપી કરવામાં આવેલ છે કે દૂર કરવામાં આવેલ છે તે ચેક કરવું.
(પાંચ) ઉપરાંત ડ્રાઈવ ને ક્લોન કરી તેની એક ક્લોન કોપી કરીને પીટીશનરને આપવાની રહેશે
ત્યારબાદ વેપારીશ્રી સ્/જ સ્ચિાંચસિચ ્ીબરર્હર્નયઅ ઁપા. નગને લગતી અથવા અન્ય કોઈ વ્યક્તિઓને લગતી ફાઈલો હોય તે ઓળખી ને તેને હાર્ડ ડિસ્ક ઉપર કોપી કરીને જીએસટી ડિપાર્ટમેન્ટને આગળના સંશોધન અર્થે પૂરી પાડવાની રહે.આવી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સીપીયુને સીલ મારીને જીએસટી ડિપાર્ટમેન્ટના કસ્ટડીમાં રાખવાના થાય અને કોર્ટની પરવાનગી વગર કોઈ તે એક્સેસ ન કરી શકે અથવા ખોલી ન શકે તે સુનિશ્ચિત કરવાનું રહે. જીએસટી ડિપાર્ટમેન્ટએ પોતે એફિડેવિટ ફાઇલ કરવાની રહે અને તેમાં નીચે મુજબની વિગતોનો સમાવેશ કરવાનો રહશે.


