Get The App

IBC હેઠળ મોરેટોરીયમ પિરીયડમાં IRP/RP ને બદલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કામ કરી શકે ?

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
IBC હેઠળ મોરેટોરીયમ પિરીયડમાં IRP/RP ને બદલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કામ કરી શકે ? 1 - image

- GST નું A to Z - હર્ષ કિશોર

- ઇન્કમટેક્સ, વેટ કે જીએસટીના બાકી માંગણાની રકમ માટે જે તે સત્તાવાળા ઓપરેશનલ ક્રેડિટરની વ્યાખ્યામાં આવે છે

તાજેતરમાં તારીખ ૨૩ જાન્યુઆરી 2026 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા Director of Bengal Cold Rollers Private Limited, an Operational Crecditor of M/s KLSR infratech limited. ની પીટીશનના આદારે CBI, ED અને SFIP ને નોટિસ પાઠવીને ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપેલ છે. 

આ કેસમાં ઓપરેશનલ ક્રેડિટરે જણાવ્યા મુજબ છેલ્લા 30 મહિનાથી CIRPની પ્રક્રિયા રાજ્યના અધિકારીઓ અને કોર્પોરટ ડેબ્ટર વચ્ચેની મીલી ભગતને કારણે પૂર્ણ થઇ શકેલ નથી અને એ દરમિયાન રૂપિયા 150 કરોડ જેટલા અનિયમિત ધંધાકીય વ્યવહારો થયેલ છે જેની તપાસ થવી જરુરી છે. 

આ કેસમાં NCLAT દ્વારા વર્ષ 2023 ના 18 જુલાઈથી stay આપવામાં આવેલ છે તેમ છતાં મોરેટોરીયમ પિરીયડમાં IRP/RPને બદલે બોર્ડ ઓફ ડિરેકટર્સ કામ કરી રહ્યા છે જે કાયદાકીય રીતે ખોટું છે. આપણે IBC, CIRP વગેરે બાબતો સમજીએ.

અગત્યના પારિભાષિક શબ્દો જોઇએ :

CIRP = Corporate Insolvency Resolution Process

CoC = Committee of Creditors (આમાં ઓપરેશનલ ક્રેડીટર અથવા કંપનીનો સમાવેશ કરાતો નથી)

IP = Insolvency Professionals who are members of insolvency professional agencies

IPAs = Insolvency Professional Agencies. NCLT/DRT દ્વારા નિમણુંક થયેથી આવી એજન્સી insolvencyથી લઇને રીઝોલ્યુશન સુધી માંદી કંપનનો વહિવટ/બોર્ડ પોતાના હસ્તક લે છે અને રીઝોલ્યુશન પ્લાન બનાવીને Committee of Creditors પાસે મુકે છે. જે બાદમાં NCLT/Liquidator પાસે જઇ શકે છે.

IPAs આવી એજન્સી જે કંપનીના દેવાનું રીઝોલ્યુશન થતું હોય તે કંપનીના એસેટના પ્રમાણમાં performance bonds આપે છે.

IU = Information Utility - would collect, collate, authenticate and disseminate financial information to facilitate proceedings.

IBC ની કલમ3(7) ‘‘corporate person" means a company as defined in clause (20) of section 2 of the Companies Act, 2013, A limited liability partnership, as defined in clause (n) of sub-section (1) of section 2 of the Limited liability Partnership Act, 2008 or any other person incorporated with limited liability under any law for the time being in force but shall not include any financial service provider.

કલમ 3(8) ‘‘corporate debtor’’ means a corporate person who owes a debt to any person.

કલમ 3(10) ‘‘Creditor’’ means any person to whom a debt is owed and includes a financial creditor (કાયદામાં અલગથી કલમ ૫(૭) હેઠળ વ્યાખ્યા આપવામાં આવેલ છે) an operational creditor (જેની વ્યાખ્યા પણ કાયદામાં અલગથી કલમ ૫(૨૦)  હેઠળ વ્યાખ્યા આપવામાં આવે છે), a secured creditor, an unsecured creditor and a decree-holder. 

અત્રે ખાસ યાદ રાખવા જેવી બાબતે એ છે કે ઇન્કમટેક્સ, વેટ કે જીએસટીના બાકી માંગણાની રકમ માટે જે તે સત્તાવાળા ઓપરેશનલ ક્રેડિટરની વ્યાખ્યામાં આવે છે.

કલમ 5(7) Financial creditor means any person to whom a financial debt is owed and includes a person to whom such debt has been legally assigned or transferred to (કંપનીને લોન આપનાર બેંકો અને અન્ય સંસ્થાઓનો સમાવેશ અહીં થાય છે)

કલમ 5(12) insolvency commencement date means the date of admission of an application for initiating corporate insolvency resolution process by the Adjudicating Authority under Sections 7, 9 or section 10, as the case may be (GST અને VAT/CST ની દ્રષ્ટિએ ખુબ અગત્યની વ્યાખ્યા એટલા માટે છે કે આ દિવસથી વસુલાત માટેના આકરા પગલા લઇ શકાતા નથી) અને મોરેટોરિયમ પિરિયડ પણ કહે છે જે દરમિયાન ૧૮૦ અથવા તો ૨૭૦ દિવસ સુધી અન્ય કોઈ કાયદાકિય પ્રક્રિયા હાથ ધરી શકાતી નથી.

કલમ 5(20) operational creditor means a person to whom an operational debt is owed and includes any person to whom such debt has been legally assigned or transferred (માલ સામાન કે સેવા પૂરી પાડનાર અને GST કે Income Tax જેવી સરકારી ટેક્સ ઓથોરીટીઝ આમાં આવે છે)

કલમ 3(19) ‘‘insolvency professional’’ (ચાર્ટર્ડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, કોસ્ટ એકાઉન્ટન્ટ એડવોકેટ, વગેરે)  means a person enrolled under section 206 with an insolvency professional agency as its member and registered with the Board as an insolvency professional under section 207.

કલમ 3(20) ‘‘insolvency professional agency’’ means any person registered with the Board under section 201 as an insolvency professional agency;

કલમ 3(21) ‘‘information utility’’ means a prson who is registered with the Board as an information utility under section 210. આ લોકો કંપનીની નાણાકીય બાબતોની વિગતો એકઠી કરે છે, તેને પ્રમાણિત કરે છે, કંપનીની મિલકતો અને દેવું સરખાવે છે અને IBC ની સમગ્ર પ્રક્રિયામાં સહભાગી બને છે.

કલમ 3(11) ‘‘debt’’ (ઉધાર) means a liability or obligation in respect of a claim with is due from any person and includrs a financial debt and operational debt; ઉધાર આપનારનો ક્લેમ ઉપસ્થિત થાય છે જેની વ્યાખ્યા કલમ 3(6) હેઠળ આપવામાં આવેલ છે તેમજ 'કોર્પોરેટ પર્સન'ની વ્યાખ્યા કલમ 3(7) આપવામાં આવેલ છે. 

પરંતુ અહીં ફાઈનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડરને બહાર રાખવામાં આવેલ છે. સિવાય કે તેના રૂ. ૫૦૦ કરોડના એસેટ હોય તેવા NBFC. (દા.ત. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લીમીટેડ)

કલમ 5(26) resolution plan means a plan proposed by resolution applicant for insolvency resolution of the corporate debtor as a going concern in accordance with Part II  (કંપનીને પુનઃ બેઠી કરવા માટેનો પ્લાન અથવા અન્ય કોઈ કંપની માંદા એકમને ખરીદે કે તેનું મર્જર થાય તે માટેનો પ્લાન)

Explanation. - For the removal of doubts, it is hereby clarified that a resolution plan may include provisions for the restructuring of the corporate debtor, including by way of merger (વિલીનીકરણ), amalgamation (એકીકરણ) and demerger (વિભાજન).

કલમ 3(30) ‘‘security interest’’ (નાણાકીય સુરક્ષા) means right, title of interest or a claim to property, created in favour of, or provided for a secured creditor by a transction which secures payment of performance of an obligation and includes mortgage, charge, hypothection, assignment and encumbrance (બોજો) or any other agreement or arrangement securing payment or performance of any obligation of any person. 

કલમ 5(5) corporate applicant means -

a) corporate debtor (દેવાદાર કંપની) or

(b) a member or partner of the corporate debtor who is authhorised to make an applicaton for the corporate insolvency resolution process of the pre-packaged insolvency resolution process (IBC ના ચેપ્ટર III-A અને કલમ ૫૪-એ થી ૫૪-પી સુધીની જોગવાઓ મુજબ) as the case may be, under the constituutional document of the corporate debtor or

(c) an individual who is in charge of managing the operations and resources of the corporate debtor, or

(d) a person who has the control and supervision over the financial affairs of the corporate debtor;

CIRP ને લગતી કામગીરીના ક્રમને નીચે મુજબ વહેંચી શકાયઃ

સીઆઈઆરપીની અરજી થાય બાદ NCLT ની કક્ષો અરજીની ચકાસણી થયેથી અને યોગ્ય જણાયેથી તે NCLT માં રજીસ્ટર કરશે.  NCLT માં અરજી દાખલ થયેથી મુખ્યત્વે ૩ બાબતો ઉપર કાર્યવાહી થાય છે.

 NCLT કલમ ૧૩ અને ૧૪ મુજબ મોરેટોરીયમ એટલે કે દેવા મોકુફીના સમયની જાહેરાત કરે છે (હવે કંપની સામે અન્ય કોઈ કોર્ટ કેસ ન થઇ શકે, વસુલાતના આકરાં પગલા ન લઇ શકાય, મિલકતની હરાજી ન થઈ શકે, NCLT સમક્ષ અન્ય અરજી ન થઇ શકે), બીજું, CIRPની પ્રક્રિયા શરુ થવાની જાહેરાત કરે છે અને અન્ય કોઈ સંસ્થા કે પેઢીની વસુલાત બાકી હોય તો તે રજુ કરવા જણાવાય છે (કલમ ૧૫) ત્રીજું NCLT IRPની પણ નિમણૂંક કરે છે (કલમ ૧૬) હવે પછીની માંદા એકમના મેનેજમેન્ટને લગતી આગળની કાર્યવાહી IRP કરશે.