Get The App

જીએસટી કાયદાના અમલમાં પ્રવર્તતી કેટલીક ગેરસમજ અંગેની કોર્ટ કેસ સહિતની વિગતો

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
જીએસટી કાયદાના અમલમાં પ્રવર્તતી કેટલીક ગેરસમજ અંગેની કોર્ટ કેસ સહિતની વિગતો 1 - image

- GSTનું : A to Z - હર્ષ કિશોર

- આપણે જાણીએ છીએ કે જીએસટી કાયદા હેઠળ સ્થાવર મિલકતની વેરા શાખ અંગે ઘણી દ્વિધા પ્રવર્તી રહેલ છે અને સફારી રીટ્રીટસનો ચુકાદો આવ્યા બાદ પણ તેમાં કોઈ ઘટાડો થયેલ નથી. આજની તારીખે પણ આ મુદ્દે ઘણા અલગ અલગ મત પ્રવર્તે છે

કેસનું નામ : M/s. KEI Industries Ltd., Ahmedabad, Gujarat. સત્તા: Gujarat Appellate Authority For Advance Ruling, આદેશ તારીખ : ૩૧- ૦૭-૨૦૨૫. વેપારીશ્રી Vertical Continuous Vulcanization (VCV)ની પ્રોસેસ માટેનો પ્લાન્ટ નાખી રહ્યા છે. VCVના ઉત્પાદનની લાઈનને ટેકો પૂરો પાડવા માટે ચારેય બાજુ કોક્રિટનું સ્ટ્રક્ચર (ટાવર) જરૂરી છે.  તેમની રજૂઆત મુજબ કલમ ૧૭ ની સમજુતી મુજબ તે 'apparatus and machinery' ગણાય. આ બાબતે Authority ફોર Advance Ruling Advance Ruling No. GU)/GAAR/R/૨૦૨૫/૦૬ dated ૨૧.૩.૨૦૨૫ થી કલમ ૧૭(૫)(ડી) મુજબ વેપારીને કોક્રિટના સ્ટ્રક્ચરમાં વપરાયેલ માલ/સેવાની વેરાશાખ ન મળવાનું જણાવવામાં આવેલ અને એટલે તે આદેશ સામે અપીલ થઇ. AAAR દ્વારા વેપારીની તરફેણમાં રૂલીંગ આપવામાં આવ્યું અને કોક્રિટના ટાવર પ્લાન્ટ અને મશીનરીના ટેકા માટે છે તેમ ઠરાવવામાં આવ્યું અને તેથી તેમાં વપરાયેલ માલ/સેવાની વેરાશાખ મળી શકે.

હવે જોઈએ વસુલાતને લગતા કેટલાક અગત્યના ચુકાદાની ટૂંકી વિગતો.

વસુલાત-કેસ નંબર ૧ : જીએસટી કાયદામાં વસુલાત સંબંધિત મુખ્ય બે કલમો છે. કલમ ૭૯ જેના અત્યાર સુધી ૫૩ કોર્ટ કેસ થયેલ છે અને કલમ ૮૩ જેના અત્યાર સુધીમાં ૨૪૫ જેટલા કેસો થયેલ છે. તાજેતરમાં Bhawya Enterprises & others vs. Assistant Commissioner & others (Himachal Pradesh High Court)- CWPs No.. ૧૧૬૯૪, ૧૧૬૯૬ : ૧૧૬૯૭ ર્ક ૨૦૨૫નો એક ચુકાદો તારીખ વેન ૨૪, ૨૦૨૫ના રોજ આવેલ છે. આ કેસમાં અધિકારી દ્વારા જીએસટીની કલમ ૭૪ હેઠળ આદેશ બહાર પાડવામાં આવેલ જે મુજબ વેપારીશ્રીએ કેટલીક રકમ ભરવાની થતી હતી. જીએસટી કાયદાની જોગવાઈ મુજબ પ્રથમ અપીલ ફાઇલ કરવા માટે વેપારીશ્રીને કલમ ૧૦૭ હેઠળ ત્રણ મહિનાનો સમય ગાળો મળે છે. પરંતુ અધિકારીશ્રીએ ઉતાવળમાં માત્ર ડિમાન્ડ ઓર્ડર બજ્યા બાદ માત્ર પાંચ જ દિવસમાં વેપારીના ખાતામાંથી કોઈપણ જાતના વાજબી કારણ વગર પૈસા ઉપાડીને સરકારમાં જમા કરાવી દીધેલ. અધિકારી દ્વારા આ રીતે બારોબાર વસૂલ કરવામાં આવેલ રકમ કાયદાકીય જોગવાઈ મુજબ ડાઉન પેમેન્ટના ૧૦%થી પણ વધી જવા પામેલ હતી. સામે જીએસટી પોર્ટલે અધિકારીએ આ રીતે વસૂલ કરેલ રકમને વેપારી દ્વારા અપીલ તબક્કે ભરવાની રકમ સામે નજરે આપવાની વેપારીને ના પાડેલ. કોર્ટ કેસ થયો. જોકે બાદમાં અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારેલ અને વસુલાત રિવર્સ કરેલ છે.

કેસ નંબર ૨ Chaizup Beverages LLP v. State - Madras High Court (૨૦૧૯) ૨૫ GSTL ૨૬- નામની વેપારી પેઢીનો એક ચુકાદો તા ૫-૨-૨૦૧૯ના રોજ આવેલ હતો. આ કેસમાં નામદાર હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે જ્યારે કોઈ વેપારી ૧૦% ડાઉન પેમેન્ટ કરીને અપીલ ફાઇલ કરે છે તો તેને કાયદાકીય જોગવાઈઓ મુજબ બાકીની રકમની વસુલાત સામે આપો આપ મનાઈ હુકમ મળી જાય છે.

કેસ નંબર ૩ :Penna Cement Industries Ltd. - Andhra Pradesh High Court (૨૦૨૪) ૮૪ GSTL ૫૦૭. તા ૧૨-૧-૨૦૨૪ના રોજ આવેલ આ કેસના આદેશમાં નામદાર કોર્ટે ઠરાવ્યું કે જ્યારે કાયદાકીય જોગવાઈ મુજબ અપીલ કરવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવે છે ત્યારે અધિકારી દ્વારા આવા કેસમાં ૯૦ દિવસ અગાઉ રિકવરી માટેની નોટિસ ન ઈશ્યુ કરવી જોઈએ.

કેસ નંબર ૪ : Tvl. GRB Dairy Foods Pvt. Ltd. - Madras High Court (૨૦૨૦) ૩૨ GSTL ૫૧૪-આદેશ તા: ૧૯-૧૦-૨૦૨૧. આ કેસમાં ત્રણ વર્ષ માટે : ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ and ૨૦૧૯-૨૦ આદેશ થયેલ હતો. અહી અધિકારી દ્વારા વેપારીને અપીલ માટેનો ૯૦ દિવસનો સમય પૂરો થાય તે પહેલા જ દસ દિવસમાં વેરો, વ્યાજ અને દંડ ભરવાની તાકીદ કરવામાં આવેલ હતી. વધુમાં વેપારીને એમ પણ જણાવવામાં આવેલ કે જો આપ માંગણાની રકમ નહીં ભરો તો આપની સામે જીએસટીની કલમ ૭૯ મુજબ વસુલાતના આકરા પગલા ભરવામાં આવશે. જો કે કોર્ટમાં રીટ પીટીશન થયા બાદ AGP દ્વારા નામદાર કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યું કે અધિકારી દ્વારા માંગણાની રકમ ભરવા માટે જે તાકીદ કરવામાં આવેલી હતી તે હવે પરત ખેંચવામાં આવેલ છે અને એવું કહીએ કે તે નોટિસ ડિફર્ડ કરવામાં આવેલ છે. ઉક્ત સંજોગોમાં નામદાર કોર્ટે જણાવ્યું કે હવે કોર્ટની કક્ષાએ આ કેસમાં વધારાની કોઈ કાર્યવાહી કરવાની બાકી રહેતી ન હોઈ રીટ પીટીશન ક્લોઝ કરવામાં આવે છે.

કેસ નંબર ૫ : Tvl. Arun Medicals - Madras High Court (૨૦૨૪) ૨૪ CENTAX ૫૯-આદેશ તા: ૨૩.૯.૨૦૨૪. આ કેસમાં વેપારીને સાંભળવાની તક આપ્યા વગર વર્ષ ૨૦૧૭-૧૮ માટે આદેશ થયેલ હતો. અધિકારી દ્વારા DRC-૧૩ કરીને વેપારીશ્રીના બેન્ક ખાતા ઉપર ટાંચ મુકવામાં આવેલ હતી. નામદાર કોર્ટે અધિકારીનો આદેશ સેટ અસાઇડ કરેલ હતો અને બેંક ટાંચનો આદેશ પણ રદ કરેલ હતો.

ગેરસમજ : આપણે જાણીએ છીએ કે જીએસટીમાં સૌથી અટપટી અને અઘરી જો કોઈ કલમ હોય તો તે ITCને લગતી બે કલમ એવી કલમ ૧૬ અને ૧૭ છે. તેમ જ નિયમ ૪૨ અને ૪૩ પણ સમજવા એટલા જ અઘરા છે. જીએસટી સાથે સંકળાયેલ કેટલાક મિત્રો એવું માને છે કે દરેક કિસ્સામાં નિયમ ૪૨ અને ૪૩ હેઠળ ITC રિવર્સ કરવી જ પડે. પરંતુ જીએસટીના નિષ્ણાતોના મતે એવું નથી. જ્યારે ખરીદી સમયે કાચા માલ, પ્રોસેસિંગ મટીરીયલ અને સ્ટોર્સની ભેગી એટલે કે કોમન ખરીદી કરવામાં આવે છે. હવે તે ખરીદી પૈકી એવું પણ બને કે તેમાંથી કેટલીક સેવાઓ અથવા માલ માફી માલ અથવા ધંધા સિવાયના હેતુઓ માટે કે અંગત હેતુઓ માટે વપરાયેલ હોય તેથી જ્યારે ITC આપવાની થાય ત્યારે જે માલ અથવા સેવા વેરાપાત્ર આઉટવર્ડ સપ્લાયમાં વપરાયેલ હોય તેના પ્રમાણમાં આપવાની થાય. વધુમાં જ્યારે ઇનપુટ ગુડઝ કે ઇનપુટ સર્વિસ પૈકી કયા ગુડ્સ અથવા સેવા વેરાપાત્ર સપ્લાયમાં વપરાયેલ છે તે નક્કી કરવાનું અથવા તો આઈડેન્ટીફાય કરવાનું અઘરું હોય તેવા સમયે કોમન ક્રેડિટ કાઢીને ત્યારબાદ વેરાપાત્ર અને માફી માલના સપ્લાયનો રેશિયો ગણીને તે મુજબ વેરા શાખ લેવામાં અથવા તો મંજૂર કરવામાં આવે છે.

નિયમ ૪૨ હેઠળ કોમન ક્રેડિટ ત્યારે જ કાઢવાની થાય અને આઈટીસી ત્યારે જ રિવર્સ કરવાની થાય જ્યારે નોંધાયેલ કરદાતાનો સપ્લાય મિક્સ પ્રકારનો હોય એટલે કે થોડો સપ્લાય માફી પ્રકારનો હોય અને કેટલોક વેરાપાત્ર સપ્લાય હોય. પરંતુ જો તેમાં પણ ઈનપુટનો વપરાશ વ્યવસ્થિત રીતે ઓળખી બતાવવામાં આવે તો કોમન ક્રેડિટની ગણતરી કરવાની જરૂર રહેતી નથી. 

નિયમ ૪૩ : ઉત્પાદક દ્વારા ખરીદી સમયે મશીનરી વગેરેની એટલે કે કેપિટલ ગુડ્ઝની ભેગી એટલે કે કોમન ખરીદી કરવામાં આવે છે. હવે તે કેપિટલ ગુડ્ઝનીની ખરીદી પૈકી એવું પણ બને કે તેમાંથી કેટલીક મશીનરી માફી માલ અથવા ધંધા સિવાયના હેતુઓ માટે કે અંગત હેતુઓ માટે વપરાયેલ હોય તેથી જ્યારે ITC આપવાની થાય ત્યારે જે માલ અથવા સેવા વેરાપાત્ર આઉટવર્ડ સપ્લાયમાં વપરાયેલ હોય તેના પ્રમાણમાં આપવાની થાય. વધુમાં જ્યારે કેપિટલ ગુડ્ઝ પૈકી કયા ગુડ્સ, વેરાપાત્ર સપ્લાયમાં વપરાયેલ છે તે નક્કી કરવાનું અથવા તો આઈડેન્ટીફાય કરવાનું અઘરું હોય તેવા સમયે કોમન ક્રેડિટ કાઢીને ત્યારબાદ વેરાપાત્ર અને માફી માલના સપ્લાયનો રેશિયો ગણીને તે મુજબ વેરા શાખ લેવામાં અથવા તો મંજૂર કરવામાં આવે છે. પરંતુ જો કોઈ કરદાતા પૂરેપૂરું ઉત્પાદન વેરાપાત્ર માલનું કરતા હોય તો નિયમ ૪૩ માં કોઈ વેરા શાખ રિવર્સ કરવાની થાય નહીં.