Get The App

GST કાયદા હેઠળ પ્રથમ અપીલ ફાઇલ કરવા માટેની સમય મર્યાદાની ગણતરીને લગતા તાજેતરના ચુકાદાની વિગતો

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
GST કાયદા હેઠળ પ્રથમ અપીલ ફાઇલ કરવા માટેની સમય મર્યાદાની ગણતરીને લગતા તાજેતરના ચુકાદાની વિગતો 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- કોઈ પણ આઈટીસીના દાવામાં વેપારીએ માલની મુવમેન્ટ અને ખરેખર માલ કે સેવા મળેલ છે કે કેમ તે GST ની કલમ 155 ની જોગવાઈઓ મુજબ પુરવાર કરવાની જવાબદારી વેપારીની રહે છે

આપણે જાણીએ છીએ કે કોઈપણ વ્યક્તિ/વેપારી જ્યારે GSTના આદેશથી નારાજ થયા હોય ત્યારે જીએસટીની કલમ ૧૦૭(૧) મુજબ ત્રણ મહિનાની સમય મર્યાદામાં પ્રથમ અપીલ ફાઈલ કરી શકે છે. જો પ્રથમ અપીલ અધિકારીને યોગ્ય લાગે કે જે તે વ્યક્તિ અનિવાર્ય કારણોસર ત્રણ મહિનાની સમય મર્યાદામાં અપીલ ફાઇલ કરી શક્યા નથી તો તેઓ કલમ ૧૦૭(૪) મુજબ વધારાનો એક મહિનાનો સમય આપી શકે છે. 

અપીલ ફાઇલ કરવા માટેની સમય મર્યાદાની ગણતરી કઈ રીતે કરવી તેને લાગતો તાજેતરનો એક ચુકાદો આવેલ છે જેની આપણે વિગતો જોઈએ. કેસનું નામ : LAXMI MOTORS Versus STATE OF M.P. AND OTHERS- WRIT PETITION No. ૩૫૧૮૪ of ૨૦૨૫, આદેશ તારીખ : ૧૫th OF OCTOBER, ૨૦૨૫.

આ કેસમાં પ્રથમ અપીલ અધિકારીના તારીખ ૧૩.૮.૨૦૨૫ના આદેશને રીટ પિટિશનથી પડકારવામાં આવેલ હતો. મૂળ વેપારીની વિરુદ્ધમાં તારીખ ૨૬.૭.૨૦૨૪ના રોજ એક આદેશ થયેલ હતો. જેના અનુસંધાને વેપારીએ તારીખ ૨૫.૧૧.૨૦૨૪ના રોજ પ્રથમ અપીલ ફાઇલ કરેલ હતી અને પ્રથમ અપીલ અધિકારીએ તેને ટાઇમ બાર ગણીને અગ્રાહ્ય રાખેલ હતી. વેપારીના પક્ષે એવી રજૂઆત થઈ કે નામદાર સુપ્રીમ કોર્ટનો State of Himachal Pradesh and another Vs. Himachal Techno Engineers and another (૨૦૧૦) ૧૨ SCC ૨૧૦નો ચુકાદો છે તે મુજબ General Clauses Act, ૧૮૯૭ની કલમ ૯ મુજબ જે દિવસે આદેશ પસાર થયેલ હોય તેને સમય મર્યાદાની ગણતરીમાં ધ્યાને લેવાનો નથી. તેથી અહીં તારીખ ૨૬.૭ ૨૪ના રોજ આદેશ પસાર થયેલ છે તો સમય મર્યાદાની ગણતરી તેના બીજા દિવસથી એટલે કે તારીખ ૨૭.૭.૨૦૨૪થી કરવાની રહે. ઉપરાંત જીએસટીની કલમ ૧૦૭(૧) મુજબ લિમિટેશનની ગણતરી ત્રણ મહિના મુજબ કરવાની રહે છે, ૯૦ દિવસ મુજબ નહીં. તે મુજબ પણ ત્રણ મહિના તારીખ ૨૭.૭.૨૦૨૪થી શરૂ કરીને તારીખ ૨૭. ૧૦. ૨૦૨૪ના રોજ પૂર્ણ થાય છે.

આ ત્રણ મહિનામાં કલમ ૧૦૭(૪) મુજબનો વધારાનો એક મહિનો ઉમેરીએ તો આ કેસમાં સમય મર્યાદા તારીખ ૨૭.૧૧.૨૦૨૪ના રોજ પૂર્ણ થાય છે. અને અમોએ તારીખ ૨૫.૧૧.૨૦૨૪ ના રોજ અપીલ ફાઇલ કરેલ હોઈ તે સમય મર્યાદાની અંદર ફાઈલ થયેલ ગણવાની રહે. 

સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવી કે પ્રથમ અપીલ અધિકારી દ્વારા સમય મર્યાદાની ગણતરી ૧૨૦ દિવસ મુજબ કરવામાં આવેલ અને તેથી વેપારી દ્વારા ફાઈલ કરવામાં આવેલ અપીલ બે દિવસ મોડી ફાઈલ થયેલ છે તેમ ગણીને અપીલ અરજી નકારેલ છે. 

નામદાર મધ્ય પ્રદેશ હાઈકોર્ટે નોંધ્યું કે જનરલ ક્લોઝિસ એક્ટ, ૧૮૯૭ની કલમ નવ મુજબ 'ફ્રોમ'નો મતલબ એવો થાય છે કે વેપારીને આદેશ બજ્યાનો પ્રથમ દિવસ બાકાત કરીને બીજા દિવસથી સમય મર્યાદા ગણવાની રહે. જો ત્રણ મહિનાની સમય મર્યાદા ગણવાની હોય તો જે દિવસે વેપારીને આદેશ મળ્યો હોય તેના બીજા દિવસથી સમય મર્યાદા ગણવાની ચાલુ થાય જે આ કિસ્સામાં તારીખ ૨૬.૭.૨૦૨૪ નહીં પરંતુ ૨૭.૭.૨૦૨૪ થી ગણવાની રહે. નામદાર સુપ્રીમ કોર્ટે હિમાચલ ટેકનોના કિસ્સામાં જનરલ ક્લોઝિસ એક્ટ, ૧૮૯૭ની કલમ ૩(૩૫)ની ચર્ચા કરેલ છે અને તેમાં મહિનો એટલે શું તેનો આધાર British Calendar. મુજબ લીધેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટે પેરેગ્રાફ ૧૭માં નોંધ્ય મુજબ In Dodds Vs. Walker (૧૯૮૧) ૧ WLR ૧૦૨૭ : (૧૯૮૧) ૨ ALL Er ૬૦૯ (HL) the House of Lords held that in calculating the period of a month or a specified number of months that had elapsed after the occurrence of a specified event, such as the giving of a notice, the general rule is that the period ends on the corresponding date in the appropriate subsequent month irrespective of whether some months are longer than others.

આવો અન્ય એક સમાન કેસ Bibi Salma Khatoon v. State of Bihar (૨૦૦૧) ૭ SCC ૧૯૭નો પણ છે. આમ પ્રથમ અપીલ અધિકારીએ કરેલ આદેશ ટકી શકતો નથી અને તેથી તે સેટ અસાઇડ કરવામાં આવે છે અને રૂપિયા ૨૫,૦૦૦ની કોસ્ટ વેપારીને આપવાની થાય છે. 

જનરલ ક્લોઝિસ એક્ટ, ૧૮૯૭ની કલમ ૩(૩૫) "month" shall mean a month reckoned according to the British calendar;

કલમ ૯. Commencement and termination of time

(૧) In any 13[Central Act] or Regulation made after the commencement of this Act, it shall be sufficient, for the purpose of excluding the first in a series of days or any other period of time to use the word "from", and, for the purpose of including the last in a series of days or any other period of time, to use the word "to".

(૨) This section applies also to all 12[Central Acts] made after the third day of January, 1868, and to all Regulations made on or after the fourteenth day of January, 

૨. નામદાર સુપ્રીમ કોર્ટનો તારીખ ૯.૧૦.૨૦૨૫ના રોજનો 'કમિશનર ટ્રેડ એન્ડ ટેક્સ, દિલ્હી વિ. શાંતિ કિરણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સિવિલ અપીલ ૨૦૪૨-૨૦૪૭/૨૦૧૫ના કેસમાં વેટ કર- પ્રણાલીને લગતો એક મહત્વનો ચુકાદો આવેલ છે જેની વિગતો ટૂંકમાં જોઈએ. કેસની વિગતો મુજબ નોંધાયેલ ખરીદનાર વેપારી દ્વારા જ્યારે નોંધાયેલ વેચનાર વેપારીને માલની કિંમત અને વેરાની રકમ ચૂકવી દીધેલ હોય પરંતુ વેચનાર વેપારીએ તે સરકારી તિજોરીમાં ભરેલ ન હોય તો દિલ્હી વેટ કાયદા હેઠળ નોંધાયેલ ખરીદનાર વેપારીને તેની વેરા શાખ મળે કે કેમ તે મુખ્ય મુદ્દો હતો. જ્યારે આ ધંધાકીય વ્યવહાર થયો ત્યારે વેચનારનો નોંધણી દાખલો અમલમાં હતો. પરંતુ તેઓએ ઉઘરાવેલ વેરો ભરેલ ન હતો અને બાદમાં પશ્ચાદવર્તી અસરથી તેઓનો નોંધણી દાખલો રદ થયેલ છે તેથી ખરીદનારને વેરા શાખ મળવા પાત્ર થતી ન હતી.

જોકે નામદાર સુપ્રીમ કોર્ટે વેટના આ કેસમાં દિલ્હી હાઇકોર્ટના ચુકાદા સામે કરવામાં આવેલ અપીલમાં વચ્ચે દખલ ન દેવાનું નક્કી કરીને અપીલ નામંજૂર  કરેલ છે. આમ, જો ખરીદનાર વેપારીએ વેચનારને વેરાની રકમની ચુકવણી કરેલ હોય અને ખરીદ-વેચાણ વખતે વેપારીનો નોંધણી દાખલો અસ્તિત્વમાં હોય પરંતુ બાદમાં રદ થયેલ હોય અને વેરા શાખનો દાવો કરનાર વેપારી પોતાનો પ્રમાણિક વ્યવહાર પુરવાર કરી દે તો તેને વેરાશાખ મળવા પાત્ર થાય છે. પરંતુ આપણે ખાસ એ નોંધવાનું રહે કે નામદાર સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યા મુજબ અને 'ધ સ્ટેટ ઓફ કર્ણાટક વિરુદ્ધ ઇકોમ કોફી ગીલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ' ના કેસમાં અપીલ ક્ર થ ૨૩૦ ઓફ ૨૦૨૩ માં તારીખ ૧૩.૦૩.૨૦૨૩ ના રોજ જણાવ્યા મુજબ ખરીદનાર ફક્ત એવો દાવો કરે કે તેમ તે પ્રમાણીક ખરીદનાર છે તેટલા જ કારણસર તેને આઇટીસી મળવાપાત્ર થતી નથી.

 ફક્ત બીલો રજૂ કરવામાં આવે અને વેચનારને બેન્કિંગ ચેનલ મારફતે ચૂકવવાનું કરવામાં આવેલ છે તેવા કારણસર ખરીદનારને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર થઈ જતી નથી. ખરેખર વ્યવહાર થયેલ હતો કે કેમ તે પુરવાર કરવાનું કામ ખરીદનારનું છે અને વેચનારનું નામ અને સરનામું તેમજ જે વાહન દ્વારા માલની હેરફેર થયેલ હોય તેની ભાડાની ચુકવણી, માલ સ્વીકાર્યાની, પહોંચ ટેક્સ ઇન્વોઇસ, વેચનારને ચુકવણું કર્યાની માહિતી વગેરે પુરાવા રજૂ કરીને પોતાનો ITC નો દાવો મંજૂર કરાવવાનો રહે છે. આપણે જાણીએ છીએ કે જીએસટી કર પ્રણાલીમાં પણ કલમ ૧૬(૨)(બ) માં વેટ કર પ્રણાલી જેવી જ જોગવાઈઓ કરવામાં આવેલ છે. તેથી આપણે એવું માની શકીએ કે કોઈ પણ આઈટીસીના દાવામાં વેપારીએ માલની મુવમેન્ટ અને ખરેખર માલ કે સેવા મળેલ છે કે કેમ તે GST ની કલમ ૧૫૫ ની જોગવાઈઓ મુજબ પુરવાર કરવાની જવાબદારી વેપારીની રહે છે.