Get The App

વર્ષ 2024-25 માટે GSTની રદ થયેલી કલમ ૭૪ હેઠળ પસાર થયેલ આદેશ અંગે કોર્ટ કેસની અગત્યની વિગતો ટૂંકમાં

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
વર્ષ 2024-25 માટે GSTની રદ થયેલી કલમ ૭૪ હેઠળ પસાર થયેલ આદેશ અંગે કોર્ટ કેસની અગત્યની વિગતો ટૂંકમાં 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- ઓછો ટેક્સ ભરવા તેમ જ આરસીએમના મુદ્દે અને વધુ વેરાશાખ ભોગવવાના ના મુદ્દે જીએસટીની કલમ ૭૩ હેઠળ વેપારીની વિરુદ્ધમાં આદેશ થયેલ હતો. જેને વેપારીએ અપીલમાં પડકાર્યો હતો

આપણે જાણીએ છીએ કે GST કાયદામાં તારીખ ૧૬.૮.૨૦૨૪ ના રોજ થયેલ સુધારા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ થી શરુ કરીને કલમ ૭૩ અને ૭૪ના સ્થાને તારીખ ૧.૧૧.૨૦૨૪ થી અમલી થયેલ નવી કલમ ૭૪છ દાખલ કરવામાં આવેલ છે. (સંદર્ભ Notification No.17/2024 - Central Tax). Section 73 - Determination of tax, pertaining to the period up to Financial Year 2023-24, not paid or short paid or erroneously refunded or input tax credit wrongly availed or utilised for any reason other than fraud or any wilful-misstatement or suppression of facts.

Section 74 - Determination of tax, pertaining to the period up to Financial Year 2023-24, not paid or short paid or erroneously refunded or input tax credit wrongly availed or utilised by reason of fraud or any wilful-misstatement or suppression of facts.

નવી કલમ : Section 74A - Determination of tax not paid or short paid or erroneously refunded or input tax credit wrongly availed or utilised for any reason pertaining to Financial Year 2024-25 onwards.

કલમ 74A(2) The proper officer shall issue the notice under sub-section (1) within forty-two months from the due date for furnishing of annual return for the financial year to which the tax not paid or short paid or input tax credit wrongly availed or utilised relates to or within forty-two months from the date of erroneous refund.

અને કલમ 74A(7) The proper officer shall issue the order under sub-section (6) within twelve months from the date of issuance of notice specified in sub-section (2):

તારીખ ૧૯.૦૧.૨૦૨૬ ના રોજ આવેલ મહત્વના ચુકાદાની વિગતો જોઈએ :

W.P.(MD) No.909 of 2026 BEFORE THE MADURAI BENCH OF MADRAS HIGH COURT DATED: 19.01.2026 W.P.(MD)No.909 of 2026 ylu W.M.P.(MD)No.731 of 2026 R.Chandrasekar ... Petitioner Vs The Assistant Commissioner (Inspection) (ST) (IU), O/o. the Joint Commissioner (ST) (IU), Tirunelveli Intelligence Division, Commercial Taxes Buildings, Tirunelveli.

પીટીશનરની રજૂઆત : અધિકારી દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે તારીખ ૦૪.૦૯.૨૦૨૫ ના રોજ GSTની કલમ ૭૪ હેઠળ પસાર થયેલ ગેર-કાયદેસર આદેશને રદ કરવા નામદાર કોર્ટને વિનંતી કરેલ કારણ કે હવે જીએસટી કાયદામાં કલમ ૭૪ નું અસ્તિત્વ રહેતું નથી તેથી તે સેટ અસાઇડ કરવા પાત્ર થાય છે. અધિકારી અમારી સામે માત્ર કલમ ૭૪છ હેઠળ જ કાર્યવાહી કરી શકે છે.

સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવી કે સંબંધિત અધિકારી દ્વારા ભૂલમાં કલમ ૭૪છ ને બદલે કલમ ૭૪ હેઠળ આદેશ પસાર કરવામાં આવે છે. નામદાર હાઇકોર્ટે અધિકારીનો તારીખ ૪. ૯. ૨૦૨૫ નો કલમ ૭૪ હેઠળ પસાર કરવામાં આવેલ આદેશ સેટ અસાઈડ કરેલ હતો અને પીટીશનરને જણાવેલ હતું કે આ આદેશને કારણદર્શક સૂચના માની રહેવાની રહે અને એના અનુસંધાને છ અઠવાડિયાના સમય ગાળા દરમિયાન તમામ જરૂરી દસ્તાવેજો સહિત જવાબ કરવાનો રહે. ત્યારબાદ અધિકારીએ ૧૪ દિવસની અંદર નોટીસ ઈશ્યુ કરીને વેપારીશ્રીને રૂબરૂ સાંભળવાની તક આપીને કાયદા અનુસાર આદેશ પસાર કરવાનો રહે. 

કલમ ૭૪ ને લગતો અન્ય એક કેસઃ 

N THE HIGH COURT AT CALCUTTA CONSTITUTIONAL WRIT JURISDICTION APPELLATE SIDE WPA 20118 of 2025 With CAN 1 of 2025 M/s. Jyoti Tar Products Private Limited &Anr. Vs. The Deputy Commissioner, State Tax, Shibpur Charge, WBGST : Ors.Judgment on : 27.02.2026.

વેપારીનો મુખ્ય ધંધો ક્રૂડ ટાર અને તેને લગતી અન્ય ચીજ વસ્તુઓના ટ્રેડિંગને લગતો છે. વેપારીશ્રીને તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૪ ના રોજ કલમ ૭૪(૫) અને નિયમ ૧૪૨ (૧છ) હેઠળ FORM GST DRC-01A ઈશ્યુ કરવામાં આવેલ અને કુલ રૂ. ૩૬ લાખથી વધુનો વેરો ભરવા જણાવવામાં આવેલ. મુખ્ય મુદ્દો ITC ને લાગતો હતો. વેચનાર વેપારીનો નોંધણી દાખલો રદ થયેલ હતો.

 વેપારીશ્રીએ ૧૮ જુલાઈ ૨૦૨૪ ના રોજબીલ, ઈ-વેબીલ, વગેરે સહિત વિગતવાર જવાબ કરેલ. અધિકારીને વેપારીશ્રીએ કરેલ જવાબ સંતોષકારક ન લાગતા ઓગસ્ટ ૮, ૨૦૨૪ ના રોજ કારણ દર્શક સુચના પાઠવવામાં આવેલ. પીટીશનર દ્વારા નામદાર કોર્ટમાં W.P.A. No. 22106 of ૨૦૨૪ ફાઈલ કરેલ જે ડીસમીસ થયેલ.

પછી પીટીશનર કંપનીએ અપીલ ફાઈલ કરેલ હતી. જે માન્ય રહેલ અને SCN આપનાર અધિકારીને વેપારીનો જવાબ ધ્યાને લઈને નિર્ણય લેવા જણાવેલ હતું. ત્યારબાદ અધિકારી દ્વારા જૂની SCN દફતરે કરીને વેપારીને નવી SCN આપવામાં આવેલ. આગળ જતા વેપારીએ કલમ ૭૪ ની નોટિસને નામદાર કોર્ટમાં પડકારેલ અને જણાવેલ કે નોટીસ પૂર્વ નિર્ધારિત છે. અમારો કોઈ વાંક નથી. સપ્લાયર પાસેથી અમોએ જયારે ખરીદી કરેલ ત્યારે તેમનો નોંધણી દાખલો રદ થયેલ ન હતો. જો કે કોર્ટે નોંધ્યું કે SCN યોગ્ય રીતે અપાયેલ છે અને આ તબક્કે કોર્ટને વચ્ચે પાડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

અપીલને લગતા અન્ય એક કેસની ટૂંકી વિગતો :

Fratelli Vineyards Limited formerly known as Tinna Trade Limited &another vs. The State of West Bengal &others (Calcutta High Court)- WPA 24054 of 2025-આદેશ તારીખ Feb ૨૩, ૨૦૨૬ ના કેસમાં વેપારીએ અપીલ અધિકારીના તારીખ June ૧૭, ૨૦૨૫ ના આદેશને પડકારેલ હતો.સૌપ્રથમ ઓછો ટેક્સ ભરવા તેમ જ આરસીએમના મુદ્દે અને વધુ વેરાશાખ ભોગવવાના ના મુદ્દે જીએસટીની કલમ ૭૩ હેઠળ વેપારીની વિરુદ્ધમાં આદેશ થયેલ હતો. 

જેને વેપારીએ અપીલમાં પડકાર્યો હતો. વેપારીએ નામદાર કોર્ટને જણાવેલ કે તમામ જરૂરી દસ્તાવેજો અમોએ એડજુડીકેશન ઓફિસર સમક્ષ રજૂ કરેલ હતા. અમોએ એડજુડીકેશન ઓફિસર સમક્ષ જે દસ્તાવેજોરજૂ કરેલા હતા તેના આધારે અપીલમાં કેસના ગુણ દોષના આધારે નિર્ણય લેવાનુંશક્ય હતું. અપીલ અધિકારીએ એડજુડીકેશન ઓફિસરનો આદેશ યથાવત રાખેલ અને પોતાના આદેશમાં જણાવેલ કે,

“As no further explanation and supporting documents have been furnished by the appellant at appeal stage, the findings of the adjuration officer stands valid and there is no reason to interfere his order.”

નામદાર કોર્ટે નોંધ્યું કે અપીલ અધિકારીએ પોતાની રીતે સ્વતંત્રપણે કોઈ ચકાસણી કરેલ જણાતી નથી અને મોટાભાગના તારણો એડજુડીકેશન ઓફિસરના આદેશમાંથી કોપી પેસ્ટ કરેલ છે. અપીલ અધિકારીએ વેપારીશ્રીના મુદ્દા અને દસ્તાવેજોને ચકાસીને સ્વતંત્ર પણે નિર્ણય લેવાનો થતો હતો. જે આ કેસમાં થયેલ જણાતું નથી. તેથી તારીખ ૧૭ જૂન ૨૦૨૫ ના અપીલ આદેશને સેટ અસાઈડ કરવામાં આવે છે અને વેપારીશ્રીએ રજુ કરેલ વિગતો નવેસરથી ચકાસીને કાયદેસર નિર્ણય લેવા અપીલ અધિકારીને જણાવવામાં આવે છે.

એફીડેવીટમાં માનનીય જજના નામ ન લખવા અંગેના તાજેતરના ચુકાદાની વિગતો :

Case Title: Alice Lee @ Li TengliVersus UOI

Case No.: Criminal Misc. Bail Application No. – 41710 Of 2025

આ કેસમાં નામદાર અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા સી.જી.એસ.ટી. ના સહાયક કમિશનરને કાઉંટર એફિડેવીટમાં જજો ના નામ લખવાના અનુસંધાને ઠપકો આપેલ છે. 

નામદાર કોર્ટે સૂચવેલ છે કે એફીડેવીટમાં ચુકાદાઓમાં માત્ર પાર્ટીના નામ, નિર્ણયની તારીખ, લાગુ પડતી કેસની વિગતો અને સાઈટેશન જણાવવાના રહે છે તેમાં જજોના નામ લખવાની કોઈ જરૂર રહેતી નથી. અહી અધિકારીએ Supreme Court and High Court ના ચુકાદા ટાંકેલ અને એકjudgment in the case of Ram NarainPopli Vs. Central Bureau of Investigation on ૧૪.૦૧.૨૦૨૩ માં કેસમાં ચુકાદો આપનાર માનનીય જજોના નામ પણ લખેલ જે અયોગ્ય છે. નામદાર કોર્ટે Director General Central Goods and Service Tax, Commissionerate, Gurugram ને ભવિષ્યમાં આ અંગે ધ્યાન રાખવા જણાવેલ છે.