Get The App

જીએસટી કાયદા હેઠળ ઇશ્યુ કરવામાં આવતા સમન્સ અંગે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાની કેટલીક મહત્વની વિગતો

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
જીએસટી કાયદા હેઠળ ઇશ્યુ કરવામાં આવતા સમન્સ અંગે  દિલ્હી હાઇકોર્ટના ચુકાદાની કેટલીક મહત્વની વિગતો 1 - image

- GST નું A to Z- હર્ષ કિશોર

- આ કલમની જોગવાઈઓ મુજબ રહેઠાણ સહિત કોઈ પણ વ્યક્તિના એટલે કે નોંધાયેલ હોય કે બિન નોંધાયેલ વ્યક્તિના ધંધાના સ્થળ તેમજ રહેઠાણના સ્થળે સર્ચ કરી શકાય છે 

આપણા દેશના ફોજદારી કાયદાઓ અને ફોજદારી કાર્યરીતિમાં વિવિધ ગુનાઓ માટે જે વ્યાખ્યાઓ અને ધરપકડ માટે જે પ્રક્રિયા દર્શાવવામાં આવેલ છે અને વેચાણવેરો, મુલ્ય વર્ધિત વેરો તેમજ હવે જીએસટી જેવા વિશેષ કાયદામાં જે ગુનાઓનું વર્ગીકરણ અથવા ધરપકડ માટે જવાબદાર કારણો જણાવવામાં આવેલ છે તેમાં થોડોક તફાવત છે અને તેથી કેટલીક વાર આ બાબતો સમજવામાં મુશ્કેલી પડે છે આજે આપણે તે સરળ રીતે જાણવા માટે પ્રયત્ન કરીએ.

તાજેતરમાં Naveen And Suraj Kumar vs. Directorate General of Goods And Services TaxIntelligence Delhi, Delhi High Court-W. P. (CRL) 1872/2024, CRL. M. A. 18198/2024, આદેશ તારીખ : Jan 30, ૨૦૨૬ના રોજ એક અગત્યનો ચુકાદો આવેલ છે જેના કારણે સમન્સ અને ધરપકડ અંગેની બાબતો ફરીથી ચર્ચામાં આવેલ છે. 

આ કેસમાં ડીજીજીઆઈ દ્વારા ધંધાના સ્થળે વેપારીશ્રીના ધંધાના સ્થળે તપાસ હાથ ધરવામાં આવેલ તેમજ કેટલાક માલ સામાન ઉપર ટાંચ મૂકવામાં આવેલ હતી તેમજ કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવેલા હતા. તેમજ ધંધો સંભાળતા બે ભાઈઓ પૈકી એક ભાઈની ધરપકડ કરવામાં આવેલ, જેને અલગથી જામીન પણ મળેલ. 

વેપારીશ્રીને ડર હતો કે બીજા ભાઈની પણ ધરપકડ  થઇ શકે. DGGI દ્વારા વેપારીશ્રીને કુલ ત્રણ વખત સમન્સ આપવામાં આવેલ. વેપારીશ્રીએ નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરેલ કે આ સમન્સ, Circular bearing No. 128/47/2019-GST dated ૨૩.૧૨.૨૦૧૯ issued by the Ministry of Finance, Department of Revenue, CBDT, GST-Investigation Wingની માર્ગદર્શક સૂચનાઓ વિરુદ્ધના છે.વધુમાં વેપારીશ્રીએ કોર્ટ સમક્ષ પોતાનો જપ્ત માલ અને દસ્તાવેજો મુક્ત કરવા રીટમાં રજૂઆત કરેલ હતી.

નામદાર દિલ્હી હાઇકોર્ટે તમામ હકીકતો, પરિપત્રો અને લાગુ પડતા વિવિધ ચુકાદાની છણાવટ કરીને અન્ય બાબતો ઉપરાંત જણાવેલ કે, “the Summons dated 06.05.2024, 20.05.2024 and 28.05.2024 have all been issued for taking the statement of the Petitioners, and seeking the production of documents/ invoices against the goods seized during the search procedure conducted. There is no illegality in the said Summons to this extent, and the Respondent has acted well within its powers.Seeking setting aside of Summons, is essentially seeking interim protection or an anticipatory bail, during an inquiry stage, i.e. essentially at a stage when the Respondent is collecting information and evidence based on suspicion and cannot be equated with the initiation of proceedings, as discussed above.In view of the same, the present Writ Petition, is premature and liable to be dismissed.”

ફરીથી ચર્ચાની એરણ પર : આ કેસમાં નામદાર દિલ્હી હાઈકોર્ટે અગાઉના તા ૨૭.૦૨.૨૦૨૫ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા RadhikaAgarwal v Union of India& others (Writ Petition (Criminal) No.336 Of 2018) ના ચુકાદાનો ઉલ્લેખ કરેલ છે.આ ચુકાદાએ GST ના અધિકારીઓની ધરપકડને લગતી સત્તાઓના વિષયને ફરીથી ચર્ચાની એરણ પર લાવી દીધેલ છે. 

અન્ય અગત્યનો ચુકાદો : તા ૧૧ September ૨૦૨૪ ના રોજ આવેલ Deepak Singhal vs. Union of India and Others Madhya Pradesh High CourtWrit Petition No. 21641 of 2024,11 September 2024ના ચુકાદા તેમજ દિલ્હી હાઇકોર્ટના Kshitij Ghildiyal Versus Director General Of GST Intelligence, Delhi [W.P. (CRL) No. 3770/2024] તથા મુંબઈ હાઇકોર્ટના મિશલ જે શાહના કેસમાં Writ Petition (L) No.38480 of 2024 તા ૭.૧.૨૦૨૫ ના રોજ આવેલ.

વ્યાખ્યા : આમ તો જીએસટીના કાયદા કે નિયમોમાં એન્ફોર્સમેન્ટની વ્યાખ્યા આપવામાં આવેલ નથી. પરંતુ એમ કહી શકાય કે એન્ફોર્સમેન્ટ એટલે “to make people obey a law, or to make a particular situation happen or be accepted.” એન્ફોર્સમેન્ટની કાર્યવાહીનો હેતુ કરચોરી શોધવાનો, તેના કારણોનો અભ્યાસ કરવાનો જેથી તે ફરીથી ન થઈ શકે, તેને રોકવાનો તેમજ ખોટું કરતા વેપારીઓ પાસેથી વેરાની વસુલાત કરાવવી હોય છે. 

કોઈપણ વેપારી જ્યારે ધંધો કરે છે ત્યારે પોતાના ઉપરાંત કોઈ ટ્રાન્સપોર્ટર, ગોડાઉન કીપર કે વેરહાઉસ ધરાવનાર અથવા વે-બ્રિજ ધરાવનાર કે કોઈ એજન્ટની મદદ અને સેવાઓ લેતા હોય છે. તેથી જીએસટી હેઠળ એનફોર્સમેન્ટની કાર્યવાહીમાં વેપારી ઉપરાંત વેપારીના ધંધા સાથે સંકળાયેલ અન્ય લોકોના વહેવારોનું મોનિટરિંગ પણ કરવાનું અગત્યનું જણાયેલ છે. એન્ફોર્સમેન્ટ માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે જેમ કે બાહ્ય/આંતરિક ચેકપોસ્ટ હોય, મોબાઈલ ચેકિંગ હોય, ક્રોસ ચેક કરવાના હોય, સ્ટોક ટેકિંગ કરવાનું હોય, સમન્સ ઈશ્યુ કરવાના હોય, ઇન્સ્પેકશન/વિવેક યુક્ત તપાસો કરવાની હોય અથવા તો સર્ચ અને સીઝર હેઠળ વિગતવાર તપાસ કરવાની હોય અને છેલ્લે ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની હોય. આ માટે જીએસટી કાયદામાં નીચે મુજબની વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે તેને ટૂંકી વિગતો જોઈએ તો

કલમ ૬૭(૧) : ધંધાના સ્થળનું ઇન્સ્પેક્શન અથવા જે જગ્યાએ માલ મુકેલ હોય તે જગ્યાનું ઇન્સ્પેક્શન કરવાની જોગવાઈ આ કલમ હેઠળ કરવામાં આવેલ છે. રીઝન ટુ બીલીવ જરૂરી છે.

 આ કલમ ની જોગવાઈઓ વેરાપાત્ર વ્યક્તિ, ટ્રાન્સપોર્ટર, ગોડાઉન અને વેરહાઉસ ધરાવનારને લાગુ પડે છે. ઇન્સ્પેક્શનનો મુખ્ય હેતુ હિસાબી સાહિત્ય ચકાસવાનો હોય છે. આ માટેનો અધિકાર પત્ર ફોર્મ GST INS-01 માં આપવામાં આવે છે. ઇન્સ્પેક્શન દરમિયાન કામ ચલાઉ ટાંચ મૂકી શકાય છે.

કલમ ૬૭(૨) : આ કલમની જોગવાઈઓ મુજબ રહેઠાણ સહિત કોઈ પણ વ્યક્તિના એટલે કે નોંધાયેલ હોય કે બિન નોંધાયેલ વ્યક્તિના ધંધાના સ્થળ તેમજ રહેઠાણના સ્થળે સર્ચ કરી શકાય છે. આવી કાર્યવાહી દરમિયાન પંચનામું બનાવવાનું જરૂરી છે. 

સર્ચ દરમિયાન ડોક્યુમેન્ટ કે માલ સામાન ને સીઝ કરી શકાય છે. આ માટેનો અધિકાર પત્ર ફોર્મ GST INS-01 માં આપવામાં આવે છે. સર્ચ અને સીઝર દરમિયાન કામ ચલાઉ ટાંચ મૂકી શકાય છે. જો માલ કે હિસાબો જપ્ત કરવામાં આવે તો તેનો જપ્તીનો આદેશ GST INS-02 માં બનાવવામાં આવે છે. આ આદેશમાં જે ચીજો કે દસ્તાવેજો જપ્ત કરવામાં આવે છે તેની યાદી બનાવવામાં આવે છે અને માલના કિસ્સામાં જથ્થો અને અન્ય જરૂરી વિગતોનો સમાવેશ જપ્તી આદેશમાં કરવામાં આવે છે. 

અહીંયા જે વ્યક્તિ પાસેથી માલ કે હિસાબો જપ્ત કરવામાં આવે છે તેના હસ્તાક્ષર પણ મેળવવામાં આવે છે. જપ્ત કરેલો માલ સાચવવા માટે અથવા તેની કસ્ટડી માલના માલિક કે ટ્રાન્સપોર્ટરને સોંપી શકાય છે. જો માલ જપ્ત કરવાનું શક્ય ન હોય તો GST INS-03 માં તે માલ ખસેડવા કે વેચવા ઉપર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરી શકાય છે.

કલમ ૬૭ ની પેટા કલમ ૧૦ મુજબ સીઆરપીસી, ૧૯૭૩ અને હવે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા ૨૦૨૩ ની જોગવાઈઓ મુજબ સર્ચ અને સીઝરની કાર્યવાહી કરવાની રહે છે.

કલમ ૭૦ : આ કલમની જોગવાઈઓ હેઠળ કોઈપણ વ્યક્તિને સમન કરીને કચેરીમાં બોલાવીને તેનું નિવેદન રેકર્ડ કરી શકાય છે અથવા માહિતી મેળવી શકાય છે.

કલમ ૭૧ : આ કલમની જોગવાઈઓ હેઠળ મર્યાદિત હેતુઓ માટે જેમ કે ઓડિટ, સ્ક્રુટીની કે હિસાબોની ચકાસણી અથવા કોમ્પ્યુટરના ડેટાની ખરાઈ કરવા માટે સરકારની વેરાકિય આવકની સુરક્ષા માટે ધંધાના સ્થળે જવા માટે અધિકારીને અધિકૃત કરતો એક સાદો પત્ર ઈશ્યુ કરવામાં આવે છે. આ કલમની જોગવાઈઓ માત્ર નોંધાયેલ વેપારીને લાગુ પડે છે. આવા કેસમાં માત્ર ધંધાના સ્થળે ખરાઈ અર્થે જઈ શકાય છે. રહેઠાણ ખાતે જઈ શકાતું નથી. ઉપરાંત રીઝન ટુ બીલીવ જરૂરી નથી. 

અગત્યના નિયમો :  નિયમ ૧૩૯-ઇન્સ્પેકશન, સર્ચ અને સીઝર માટેની જોગવાઈઓ

-૧૪૦ માલ છોડાવવા માટે બોન્ડ અને સીક્યુરીટી પૂરી પાડવા માટે 

-૧૪૧ નાશપાત્ર માલ અંગે કરવાની કાર્યવાહી અંગે