GST હેઠળ અપીલ તબક્કે પ્રાથમિક ભરણા અંગે તાજેતરના સુપ્રિમ કોર્ટના ચુકાદા અને અન્ય અગત્યની વિગતો
- GSTનું A to Z - હર્ષ કિશોર
- કોઈ વ્યક્તિને જીએસટી કાયદા હેઠળ પસાર થયેલ આદેશ મંજૂર ન હોય કે સંતોષ ન હોય તો તેવા આદેશ સામે તે વ્યક્તિ અપીલ કરી શકે છે. જીએસટી કાયદાની કલમ ૧૦૭ માં પ્રથમ અપીલ કરવા માટે કેટલીક શરતો મૂકવામાં આવેલ છે
- કેસની સુનાવણી પૂર્ણ થાય તે પછી ટ્રિબ્યુનલે તેનો આદેશ તુરંત અથવા તેના પછી જેટલો શક્ય હોય તેટલો જલ્દી પરંતુ જે દિવસે સુનાવણી પૂરી થયેલ હોય તે દિવસથી વેકેશન કે રજાના દિવસે મોડું નહીં તેટલા સમયમાં જાહેર કરવાનો રહેશે.
આપણે પહેલાં GST ટ્રિબ્યુનલની કાર્ય-રીતિની કેટલીક વિગતો જોઈ લઈએ.
૧. જો અપીલની સુનાવણી સમયે અપીલ કરનાર હાજર રહે નહી તો ટ્રિબ્યુનલ, તે અપીલ નામંજૂર કરી શકે છે અથવા ગુણદોષ પર તેનો નિકાલ કરી શકે છે. પરંતુ જ્યારે હાજર ન રહેવાના કારણે અપીલ નામંજૂર થયેલ હોય અને પછી અપીલ કરનાર હાજર રહીને ટ્રિબ્યુનલને સંતોષ કરાવી શકે કે વાજબી કારણસર સુનાવણીની તારીખે તેઓ હાજર રહી શક્યા ન હતા તો ટ્રિબ્યુનલ તેવી અપીલ ફરીથી સુનાવણીમાં લેવા માટે આદેશ કરી શકે છે.
૨. જ્યારે કોઈપણ કાર્યવાહી દરમિયાન અપીલ કરનાર કે પ્રતિવાદી મૃત્યુ પામે અથવા તો નાદાર થાય કે કંપની હોય અને તે બંધ થઈ જાય તો જો તે પ્રક્રિયા ઉત્તર અધિકારી અમલકર્તા એટલે કે એક્ઝીક્યુટર સંપત્તિ વ્યવસ્થાપક રીસીવર અથવા વહીવટદાર લિક્વિડેટર કે અપીલ કે અરજી કરનારના કાયદેસરના પ્રતિનિધિ સામે ચાલુ રાખવા અરજી કરવામાં ન આવે તો તે અપીલની કાર્યવાહી ત્યાગી દેવામાં આવશે. આવી અરજી જે તે ઘટના બન્યાના ૬૦ દિવસમાં કરવાની રહેશે. પરંતુ જો ટ્રિબ્યુનલને સંતોષ થાય કે આવી અરજી સમયસર ન કરવા માટે વાજબી કારણ હતું તો અરજી કરવાનો સમય ગાળો ટ્રિબ્યુનલને યોગ્ય લાગે તેટલા સમય માટે તે લંબાવી શકે છે.
૩) સુનાવણીની પ્રક્રિયા સામાન્ય પ્રજા માટે ખુલ્લી રહેશે સિવાય કે જ્યારે ટ્રિબ્યુનલને એમ જણાય કે પ્રજા કે કોઈ વ્યક્તિ જે જગ્યા કે બિલ્ડીંગમાં સુનાવણીની કાર્યવાહી થતી હોય ત્યાં હોવા જોઈએ નહીં.
૪) ટ્રિબ્યુનલ સમક્ષ સુનાવણી પ્રત્યક્ષ અથવા પ્રમુખની પરવાનગીથી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થઈ શકશે.
રેકર્ડની ચકાસણી (એક) અરજદાર કે તેના અધિકૃત પ્રતિનિધિ રેકર્ડની ચકાસણી માટે અરજી કરી શકે છે. પરંતુ આ માટે રૂપિયા ૫,૦૦૦ ની ફી ચૂકવવાની .
(બે) રેકોર્ડની ચકાસણી માટે અરજી રજીસ્ટ્રાર દ્વારા પરવાનગી આપવામાં આવે તે સિવાય જે દિવસે ચકાસણી કરવી હોય તેના બે દિવસ અગાઉ સવારે ૧૦:૩૦થી ૧:૩૦ દરમિયાન આપવાની રહેશે. સામાન્ય રીતે જે દિવસે સુનાવણી હોય અથવા સુનાવણીના આગલા દિવસે રેકોર્ડની ચકાસણીની પરવાનગી આપવામાં આવશે નહીં
(ત્રણ) રેકોર્ડની ચકાસણી સવારે ૧૦:૩૦થી ૧૨:૩૦ કે બપોરે ૨:૩૦ થી ૪:૩૦ દરમિયાન કરવા દેવામાં આવશે.
ટ્રિબ્યુનલનો આદેશ : કેસની સુનાવણી પૂર્ણ થાય તે પછી ટ્રિબ્યુનલે તેનો આદેશ તુરંત અથવા તેના પછી જેટલો શક્ય હોય તેટલો જલ્દી પરંતુ જે દિવસે સુનાવણી પૂરી થયેલ હોય તે દિવસથી વેકેશન કે રજાના દિવસે મોડું નહીં તેટલા સમયમાં જાહેર કરવાનો રહેશે. આવો આદેશ લેખીત હોવો જોઈશે અને જે સભ્યોએ સુનાવણી કરી હોય તેમની સહી અને તારીખ વાળો હોવો જોઈએ. સુનાવણીની જે છેલ્લી તારીખ હોય તે આદેશના પ્રથમ પાના પર લખવાની રહેશે. જે તારીખે આદેશ લખાવવામાં આવ્યો હોય તે આખરી આદેશની તારીખ રહેશે. પરંતુ જો આદેશને રિઝર્વ રાખવામાં આવ્યો હોય તો જે તારીખે તે જાહેર કરવામાં આવે એ આદેશની તારીખ ગણાશે. જો આદેશમાં કોઈ કારકુની કે આકસ્મિક ચૂક કે કાંઈ છૂટી ગયું હોય તો ટ્રિબ્યુનલ જાતે કે પક્ષકારની અરજીના આધારે આવી ભૂલ ગમે તે સમયે સુધારી શકશે.
ભરણાની શરત : અપીલ માટે ભરણાની શરત કલમ ૧૦૭(૬)ની જોગવાઈ મુજબ પ્રિ-ડિપોઝિટ અર્થે નીચે મુજબની રકમ જમા કરાવ્યા વગર ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરી શકાશે નહીં.
(એક) આદેશથી ઊભા કરવામાં આવેલ વેરા, વ્યાજ, ફી કે દંડ કે જેના માટે કોઈ તકરાર ન હોય અને અપીલ કર્તાએ સ્વીકારેલ હોય તે પૂરેપૂરી રકમ
(બે) બાકીના વેરાની જે રકમની તકરાર હોય જેના માટે પ્રથમ અપીલ માટે ૧૦%નું ભરણું કરેલ હોય તે. ઉપરાંત તકરાર વાળી બાકીની વેરાની રકમના ૧૦% તારીખ ૧.૧૧.૨૪ થી થયેલ સુધારા મુજબ મહત્તમ ૨૦ કરોડ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. ઉપર મુજબ ઠરાવવામાં આવેલ રકમ ભર્યા વગર જીએસટીમાં પ્રથમ આપી દાખલ થઈ શકે નહીં. કલમ ૧૦૭ ની સ્પષ્ટ જોગવાઈઓના કલમ ૧૦૭ની સ્પષ્ટ જોગવાઈઓ અનુસાર ઉપર મુજબની રકમનું ભરણું કરવામાં આવતા બાકી રકમની વસુલાત સામે મનાઈ હુકમ (stay) આપી દેવામાં આવી છે તેમ માની લેવામાં આવશે.
(ત્રણ) કલમ ૧૨૯ હેઠળના આદેશમાં થયેલ દંડની રકમના ૨૫ ટકા કોઈ વ્યક્તિને જીએસટી કાયદા હેઠળ પસાર થયેલ આદેશ મંજૂર ન હોય કે સંતોષ ન હોય તો તેવા આદેશ સામે તે વ્યક્તિ અપીલ કરી શકે છે. જીએસટી કાયદાની કલમ ૧૦૭ માં પ્રથમ અપીલ કરવા માટે કેટલીક શરતો મૂકવામાં આવેલ છે. આ પૈકીની એક શરત એવી છે બિન તકરારવાળી વેરા, વ્યાજ અને દંડની પૂરેપૂરી રકમ અને તકરારવાળી પહેલાની રકમના ૧૦% પ્રિ-ડિપોઝિટ તરીકે ભરવી ફરજીયાત છે. આવી ભરવા પાત્ર પ્રિ-ડીપોઝીટની રકમ રોકડેથી ભરવી પડે કે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરને ઉધારીને કરી શકાય તે માટે વિરોધાભાસી ચુકાદાઓ આવેલ હતા. માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૧૭.૧૦.૨૦૨૪ના રોજ યશો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા એસસીએ નંબર ૧૦૫૦૪ ઓફ ૨૦૨૩ના કેસમાં તારીખ ૧૭.૧૦.૨૦૨૪ના રોજ પોતાનો અગાઉનો ચુકાદો અનુસરીને ઠરાવેલ કે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરને ઉધારીને અપીલ માટેની પ્રિ-ડિપોઝિટની રકમ ભરી શકાય છે. સરકાર દ્વારા આ ચુકાદાને અપીલ કરીને માનનીય સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલ. માનનીય સુપ્રીમ કોર્ટ યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ યશો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એસએલપી સિવિલ ડાયરી નંબર ૧૭૫૪૭ ર્ક ૨૦૨૫ના કેસમાં તારીખ ૧૯.૫.૨૫ના આદેશથી ગુજરાત હાઇકોર્ટના ચુકાદામાં દખલગીરી ન કરવાનો નિર્ણય કરેલ છે. આમ માનનીય ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર રહેતા અપીલ માટે પ્રિ ડિપોઝિટની રકમ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર મારફત જમા કરી શકાય છે. જીએસટીની કાયદાકીય જોગવાઈઓ અને આ ચુકાદાઓની માહિતી સમજીએ.
ગુજરાત હાઇકોર્ટનો અગાઉનો ચુકાદો
કંપનીએ પીટીશનર તરીકે માનનીય ગુજરાત હાઇકોર્ટના શિવ ક્રેકર્સ વિરુદ્ધ કમિશનર ઓફ જીએસટી નંબર ૨૨૯૭૯/૨૦૨૨ના કેસમાં તારીખ ૩૦. ૧૧. ૨૦૨૩ના રોજ આપવામાં આવેલ ચુકાદા પર આધાર લેવામાં આવેલ હતો. આ કેસમાં પણ પ્રથમ અપીલ માટેની પ્રિ-ડિપોઝિટની રકમ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરથી જમા કરાવી શકાય કે કેમ તે પ્રશ્ન હતો. કોર્ટના મતે આ પ્રશ્નનો મુંબઈ હાઇકોર્ટના ઓએસિસ રિયાલિટી વર્સીસ યુનિયન ઓફ ઇન્ડિયાના રીટ પીટીશન ક્રમાંક-૨૩૫૦૭ ઓફ ૨૦૨૨ના કેસમાં તારીખ ૧૬.૯.૨૦૨૨ના ચુકાદાથી નિરાકરણ થયેલ છે. આ કેસમાં નામદાર મુંબઈ હાઇકોર્ટે ઠરાવેલ હતું કે પ્રથમ અપીલ માટેની પ્રિ-ડીપોઝીટની રકમ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝર દ્વારા ચૂકવી શકાય. કોર્ટના મતે કલમ ૪૯(૪)ની જોગવાઈ મુજબ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરમાં જમા રકમનો ઉપયોગ નિયમોથી ઠરાવવામાં આવેલ શરતો અને નિયંત્રણોને આધીન જીએસટી કાયદાઓ હેઠળ ભરવા પાત્ર વેરો ચૂકવવા માટે કરી શકાય છે.
નિયમ ૮૬(૨) અનુસાર કલમ ૪૯- The electronic credit ledger shall be debited to the extent of discharge of any liability in accordance with the provisions of section 49 or section 49A or section 49B મુજબની કોઈપણ જવાબદારી ચૂકવવા માટે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરનો ઉપયોગ કરી શકાય છે, કલમ ૨(૮૨) માં આઉટપુટ ટેક્સની આપવામાં આવેલ વ્યાખ્યા મુજબ કરપાત્ર માલ કે સેવા કે બંનેના સપ્લાય ઉપર લાગુ પડતા વેરાનો તેમાં સમાવેશ થાય સિવાય કે દિવસ ચાર્જ મિકેનીઝ હેઠળનો ભરવા પાત્ર વેરો. આથી આઉટપુટ ટેક્સ પેટે કોઈ પણ ચૂકવણું, પછી તે પત્રક પ્રમાણેની સ્વ-આકારણીના કારણે હોય કે પછી પસાર થયેલા આદેશના કારણે, ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરનો ઉપયોગ કરીને કરી શકાય છે. આથી પ્રથમ અપીલ માટે તકરારી વેરાની રકમના ૧૦%ની પ્રિ-ડિપોઝિટની રકમ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરને ડેબિટ કરીને ચૂકવી શકાય છે.
આમ પણ કોમન સેન્સની રીતે જોવા જઈએ તો કોઈ વેપારી Self-assessed tax bwsc balance ITC વાપરીને પોતાની જવાબદારી સેટ-ઓફ કરી શકે છે. ઉપરાંત અપીલમાં ગયા વગર જો પોતે જ માંગણાની રકમ ભરવા માંગે ત્યારે મચનચહબી ૈં્ભ વાપરીને પોતાની જવાબદારી અદા કરી શકે છે. તો પછી અપીલ તબક્કે કેમ નહી.