- GSTનું A to Z - હર્ષ કિશોર
- NCLT ને લગતા કેસોમાં પૂરતી રકમનો દાવો નોંધાવવામાં અને જો ઓડિટ કરવાનું બાકી હોય તો સમય મર્યાદાની રાહ જોયા વગર શક્ય તેટલું વહેલું ઓડિટ કરીને માંગણાની રકમ જેટલો દાવો નોંધાવી દેવો હિતાવહ જણાય છે.
કોઈ એક કંપનીના કિસ્સામાં સીઆઈઆરપીની પ્રક્રિયા (CIRP=Corporate Insolvency Resolution Process) હાથ ધરવામાં આવે અને ત્યારબાદ NCLT દ્વારા રિઝોલ્યુશન પ્લાન મંજૂર કરવામાં આવે ત્યાં સુધીના લેણાનો સમાવેશ તેમાં થાય. બાદમાં જો કોઈ માંગણું ઉપસ્થિત થાય તો તેનો સમાવેશ સીઆરપી પ્રોસેસમાં થયો ન ગણી શકાય, તેવો ખૂબ જ મહત્વનો એક ચુકાદો તાજેતરમાં Srei Equipment Finance Limited vs Office of The Principal Commissioner & Others R/Special Civil Application No ૧૦૦૧૬ of ૨૦૨૫, Gujarat High Court, order date : Sep ૧૧, ૨૦૨૫માં આવેલ છે.
અગાઉ શું હતું? The Insolvency and Bankruptcy Code, ૨૦૧૬ (IBC) અમલમાં આવ્યો તે પહેલાSick Industrial Companies (Special provisions) Act, ૧૯૮૫ અને Sick Industrial Companies (Special provisions) Amendment Act, ૧૯૯૩ તથાThe Recovery of Debts due to Banks and Financial Institutes Act, ૧૯૯૩ તેમજ Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, ૨૦૦૨ (SARFAESI)નો અમલ થતો હતો. વર્ષ ૨૦૧૬ થી IBCનો તબક્કાવાર અમલ શરુ થવાથી આપણા માટે કેટલીક નવી બાબતો જાણવાની થઇ.
IBC કાયદાની સ્કીમઃ આપણે જાણીએ છે કે IBC-૨૦૧૬ આવ્યો એ પહેલાં insolvency માટે અલગ અલગ કાયદા અમલમાં હતા. આ કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ કોર્પોરેટ કંપનીની Insolvency અને Bankruptcy અંગે સમય-બદ્ધ કાર્યવાહી કરીને જો શક્ય હોય તો કંપનીને રિવાઈવ કરવાનો અન્યથા લીક્વીડેટ કરવાનો છે એટલે ઘણી બધી કલમોમાં કડક સમય-મર્યાદાઓ રાખેલ છે. CoC= Committee of Creditors (આમાં ઓપરેશનલ ક્રેડીટર અથવા કંપનીનો સમાવેશ કરાતો નથી)
કલમ ૫(૧) Adjudicating Authority (નિર્ણય લેવાની સત્તા), for the purposes of this Part, means National Company Law Tribunal constituted under section ૪૦૮ of the Companies Act, ૨૦૧૩. (અગાઉ એડજુડીકેટિંગ ઓથોરીટી તરીકે BIFR કાર્યરત હતી).
NCLAT: NCLTના આદેશો ઉપરાંત IBC, ૨૦૧૬ની કલમ ૨૦૨ અને ૨૧૧ મુજબ Insolvency and Bankruptcy Board of Indiaના આદેશો સામેની અપીલો પણ NCLAT સમક્ષ ચલાવવામાં આવે છે. તે સિવાય કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA)ના આદેશોની સામેની અપીલો પણ તારીખ ૧ જુન ૨૦૧૬થી સ્થપાયેલ એવી NCLATમાં ચલાવવામાં આવે છે.
કલમ ૫(૨૦) operational creditor means a person to whom an operational debt is owed and includes any person to whom such debt has been legally assigned or transferred (માલ સમાન કે સેવા પૂરી પાડનાર અને GST કે Income Taxટ જેવી સરકારી ટેક્સ ઓથોરીટીઝ આમાં આવે છે).
કલમ ૫(૨૬) resolution plan means a plan proposed by resolution applicant for insolvency resolution of the corporate debtor as a going concern in accordance with Part II (કંપનીને પુનઃ બેઠી કરવા માટેનો પ્લાન અથવા અન્ય કોઈ કંપની માંદા એકમને ખરીદે કે તેનું મર્જર થાય તે માટેનો પ્લાન)
Explanation.--For the removal of doubts, it is hereby clarified that a resolution plan may include provisions for the restructuring of the corporate debtor, including by way of merger (વિલીનીકરણ), amalgamation (એકીકરણ) and demerger (વિભાજન).
આપણે જાણીએ છીએ કે હવે આઈબીસી-૨૦૧૬ના કાયદા હેઠળ સરકારી લહેણાને ઓપરેશનલ ક્રેડિટરની કેટેગરીમાં મૂકવામાં આવેલ છે. જ્યારે કોઈ કંપનીની સેલ્સ ટેક્સ/ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ / વેટ કે જીએસટીની કોઈ બાકી વસુલાત માટે આ નવા અને અલાયદા કાયદા તળે કાર્યવાહી કરવાની હોય તો તેનો કયો ક્રમ અને તેના કયા ફોર્મ હોઈ શકે તે આજે આપણે ટૂંકમાં જાણીએ અને સમજીએ.
કલમ ૩(૬) “claim” means - (a) a right to payment, whether or not such right is reduced to judgment, fixed, disputed, undisputed, legal, equitable, secured, or unsecured; (b) right to remedy for breach of contract under any law for the time being in force, if such breach gives rise to a right to payment, whether or not such right is reduced to judgment, fixed, matured, un-matured, disputed, undisputed, secured or unsecured;
કોર્ટ કેસની વિગતો : આ કેસમાં પીટીશનર દ્વારા સહાયક કમિશનરના તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના આદેશને પડકાર આપવામાં આવ્યો હતો. પીટીશનર કંપની એક નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની હતી જે ઇક્વિપમેન્ટ ફાઇનાન્સિંગ લોજિસ્ટિક સોલ્યુશન પુરા પાડતી હતી. આ કંપનીને NCLT કલકત્તા બેંચ દ્વારા તારીખ ૮.૧૦.૨૦૨૧ના રોજ સીઆઇઆરપીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. ત્યારબાદ National Asset Reconstruction Company Limited દ્વારા રિઝોલ્યુશન પ્લાન રજૂ કરવાથી NCLT કલકત્તા દ્વારા તારીખ ૧૧ ૮ ૨૦૨૩ના રોજ IBCની કલમ ૩૧ હેઠળ રિઝોલ્યુશન પ્લાન મંજુર કરવામાં આવેલ હતો.
નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા ઘનશ્યામ મિશ્રા એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટ ધરાવેલ છે કે સીઆઇઆરપીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પહેલાંના સરકાર સહિત ક્લેમ હોય અને તે કરવામાં ન આવેલ હોય ત્યારે એક વખત રિઝોલ્યુશન પ્લાન મંજૂર થઈ જાય ત્યાં સુધીના પ્રેમ ફ્રિઝ થઈ જાય છે અને તે કંપની અને તેના કર્મચારીઓ માનવા માટે બંધાયેલા છે.કંપની દ્વારા નામદાર રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદા EMC v. State of Rajasthanનો પણ આધાર લેવામાં આવેલ હતો જેમાં એવું ઠરાવેલ છે, ‘Law is well-settled that with the finalization of insolvency resolution plan and the approval thereof by the NCLT, all dues of creditors, Corporate, Statutory and others stand extinguished and no demand can be raised for the period prior to the specified date.' આમ, જ્યારે NCLT દ્વારા કોઈ રિઝોલ્યુશન પ્લાન મંજુર કરવામાં આવે તો તેવા રિઝોલ્યુશન પ્લાનમાં સમાવિષ્ટ ન હોય તે ક્લેમ મળી શકે નહીં.
નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ પોતાના ચુકાદામાં જણાવવામાં આવેલ છે કે કોઈપણ લેણી રકમ ભલે પછી સરકારની હોય તો એક વખત રિઝોલ્યુશન પ્લાન મંજૂર થઈ જાય પછીના સમયમાં આગળના સમયગાળા માટે ક્લેમ કરી શકાય નહીં. સંદર્ભિત પેરા આ પ્રમાણે છે : ૧૦૨.૧. That once a resolution plan is duly approved by the adjudicating authority under sub-section (1) of Section 31, the claims as provided in the resolution plan shall stand frozen and will be binding on the corporate debtor and its employees, members, creditors, including the Central Government, any State Government or any local authority, guarantors and other stakeholders. On the date of approval of resolution plan by the adjudicating authority, all such claims, which are not a part of resolution plan, shall stand extinguished and no person will be entitled to initiate or continue any proceedings in respect to a claim, which is not part of the resolution plan.
ઘનશ્યામ મિશ્રા એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાને બાકી રહેતી લેણાની રકમ એ પૂર્ણ થઈ ગણાય તેથી સહાયક કમિશનર દ્વારા અમારી કંપનીને નોટિસ ના આપવી જોઈએ. નામદાર ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે NCLT દ્વારા રિઝોલ્યુશન પ્લાન મંજૂર થયા બાદ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પસાર કરવામાં આવેલ આદેશ ટકી શકતો નથી. આથી કંપની સામે હવે કોઈ વધારાની ડિમાન્ડ કાઢી શકાય નહીં. આમ, NCLT ને લગતા કેસોમાં પૂરતી રકમનો દાવો નોંધાવવામાં અને જો ઓડિટ કરવાનું બાકી હોય તો સમય મર્યાદાની રાહ જોયા વગર શક્ય તેટલું વહેલું ઓડિટ કરીને માંગણાની રકમ જેટલો દાવો નોંધાવી દેવો હિતાવહ જણાય છે.


