- GSTનું A to Z - હર્ષ કિશોર
- GST કાયદાની કલમ ૩ મુજબ કાયદાના અમલ માટે અધિકારીઓની નિમણુંક કરવામાં આવે છે અને કલમ ૫ મુજબ તેમને કમિશનર/બોર્ડ દ્વારા કામગીરી ફાળવવામાં આવે છે
આપણે જાણીએ છીએ કે GST કાયદાની કલમ ૩ મુજબ કાયદાના અમલ માટે અધિકારીઓની નિમણુંક કરવામાં આવે છે અને કલમ ૫ મુજબ તેમને કમિશનર/બોર્ડ દ્વારા કામગીરી ફાળવવામાં આવે છે. બાદમાં ડેલીગેશન ઓફ પાવર્સના આદેશ કરીને GSTની વિવિધ કલમો મુજબ સત્તા સોંપણી કરવામાં આવે છે. GSTના અધિકારીઓની કામગીરી અર્ધ-ન્યાયિક પ્રકારની ગણાય છે. આ સંદર્ભે તાજેતરમાં આવેલ અગત્યના ચુકાદાની વિગતોઃ Ankit Choudhary, Sole Proprietor Of The Proprietorship Concern M/s Ankit Enterprises vs. Union of India & Others (Gauhati High Court) - WP(C)/૮૭૫/૨૦૨૬ આદેશ તારીખ : Feb ૧૭, ૨૦૨૬ની માહિતી મેળવીએ.
આ કેસમાં પીટીશનર દ્વારા અધિકારીએ ઈશ્યુ કરેલ તારીખ ૧૦.૦૯.૨૦૨૫ની નોંધણી દાખલો રદ કરવા માટેની કારણ દર્શક સૂચનાને, તારીખ ૨૫.૦૮.૨૦૨૫નો નોંધણી દાખલો રદ કરતો આદેશ અને તારીખ ૩૧.૧૦.૨૦૨૫નો રીવોકેશનની અરજીને નકારતા આદેશને પડકારેલ હતો. કારણ દર્શક સૂચનામાં જણાવવામાં આવેલ કે વેપારીએ GSTની કલમ ૧૬ની જોગવાઈઓનો ભંગ કરીને ITC ભોગવેલ છે તેથી તેમનો નોંધણી દાખલો રદ કેમ ન કરવો? કારણ દર્શક સૂચનાના અનુસંધાને પીટીશનર દ્વારા તારીખ ૧૯.૦૮.૨૦૨૫ના રોજ વિગતવાર જવાબ કરવામાં આવેલ જેમાં જણાવેલ કે અમારી પેઢી ઉપરના આરોપોના સંદર્ભે કારણદર્શક સૂચનામાં ટેક્સ પીરીયડ, બીલની વિગતો, સપ્લાયરની વિગતો અને ITCની રકમ દર્શાવવામાં આવેલ નથી.
તારીખ ૧૧.૦૮.૨૦૨૫ના એક પત્ર વ્યવહારમાં DGGIના Joint Director દ્વારા વેપારી સામે થઇ રહેલ તપાસ દરમ્યાન Principal Commissioner of CGST, Guwahatiને પીટીશનરનો નોંધણી દાખલો રદ કરવા જણાવેલ. આ વિનંતીના આધારે તારીખ ૨૫.૦૮.૨૦૨૫નો નોંધણી દાખલો રદ કરતો આદેશ ઈશ્યુ થયેલ હતો. તારીખ ૧૦.૦૯.૨૦૨૫ના રોજ પીટીશનર દ્વારા તપાસ ચાલુ રાખીને revocation of the cancellation of his registration કરવા વિનંતી કરેલ. જેના સંદર્ભે તારીખ ૨૬.૦૯.૨૦૨૫ના રોજ અધિકારી દ્વારા કારણ દર્શક સૂચના જેવો પત્ર લખવામાં આવેલ જેની ભાષા પરથી એવું લાગે કે પીટીશનરની અરજીની ચકાસણી થયેલ છે અને તેમની અરજી અગ્રાહ્ય રાખવાપાત્ર થાય છે.
કારણ દર્શક સૂચનાના શબ્દો આ મુજબ હતાં : Reason for revocation of cancellation-Others (Please specify)-As per DGGI interim investigation report, the applicant has availed ITC of ૮.૨૬ Cr. Without the same being reflected in GSTR-2B. No evidence submitted, condition of 16(2) has been followed. Application for Revocation of Cancellation under Rule 21(e) is liable to be rejected.”
તેમ છતાં પીટીશનર દ્વારા તારીખ ૦૩.૧૦.૨૦૨૫ના રોજ જવાબ કરેલ જે તારીખ ૩૧.૧૦.૨૦૨૫ના આદેશથી નીચે મુજબની રીમાર્કસ સાથે રીજેક્ટ કરવામાં આવેલ :
“Reason for revocation of cancellation -Others (Please specify)- As per DGGI interim investigation report, the applicant has availed ITC of 8.26 Cr. Without the same being reflected in GSTR-2B. No evidence submitted, condition of 16(2) has been followed. Application for revocation for cancellation under Rule 21(e) is liable to be rejected.”
પીટીશનર તરફથી Hon'ble Apex Court in Orient Paper Mills Ltd. vs. Union of India reported in (૧૯૬૮) SCC Online SC ૫૯ ના ચુકાદાનો આધાર લેવામાં આવેલ અને દલીલ કરવામાં આવેલ કે “the power exercised by the authorities are quasi-judicial power and such power cannot be controlled by direction issued by any other authorities inasmuch as in the present case the entire process has been initiated based on request of investigating officer. Accordingly, he submits that no authority, however high, can control the decision of the proper quasi-judicial authority”.
સરકાર પક્ષે રજૂઆત થઇ કે આ કેસમાં કોઈ procedural lapse થયેલ નથી અને તેથી રીટ maintanable નથી. પરંતુ નામદાર કોર્ટે નોંધ્યું કે પીટીશનરને નીચે મુજબની કુલ ૩ સુચના મળેલ જે એક બીજા સાથે જોડાયેલ છે ઃ
show-cause notice dated ૧૦.૦૯.૨૦૨૫;
the order dated ૨૫.૦૮.૨૦૨૫, cancelling the petitioner's GST registration; and
the order dated ૩૧.૧૦.૨૦૨૫, rejecting the application for revocation.
નામદાર કોર્ટે વધુમાં નોંધ્યું કે જ્યારે આ ત્રણ રેકર્ડ ક્રમાનુસાર ચકાસવામાં આવે છે ત્યારે જણાય છે કે નોંધણી દાખલો રદ કરનાર અધિકારીએ સ્વતંત્ર નિર્ણય લેવાને બદલે માત્ર તપાસ કરનાર ટીમના કહેવા પ્રમાણે યંત્રવત નિર્ણય લીધેલ છે. અહી તારીખ ૧૧.૦૮.૨૦૨૫ નો પત્ર અગત્યનો છે જેમાં DGGI ના Joint Director દ્વારા વેપારી સામે થઇ રહેલ તપાસ દરમ્યાન Principal Commissioner of CGST, Guwahati ને પીટીશનરનો નોંધણી દાખલો રદ કરવા જણાવેલ. એ બાબત નિર્વિવાદિત છે કે નોંધણી દાખલો રદ કરવાની વિનંતી એવા તબક્કે કરવામાં આવેલ જ્યારે હજી તપાસ ચાલુમાં હતી. કાયદાની દ્રષ્ટીએ એક quasi-judicial authority, જ્યારે પોતાને GSTની કલમ ૨૯read with Rule ૨૧(e) હેઠળ મળેલ સત્તાઓ વાપરતી હોય ત્યારે તપાસ કરનાર ટીમના કહેવા પ્રમાણે નિર્ણય ન લઇ શકે.
નોંધણી દાખલો રદ કરવાની સત્તાના ગંભીર દીવાની પરિણામો થતા હોય છે. નોંધણી દાખલો વ્યક્તિ માટે વેપાર કરવાનો ગેટ-વે સમાન છે, જે તેનો નોંધણી દાખલો રદ થવાથી છીનવાઈ જાય છે. આવી સત્તાઓનો ઉપયોગ ન્યાયિક બાબતો અને હકીકતોને objective satisfaction (subjective satisfaction - વ્યક્તિગત સંતોષ નહી) અનુસાર ધ્યાને રાખીને કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરીને કરવાનો થાય.
તારીખ ૧૦.૦૯.૨૦૨૫ની SCN જણાવે છે કે, in its entirety, that the petitioner has “availed input tax credit in violation of Section 16 of the Act, ૨૦૧૭ and the Rules made thereunder.”
અહી કોઈ ટેક્સ પીરીયડ જણાવવામાં આવેલ નથી. કોઈ બીલની વિગતો દર્શાવેલ નથી. કોઈ સપ્લાયર અંગે કહેવામાં આવેલ નથી. ITC/વેરાની કોઈ ગણતરી આપેલ નથી. આવી અગત્યની નોટીસ ધારાકીય ભાષાનો વિધિપૂર્વકનો પાઠ માત્ર ન બનવો જોઈએ.
GSTની કલમ ૧૬- ITC મળે કે કેમ તે અંગેની શરતો જણાવે છે જ્યારે નિયમ ૨૧(ી) નોંધણી દાખલો રદ કરવાને લાગતો છે પરંતુ તે એવા સંજોગોમાં કે તે દાખલો ખોટા દસ્તાવેજોના આધારે મેળવેલ હોય અથવા ખોટી રીતે ITC લીધી હોય. પીટીશનરે પોતાના તારીખ ૧૯.૦૮.૨૦૨૫ના પત્રમાં vague SCNનો વિરોધ દર્શાવેલ છે. સાંભળવાની તક આપવી એ ફોર્માલીટી ન હોઈ શકે પરંતુ તે અર્થપૂર્ણ હોવી જોઈએ. કોઈપણ વિગતો વગરની SCN કાયદામાં ટકી શકે નહી. ઉપરાંત તે પૂર્વ-નિર્ધારિત પ્રકારની જણાય છે. અધિકારીએ સ્વતંત્રપણે કેસનો અભ્યાસ કરેલ જણાતો નથી. એક quasi-judicialન આદેશ એપ્લીકેશન ઓફ માઇન્ડ દર્શાવતો હોવો જોઈએ. તપાસ દરમ્યાન જબરદસ્તી કરવાના ભાગરૂપે નોંધણી દાખલો રદ ન કરી શકાય.
કોર્ટે નોંધ્યું કે “The law, in this regard, is well settled. In Orient Paper Mills (supra), the Hon'ble Apex Court held that when a statute vests quasi-judicial power in an authority, that authority must exercise the power independently, and cannot act under the dictation of a superior administrative authority. Such a principle is not an administrative courtesy; it is a constitutional imperative flowing from the rule of law. The discretion conferred by the statute cannot be surrendered to another.”
કોર્ટનો ચુકાદો : નામદાર કોર્ટે show-cause notice dated ૧૦.૦૯.૨૦૨૫; the order dated ૨૫.૦૮.૨૦૨૫, cancelling the petitioner's GST registration; and the order dated ૩૧.૧૦.૨૦૨૫, rejecting the application for revocation સેટ અસાઈડ કરેલ અને જણાવેલ કે પીટીશનરનો નોંધણી દાખલો તાત્કાલિક અસરથી પુનઃજીવિત કરવો.


