Get The App

GST કર-પ્રણાલી હેઠળના તાજેતરના અગત્યના ત્રણ કોર્ટ કેસોની મહત્વની બાબતો પર નજર

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
GST કર-પ્રણાલી હેઠળના તાજેતરના અગત્યના ત્રણ કોર્ટ કેસોની મહત્વની બાબતો  પર નજર 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- લોકો પ્રથમ અપીલ કરવાની સમય મર્યાદા ચુકી ગયા બાદ કોર્ટની રીટ પીટીશનની જોગવાઈનો ખોટો અને પોતાના સ્વાર્થ અને સગવડ માટે ઉપયોગ કરવા માંગે છે

આપણે જાણીએ છીએ કે GST હેઠળ કોઈપણ વ્યક્તિ અધિકારીના આદેશથી નારાજ થયેલ હોય તો તેઓ કલમ ૧૦૭ ની જોગવાઈઓ મુજબ આદેશ થયા બાદ ૯૦+૩૦ દિવસની મર્યાદામાં પ્રથમ અપીલ કરી શકે છે. તાજેતરમાં નામદાર અલ્હાબાદ હાઇકોર્ટે ઠરાવેલ છે કે પ્રથમ અપીલ ફાઇલ કરવાની સમય મર્યાદા વીતી ગયા બાદ પિટિશન ફાઈલ કરવાનું યોગ્ય નથી અને આવી પ્રથાને પ્રોત્સાહિત ન કરી શકાય સિવાય કે અસામાન્ય સંજોગો હોય જેમ કે, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો પ્રશ્ન હોય અથવા તો કોઈ એવી ગેરકાયદેસર બાબત મુજબ આદેશ થયો હોય. કેસનું નામ અને નંબર- Writ Tax No. - 3608 of 2025 Petitioner :- Atlantis Intelligence Ltd. Respondent -Union of India And 2 Others

વિગતો : આ કેસમાં અધિકારી દ્વારા ૨૩ ફેબુ્રઆરી ૨૦૨૨ ના રોજ વેપારીને કારણદર્શક સૂચના બજાવવામાં આવેલ હતી. વેપારી દ્વારા તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ ના આદેશ સામે તા: ૩ જુલાઈ, ૨૦૨૫ ના રોજ (એટલે કે ૪ મહિનાનો પ્રથમ અપીલ ફાઈલ કરવાનો સમય વીત્યા બાદ) કોર્ટમાં પિટીશન કરવામાં આવેલ. 

નામદાર અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા જીએસટીની કલમ ૧૦૭ માં અપીલ ફાઈલ કરવાની ઠરાવેલ સમય મર્યાદા બાદ કરવામાં આવેલ રીટ પિટીશન ડિસમિસ કરવામાં આવેલ છે અને કોર્ટે જણાવેલ છે કે રજીસ્ટર્ડ email મારફતે કલમ ૧૫૯ અનુસાર બજાવવામાં આવેલ આદેશ વાજબી છે અને તે દિવસથી સમય મર્યાદા શરૂ થઈ ગઈ ગણાય. જીએસટીનો વિશેષ કાયદો છે અને તેમાં લિમિટેશનની જોગવાઈઓ અલગથી કરવામાં આવેલ છે તેથી તેને જનરલ કોન્ડોન કરવાની જોગવાઈઓની જરૂર નથી. 

જોકે પિટીશનર હજી પણ એપેલેટ ફોરમનો ઉપયોગ કરી શકશે તેવું હાઇકોર્ટે જણાવેલ છે.

Limitation Act, ૧૯૬૩ ની કલમ ૫ નું મહત્વ : Extension of prescribed period in certain cases: Any appeal or any application, other than an application under any of the provisions of order XXI of the Code of Civil Procedure, 1908 (Execution of Decrees and Orders Payment under Decree) may be admitted after the prescribed period, if the appellant or the applicant satisfies the court that he had sufficient cause for not preferring the appeal or making the application within such period. 

નામદાર અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટના Singh Enterprises v. Commissioner of Central Excise, reported in (2008) 3 SCC 70 ylu Commissioner of Customs and Central Excise v. Hongo India Private Limited and Another, reported in (2009) 5 SCC 791 ;ubs Assistant Commissioner (CT) LTU, Kakinada and Others v. Glaxo Smith Kline Consumer Health Care Ltd., reported in (2020) 19 SCC 681ના ચુકાદાની ઉપરાંત અન્ય ચુકાદાની પણ ચર્ચા કરવામાં આવેલ હતી. આ ચુકાદો એવા વેપારીઓ અને સલાહકારો માટે લાલ બત્તી સમાન છે જે લોકો પ્રથમ અપીલ કરવાની સમય મર્યાદા ચુકી ગયા બાદ કોર્ટની રીટ પીટીશનની જોગવાઈનો ખોટો અને પોતાના સ્વાર્થ અને સગવડ માટે ઉપયોગ કરવા માંગે છે. જો કે દેશની તમામ હાઇકોર્ટોને કોઈપણ રીટ દાખલ કરવી કે નહી તે માટેની કેટલીક વિવેકાધીન સત્તાઓ મળેલ છે. આપણે અહી ટૂંકમાં સમજીએ.

બંધારણમાં અનુચ્છેદ ૩૨ હેઠળ કુલ પાંચ પ્રકારની જુદી જુદી રીટનો ઉલ્લેખ છે : Mandamus (આદેશ-પરમ આદેશ), Certiorari (પ્રમાણપત્ર), Habeas Corpus (બંદી પ્રત્યક્ષીકરણ), writ of Prohibition (પ્રતિબંધ) અને writ of Quo-Warranto (અધિકાર પૃચ્છા). VAT/GST ટેક્સેશનના કેસોમાં Mandamus અને Certiorari ની રીટ લાગુ પડે છે.

બંધારણના અનુચ્છેદ ૨૨૬ હેઠળ હાઇકોર્ટે ક્યારે રીટ નકારી શકે ? આ બાબતે સુપ્રીમ કોર્ટે Devendra Dwivedi vs UOI, 2022 ના કેસમાં કરેલ અવલોકન આ પ્રમાણે છે :  “Whether recourse to the jurisdiction under article 32 should be entertained in a particular case is a matter for the calibrated exercise of judicial discretion. Revenue legislation also provides for its own internal discipline. Short circuiting this should not become a ruse for flooding this court with petitions which can, should and must be addressed before the competent fora.”

કેસ ૨. વેપારી સાથે થયેલ ટેલીફોનીક વાતચીતને કલમ ૭૫(૪) મુજબ પર્સનલ હિયરીંગ ન ગણી શકાય. ગુજરાત હાઇકોર્ટ- KCC Buildcon Private Limited vs The State Of Gujarat & Others- R/Special Civil Application No. 17248 of 2024. આદેશ તા : છે ૧, ૨૦૨૫. પિટિશનર કંપની પ્રાઈવેટ લીમીટેડ કંપની છે જેનો મુખ્ય ધંધો બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતો છે. આ પેઢીની કેટલીક શંકાસ્પદ ખરીદીઓના અનુસંધાને ITC અમાન્ય કરવાની થતી હતી. વેપારી પેઢીએ સ્વેચ્છાએ કેટલીક રકમ ભરી પણ દીધેલ હતી.  

આ કેસમાં SGST ના અધિકારીએ વેપારીને તા ૨૯.૦૫.૨૦૨૪ ના રોજ કલમ ૭૪ હેઠળ Form GST DRC-01 માં SCN પાઠવેલ હતી. ત્યારબાદ ૧૦.૦૮.૨૦૨૪ ના રોજ Form GST DRC-07 ઈશ્યુ કરેલ. મુખ્ય મુદ્દો એ કે આદેશ કરનાર અધિકારીએ તા. ૧૦.૦૮.૨૦૨૪ ના રોજ વેપારીના પ્રતિનિધિ સાથે મોબાઈલ ફોન ઉપર ચર્ચા કરેલ અને તેના આધારે આદેશ પસાર કરેલ. 

કોર્ટમાં વેપારીની એવી રજૂઆત હતી કે અમારી વિરુદ્ધમાં નિર્ણય લેતા પહેલા કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ સંભાળવાની તક આપવામાં આવેલ નથી. નામદાર કોર્ટે વેપારીની દલીલ માન્ય રાખીને કેસ આદેશ કરનાર અધિકારીને રિમાન્ડ કરેલ છે. 

આ કેસની દલીલોમાં Hon'ble Delhi High Court in case of M/s. Jupiter Exports v. Commissioner of GST rendered in Writ Petition (C) 6673 of 2021 dated 24.07.2023 અને Hon'ble Bombay High Court in the case of BA Continuum India Pvt. Ltd. v. Union of India and Others rendered in W.P (L) No. 3264/2020 decided on 08.03.2021 ની પણ ચર્ચા થયેલ.

કેસ ૩. અધિકારીએ કરેલ cryptic order (અસ્પષ્ટ-અધૂરો-ગુઢ) અપીલ અધિકારી સુધારી ન શકે  એવું ગોવા ખાતેની નામદાર મુંબઈ હાઇકોર્ટેની બેંચ દ્વારા Writ Petition No.584 Of 2023 M/s. Twenty First Century Iron and Steels Limited, Goa Deputy Commissioner of State Tax (Appeals), and others ના કેસમાં ઠરાવેલ છે.

વિગતો : આ કેસમાં અધિકારી દ્વારા વેપારીશ્રીને તા. ૧૮.૧૦.૨૦૨૨ ના રોજ કારણ દર્શક સુચના પાઠવવામાં આવેલ અને જણાવેલ કે કલમ ૨૯ અને નિયમ ૨૧ સાથે વાંચતા આપનો નોંધણી દાખલો રદ કેમ ન કરવો? વેપારીએ નામદાર કોર્ટમાં મુખ્ય મુદ્દો એ ઉપસ્થિત કરેલ કે નોટીસમાં નોંધણી દાખલો રદ કરવા માટેના કોઈ કારણો કે વેપારી પક્ષે થયેલ ક્ષતિ જણાવવામાં આવેલ નથી. તેમ છતાં વેપારી દ્વારા જવાબ આપવામાં આવેલ. પરંતુ ત્યાર બાદ પણ અધિકારી દ્વારા તા. ૧૮.૧૦.૨૦૨૨ ના રોજ આદેશ કરીને અમારો  નોંધણી દાખલો તા ૧.૭.૨૦૧૭ ની અસરથી રદ કરવામાં આવેલ છે.

નામદાર કોર્ટે નોંધ્યું કે અધિકારીએ કારણ દર્શક સુચના અને  આદેશમાં વેપારી પક્ષે થયેલ ક્ષતિ કોઈ કે કારણો જણાવેલ નથી. ઉપરાંત નોંધણી દાખલો રદ કરવાના નિર્ણયના કારણો પિટિશનરને જણાવેલ નથી તેથી આ કાર્યવાહી અને આદેશ reasoned order જણાતો નથી. 

GST કાયદા હેઠળ કરવામાં આવેલ આદેશોમાં reflection of reason પાયા સમાન છે. તેથી નોંધણી દાખલો રદ કરતો આદેશ સેટ અસાઈડ કરવામાં આવે છે અને અધિકારીએ કાયદાની જોવાઈઓ અને એપ્લીકેશન ઓફ માઈન્ડ મુજબ પુનઃ કાર્યવાહી કરવી.

નામદાર કોર્ટે આગળ જણાવ્યું કે અધિકારીએ કરેલ આદેશને પ્રથમ અપીલ અધિકારીએ માન્ય રાખેલ છે અને નોંધણી દાખલો રદ માટેના કેટલાક કારણો જણાવેલ છે જે યોગ્ય નથી જયારે મૂળ આદેશ જ cryptic છે ત્યારે અપીલ અધિકારી તે ન સુધારી શકે.