Get The App

કરવેરા ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો જતો ઉપયોગ કેટલે અંશે ચિંતાજનક સાબિત થઈ શકે તેમ છે ?

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
કરવેરા ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો જતો ઉપયોગ કેટલે અંશે ચિંતાજનક સાબિત થઈ શકે તેમ છે ? 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ની જેમ હવે વેબ ઓફ થિંગ્સ (WoT) પણ ધીરે ધીરે પ્રચલિત થતું જાય છે

આજની તારીખે ટેકનોલોજીએ એટલી બધી હરણફાળ ભરેલ છે કે આપણી લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે કે તેમાં ઓછામાં ઓછા શ્રમ મારફતે આપણે વધુને વધુ સરળ શકીએ જીવન જીવી શકીએ. આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા કોઈએ એવી કલ્પના કરી હોય કે એક વકીલ પોતાની ગાડીમાં બેઠા બેઠા 'ઈન્ટરનેટ ઓફ થિંગ્સ'ની મદદથી પોતાની ઓફિસનું કોમ્પ્યુટર અને એર કન્ડિશનર ચાલુ કરી શકશે અથવા આવકવેરા કે જીએસટીના ચુકાદાનું અર્થઘટન અથવા સમરી કે પછી નોટિસના જવાબો માટે ચેટ જીપીટી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેતો હશે!! સામે કરવેરા અધિકારી પણ નોટિસ પાઠવતી વખતે અને આકારણી અથવા એડજુડીકેશન કરતી વખતે કોઈ સિનિયરની સલાહ લેવાને બદલે કૃત્રિમ બુદ્ધિ ચાતુર્યથી ડ્રાફ્ટિંગ કરશે!!!

અત્યાર સુધી આપણે એવું વિચારતા હતા એક કૃત્રિમ બુદ્ધિ ચાલતું રહે એટલે માત્ર રોબોટિક્સ જે માણસ વતી રીપીટેડ અને જોખમી જગ્યાએ બારીક કામો કરે. હવેના વર્ષોમાં સ્માર્ટફોન. ક્લાઉડ કમ્પ્યુટિંગ, પ્રોસેસિંગ પાવરમાં પ્રગતિ અને સુધારેલા સોફ્ટવેર એલ્ગોરિધમ્સે કરવેરાના ફિલ્ડમાં મજબૂત રીતે ડેટા એકત્ર કરવા, સ્ટોર કરવા, પ્રક્રિયા કરવા અને શેર કરવા માટે એક માળખું બનવા પામ્યું છે. 

સમગ્ર દુનિયામાં નેધરલેન્ડ દ્વારા વર્ષ ૨૦૧૬થી પુરા દેશને ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી આવરી લેવામાં આવેલ છે. જો ભારતની વાત કરીએ તો તેમાં આંધ્રપ્રદેશ સરકારે સૌપ્રથમ ઇન્ટરનેટ ઓફ થિંગ્સની નીતિઓને મંજૂરી આપેલ છે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)ની જેમ હવે વેબ ઓફ થિંગ્સ (WoT) પણ ધીરે ધીરે પ્રચલિત થતું જાય છે.

માનવી શીખી શકે છે અને હવે તેણે કોમ્પ્યુટરને પણ એવા ગુણ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તે સતત શીખતું રહે અને આપણને સેવા આપતું રહે. હવેના કોમ્પ્યુટર સૂચનાઓ વડે શીખવેલ વારે ઘડીએ કરવાને બદલે આપમેળે કંઈક નવું ઉપયોગી કરે કેટલા હોશિયાર થવા માંડયા છે. અત્યાર સુધી કોમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને અનેક કામોમાં આપણને ઉપયોગી થતા રહ્યા છે અને હવે છેલ્લે ન્યાયતંત્રમાં અને પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાના ક્ષેત્રે પણ તેની ધમાકેદાર એન્ટ્રી થયેલ છે. તે એટલી હદે કે નામદાર કોર્ટોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે આપણને ચેતવવા પડયા છે અથવા પ્રતિબંધ મૂકવા પડયા છે. આપણે કેટલીક અગત્યની વિગતો જોઈએ.

આપણે જાણીએ છીએ કે આજકાલ વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા દિન પ્રતિ દિન વધી રહેલ છે તેવા વાતાવરણમાં કેટલાક લોકો પાછા જીએસટી અને ઇન્કમટેક્સની કામગીરી માં પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે.

કોર્ટ ઃ  આપણે એ પણ જાણીએ છીએ કે હાલ જીએસટી વિભાગમાં મોટા પાયે કારણદર્શક નોટિસો અને એડજુડીકેશન ઓર્ડરો કરવામાં આવી રહેલ છે. તેમાં સમય મર્યાદાને કારણે અને કેટલીક આંટીઘૂંટીને કારણે અમુક અધિકારીઓ ચેટ જીપીટીનો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પોતાની કામગીરી બજાવે છે. આમ તો તેમાં કોઈ વાંધો ન હોઈ શકે. પરંતુ તાજેતરમાં દિલ્હી હાઇકોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા  ૦૨ ઘીબ, ૨૦૨૫ના રોજ GSTની જીભશને લગતી એક રીટ પિટિશનની સુનાવણી દરમિયાન (જે ડિસમિસ કરી) જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગને જણાવવામાં આવેલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સૂચવવામાં આવેલ કોર્ટના ચુકાદા ગેરસમજણ ઉપસ્થિત કરી શકે છે તે ગેરમાર્ગે દોરનાર હોઈ શકે છે અથવા ખોટા હોઈ શકે છે. તેથી કારણદર્શક સૂચના આપવા માટે અથવા તો આદેશો કરવાના સમયે સાઇટેશનના આધારે 'કેસ લો'નો પૂરતો અભ્યાસ કરીને જ નિર્ણય લેવો. ટૂંકમાં સમાચાર જોઈએ તો :  The Delhi High Court has highlighted the risk of Artificial Intelligence hallucinating, by citing fake and non- existent judgements and directed the GST Department as well as the IT Department to exercise utmost caution while citing judgements and must take full responsibility in case the same is cited or generated by using Artificial Intelligence softwares...”

નામદાર કોર્ટે કારણદર્શક સૂચનાના અનુસંધાને જણાવેલ કે હજી આ રીટ પિટિશન પ્રિમેચ્યોર કહેવાય અને વેપારીએ અધિકારી સમક્ષ તમામ પ્રક્રિયા અનુસાર ભાગ લઈને તેમજ કારણદર્શક સૂચનાનો જવાબ કરવાનો રહે. જો કે કોર્ટે એવું પણ જણાવેલ કે આ નોટિસ ઇશ્યુ કરવામાં છૈંનો જે ઉપયોગ કરવામાં આવેલ છે તે વધુ પડતો છે અને તેમાં જે ચુકાદા ટાંકવામાં આવેલ છે તેમાં ઘણી ક્ષતિઓ જણાય છે. નામદાર કોર્ટે વધુમાં જણાવેલ કે આજની તારીખે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચોકસાઈ અને ભરોસો હજી ઓછો જણાય છે. કોર્ટના મતે માણસના બુદ્ધિ ચાતુર્ય અથવા તો એડજુડીકેશનની પ્રક્રિયામાં માનવીનું સ્થાન લઈ શકે તેમ નથી.

નામદાર કોર્ટે Christian Louboutin SAS and Anr. vs M/S Shoe Boutiqueનો ઉલ્લેખ કર્યો જેમાં“it was said that responses from ChatGPT as also the one relied upon by the Plaintiffs shows that the said tool cannot be the basis of adjudication of legal or factual issues in a court of law. The response of a Large Language Model (LLM) based chatbots such as ChatGPT, which is sought to be relied upon by ld. Counsel for the Plaintiff, depends upon a host of factors including the nature and structure of query put by the user, the training data etc. Further, there are possibilities of incorrect responses, fictional case laws, imaginative data etc. generated by AI chatbots.”. આમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પ્રાથમિક સમજ માટે અથવા તો પ્રાથમિક સંશોધન માટે કરી શકાય તેનાથી વધારે નહીં.

૨. અગાઉ પણ નામદાર કેરાલા હાઇકોર્ટ દ્વારા સૌ પ્રથમ એક પોલીસી એવી બનાવવામાં આવેલ તેનાથી ન્યાયિક પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ. ૩. નામદાર સુપ્રીમ કોર્ટના માનનીય ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી.આર ગવાઈ દ્વારા પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ વખતે સાવધાની રાખવા માર્ચ ૨૦૨૫માં જણાવવામાં આવેલ હતું.

GST: જીએસટીનો કાયદો એક વિશિષ્ટ કાયદો છે. તેમાં વેપાર અને વાણિજ્ય, એકાઉન્ટન્સી અને GSTના કાયદા અને નિયમો ઉપરાંત 'અનેક અન્ય બાબતોનો સમાવેશ થાય છે તેમજ જીએસટીના કાયદા સાથે કસ્ટમનો કાયદો, ન્ઇભ, ૈંમ્ભનો કાયદો, બેન્કિંગ ધારો, વગેરે સંકળાયેલ છે અને તે એકદમ આઇસોલેટેડ રીતે એડમિસ્ટર ન થઈ શકે. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હજી એટલું સ્ટેબલ નથી થયું કે તેમાં જીએસટીના તમામ કેસો, નિયમો. પરિપત્રો અને જાહેરનામા તેમજ અન્ય કાયદાઓની અસરને સચોટ રીતે આપણી સમક્ષ રજૂ કરી શકે. 

જેમ કે જીએસટીની કલમ ૧૭(૫) હેઠળ કઈ ચીજ વસ્તુઓ કે સેવાની આઇટીસી મળવા પાત્ર છે કે નહીં? અથવા કલમ ૧૬ ની જોગવાઈઓ મુજબ વેપારીએ ટેક્સની રકમને કેપિટલાઈઝ  કરેલ છે કે નહીં? સફારી રીટ્રીટનો ચુકાદો આપની સમક્ષ રહેલા કેસમાં લાગુ પડશે કે નહીં? તે તો આપણે પોતે વિચારવું પડે. અથવા રિફંડ અંગેનો નિર્ણય લેવા માટે કે પછી રજીસ્ટ્રેશન બાબતે આદેશ કરતી વખતે આપણે ઘણું વિશ્લેષણ કરવાનું રહે છે. તેવા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું ઉપયોગી ન થઈ શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા ચેટ જીપીટીને ભલે એક ટૂલ તરીકે ઉપયોગ કરીએ પરંતુ આખરી ડ્રાફ્ટિંગ અને કાયદાકીય જોગવાઈઓ તો અધિકારી તરીકે આપણે જોવી પડે. નહીં તો મુન્નાભાઈની જેમ આપણા મગજમાં પણ કેમિકલ લોચા થઈ જાય તો નવાઈ નહીં.

AI પાસેથી આપણે કયા સંદર્ભે પ્રશ્ન પૂછીએ છે તે પણ અગત્યનું છે. જો આપણો પ્રશ્ન યોગ્ય નહીં હોય તો એનો પ્રત્યુતર પણ યોગ્ય આવવાનો નથી. ઉપરાંત માનવીની દ્રષ્ટિએ જે રિસ્ક પેરામીટરનું જજમેન્ટ લેવાનું હોય કે પછી એક બાબતને બીજી બાબત સાથે સાંકળવાની હોય તે હજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલી સારી રીતે કરી શકતું નથી.