Get The App

GST હેઠળ કુદરતી ન્યાયના સિદ્ધાંત અને વેરા શાખને લગતા અગત્યના ચુકાદાની મહત્વની બાબતો પર નજર

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
GST હેઠળ કુદરતી ન્યાયના સિદ્ધાંત અને વેરા શાખને લગતા અગત્યના ચુકાદાની મહત્વની બાબતો પર નજર 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- વેપારીએ પોતે વેરાની જવાબદારી સ્વીકારેલ છે તેથી કલમ ૭૫(૧૨) મુજબ આપોઆપ જવાબદારી ઉપસ્થિત થતી હોય એડજુડીકેશન આદેશની જરૂર નથી

કેસ-૧નું નામ : SINGHVI TRANDELINK LLP & ANR. Versus STATE OF GUJARAT & ANR C/SCA/2392/2026, આદેશ તારીખ : 05/03/2026 IN THE HIGH COURT OF GUJARAT AT AHMEDABAD R/SPECIAL CIVIL APPLICATION NO. 2392 of 2026.

આ કેસના પીટીશનર દ્વારા નામદાર કોર્ટ સમક્ષ મુખ્યત્વે બે મુદ્દાની રજૂઆત કરવામાં આવેલ હતી. એક કે અધિકારીએ જે દસ્તાવેજો પર આધાર રાખીને નિર્ણય કરેલ છે તે અમને પૂરા પાડેલ નથી તેમ જ સાક્ષીઓની ઉલટ તપાસ કરવાની અમારી વિનંતી નકારવામાં આવેલ છે.

સંબંધિત અધિકારીએ પોતાની એફિડેવિટ ઇન રિપ્લાયમાં જણાવેલ કે અમોએ જે દસ્તાવેજો ઉપર આધાર રાખેલ છે તે વેપારીને તપાસ દરમ્યાન અને SCN તબક્કે પુરા પાડવામાં આવેલ છે. જોકે કોર્ટના ધ્યાને આવેલ કે સંબંધિત અધિકારીશ્રી દ્વારા વેપારીને SCN ઇશ્યુ કર્યા બાદ દસ્તાવેજો પુરા પાડેલ છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. વધુમાં અધિકારીશ્રીએ જે સાક્ષીઓના નિવેદન ઉપર આધાર રાખેલ છે તેની ઉલટ તપાસ કરવાની તક વેપારીશ્રીને નહી આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે.

આમ, ઉક્ત બે મુદ્દાને ધ્યાને લેતા અધિકારીએ કરેલ આદેશ રદ કરીને સેટ અસાઈડ કરવામાં આવેલ છે. હવે આ કેસ સંબંધિત અધિકારીને ત્રણ મહિનામાં પુન: તપાસ/ચકાસણી અને SCN/ આદેશ અર્થે રિમાન્ડ કરવામાં આવે છે. વેપારીને તમામ Relied Upon Documents પુરા પાડવા અને cross-examination of any witnesses whose statements are relied upon by the officer તક આપવી.

કેસ ૨ : એડજુડીકેશન વગર વ્યાજની વસુલાત ન થઈ શકે. N THE HIGH COURT OF ANDHRA PRADESH AT AMARAVATI (Special Original Jurisdiction) WRIT PETITION NO : 15151/2023 Between : 1. M/S SONA ENTERPRISES, REPRESENTED BY ITS SOLE PROPRIETOR. SHAFI MOHAMAD... PETITIONER AND 1. ASSISTANT COMMISSIONER OF CENTRAL TAX, CENTRAL CGST DIVISION, VISHAKAPATNAM - 530 024 and others.. આદેશ તારીખ Jan 19, 2026.

આ કેસની મુખ્ય રજૂઆત તારીખ ૧૮.૪.૨૦૨૩ અને તારીખ ૧૧.૫.૨૦૨૩ ના રોજ અધિકારી દ્વારા જીએસટીની કલમ ૭૯(૧) હેઠળ વેપારી સામે ઇશ્યુ કરવામાં આવેલ DRC-13 (Notice to a third person under section 79(1) (c)) ને અને અન્ય નોટીસોને લગતી હતી. આ કેસમાં પીટીશનર દ્વારા ઇજ. ૧૪,૩૯,૮૨૦/- ના રિફન્ડની પણ અરજ કરવામાં આવેલ.

વેપારીનો મુખ્ય ધંધો લોખંડ અને પોલાદના સ્ક્રેપને લગતો હતો. ધંધાના ભાગરૂપે વેપારી ભારતીય રેલવે પાસેથી સ્ક્રેપ ખરીદતા હતા. જીએસટીની જોગવાઈ મુજબ વેપારીશ્રી રિવર્સ ચાર્જ મિકેનિઝમ મુજબ વેરો ભરતા હતા. વધુમા,ં આ વેરો રોકડથી ભરવાનો થતો હતો કારણ કે રિવર્સ ચાર્જ મિકેનિઝન હેઠળ તે આઈટીસી સામે સરભર કરી શકાતો ન હતો. વેપારીશ્રીએ જુલાઈ ૨૦૧૭ થી માર્ચ ૨૦૨૧ સુધી નિયમિત પત્રકો ભરેલા હતા. તારીખ ૧૪.૩.૨૦૨૨ ના રોજ અધિકારી દ્વારા વેપારીશ્રીને નોટીસ ઇશ્યુ કરવામાં આવેલ અને વ્યાજ સહીત રૂપિયા ઇજ. ૪૨,૮૨,૨૭૫/- ભરવા જણાવ્યું હતું. આ નોટિસમાં એવી વિગતો હતી કે વેપારીશ્રીએ આ નોટિસ મળ્યા બાદ ઘઇભ-૦૩ કરીને પોતાની જવાબદારી અદા કરી અને ઇલેકટ્રોનિક કેશ લેઝરમાંથી રકમ ડેબિક કરે હતી. પરંતુ અધિકારીશ્રી દ્વારા જીએસટીની કલમ ૭૯(૧)(બ) હેઠળ બેન્કને તારીખ ૧૮.૪.૨૦૨૩ ના રોજ નોટિસ પાઠવવામાં આવેલ અને રિકવરી શરૂ કરેલ.

ત્યારબાદ આ નોટિસમાં કેટલાક ફેરફારો કરવામાં આવેલ અને જણાવવામાં આવેલ કે વેપારીએ આટલી રકમ ભરેલ છે ત્યારે તેની સામે આટલી રકમ બાકી રહે છે. પીટીશનર દ્વારા અધિકારીને જણાવવામાં આવેલ કે અમોએ  ઘઇભ-૦૩ થકી ત્યારના રૂપિયા આટલા ભરી દીધેલ છે. ત્યારબાદ અધિકારી દ્વારા બેંકને ફરીથી નોટિસ આપવામાં આવેલ અને મોડી ભરેલ રકમ સામે ૧૫ લાખ જેટલા વ્યાજની માંગણી કરવામાં આવેલ.

કલમ ૭૯(૧)(બ)(ૈ) જોઈએ : ધારી "the proper officer may, by a notice in writing, require any other person from whom money is due or may become due to such person or who holds or may subsequently hold money for or on account of such person, to pay to the Government either forthwith upon the money becoming due or being held, or within the time specified in the notice not being before the money becomes due or is held, so much of the money as is sufficient to pay the amount due from such person or the whold of the money when it is equal to or less thatn that amount"

પીટીશનર દ્વારા તારીખ ૧૬.૫.૨૦૨૩ અને ૨૪.૫.૨૦૨૩ ના રોજ અધિકારીને જણાવવામાં આવેલ કે અમોએ રકમ ભરેલ છે તેથી હવે નોટીસ ડ્રીપ થવી જોઈએ. પરંતુ અધિકારી દ્વારા તારીખ ૨.૬.૨૦૨૩ અને ૨.૫.૨૦૨૩ ના રોજ ફરીથી નોટિસ આપીને ત્રણ લાખ જેટલી રકમ ભરવાનું જણાવેલ હતું. ઉપરાંત તારીખ ૨.૬.૨૦૨૩ સુધીનું વ્યાજ ભરવા પણ જણાવેલ હતું. આ બધા વચ્ચે પીટીશનર દ્વારા ૧૫ લાખ જેટલી રકમ ભરવામાં આવેલ હતી.

નામદાર કોર્ટ સમક્ષ વેપારીશ્રીએ રજૂઆત કરેલ કે એડજુડીકેશન વગર વ્યાજની વસુલાત ગેરકાયદેસર ગણાય. સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી કે વેપારીએ પોતે વેરાની જવાબદારી સ્વીકારેલ છે તેથી કલમ ૭૫(૧૨) મુજબ આપોઆપ જવાબદારી ઉપસ્થિત થતી હોય એડજુડીકેશન આદેશની જરૂર નથી.

Section 75(12) of the GST Act reads as follows :- "Section 75(12) : - Notwithstanding anything contained in section 73 or section 74 [or section 74A], where any amount of self-assessed tax in accordance with a return furnished under section 39 remains unpaid, either wholly or partly, or any amount of interest payable on such tax remains unpaid, the same shall be recovered under the provisions of section 79."

ચુકાદો : નામદાર કોર્ટે નોંધ્યું કે ૭૫(૧૨) ની જોગવાઈઓ ત્યારે જ લાગુ પડે જ્યારે વેપારીએ પત્રક સાથે પોતાની જવાબદારી સ્વીકારેલ હોય. જ્યારે આ કેસમાં તેવું બનેલ નથી. તેથી આ પિટિશનર માન્ય રહે છે અને એડજુડીકેશન વગર વ્યાજની વસૂલાત ન થઈ શકે તેવું ઠરાવવામાં આવે છે.

કેસ ૩: GSTઇ-૧/GSTઇ-૩મ્ ના મિસ-મેચના અનુસંધાને વેપારીને સ્પષ્ટતા કરવાની તક આપવી જોઈએ. ચુકાદા તારીખ : Mar 20, 2026 ITI Ltd. vs. The Union of India Ministry of Finance Dept of Revenue New Delhi & Others (Gauhati High Court), WP(C)/150/2024.

આ કેસમાં અધિકારીએ બે મુદ્દે તારીખ ૩૦.૦૪.૨૦૨૪ ના રોજ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ ને લગતો આદેશ કરેલ હતો. પ્રથમ મુદ્દો : mismatch between GSTR-1 and GSTR-3B ylu ceòu & Input Tax credit availed in the GSTR-3B for a tax period where such returns were filed was after the last date permissible for availment on Input Tax Credit in respect of any invoice/debut note as per Section 16(A) of the CGST Act. 

રજુઆત એવી થઈ કે વેપારીએ GSTઇ-૧/GSTઇ-૩મ્ ના મિસ મેચના અનુસંધાને વેપારીને સ્પષ્ટતા કરવાની તક મળેલ ન હતી. વધુમાં Aberdare Technologies Private Limited and Otehrs Vs. Central Board of Indirect Taxes and Customs and Others reported in (2024) 105 GST 585 (Bombay)ના કેસનો આધાર લઈને એવું સાદર કરવામાં આવ્યું કે ઉક્ત કેસમાં નામદાર કોર્ટે વેપારીને GSTઇ-૧  પત્રક સુધારવાની તક આપવાનું જણાવેલ હતું. આ ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટમાં જીન્ઁ થકી પડકારવામાં આવેલ. જે નામદાર સુપ્રીમ કોર્ટે જીન્ઁ ડિસમીસ કરેલ.

નામદાર ય્ચેરચૌ લ્લૈયર ર્ભેિા એ કિસ્સાના ગુણ દોષ, કાયદાકીય પરિસ્થિતિ અને વિવિધ ચુકાદા ધ્યાને લઈને તારીખ ૩૦.૦૪.૨૦૨૪ નો આદેશ સેટ અસાઈડ કરેલ અને નવેસરથી વેપારીને GSTઇ-૧/GSTઇ-૩મ્ ના મિસમેચના અનુસંધાને વેપારીને સ્પષ્ટતા કરવાની તક આપીને કાયદેસર કાર્યવાહી કરવાનું જણાવેલ હતું.