Get The App

ધરપકડ થયેથી આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા માટે 24 કલાકની ગણતરી કઈ રીતે કરવાની થાય?

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
ધરપકડ થયેથી આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા માટે 24 કલાકની ગણતરી કઈ રીતે કરવાની થાય? 1 - image

- GST નું A to Z - હર્ષ કિશોર

- જ્યારે વ્યક્તિની ધરપકડ થાય તો તેને તેના કારણો (લેખિતમાં) જણાવવા, તેમના સંબંધીને જાણ કરવી, તેઓ પોતાના વકીલ સાથે વાત કરી શકે

આપણે જાણીએ છીએ કે કરચોરો સામે કાર્યવાહી કરવા અને જરૂર પડયે ગુનેગારોને સજા અપાવવા માટે ફોજદારી કાયદા (now BNS) અને ફોજદારી કાર્યરીતિની (now BNSS) કેટલીક મહત્વની બાબતોનો સમાવેશ જીએસટી જેવા વિશેષ કાયદાઓમાં કરવામાં આવેલ છે અને ટેક્સ અધિકારીઓને પોલીસ અધિકારીઓ જેવી કેટલીક સત્તાઓ આપવામાં આવેલ છે. આમ તો જીએસટી જેવા વિશેષ કાયદામાં પૂરતા ઇન્ટર્નલ ચેક્સ અને બેલેન્સ તેમજ કંટ્રોલ્સ રાખવામાં આવેલ છે. પરંતુ તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં બંધારણના અનુક્રમે અનુચ્છેદ ૩૨ કે ૨૨૬ હેઠળ રિટ પિટિશન (સ્ચહગચસેજ કે ભીર્િૌિીિૈ) કરવામાં આવે છે અને જે તે કોર્ટ પાસેથી ન્યાય અથવા ગૂંચવાડાભર્યા મુદાઓ અંગે સ્પષ્ટતા મેળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે.

જીએસટી કાયદા હેઠળ ગુનાહિત કૃત્ય કરનારની ધરપકડનો મુદ્દો સરકાર અને વેપારીઓ બંને માટે ખૂબ જ સંવેદનશીલ છે અને સમયાંતરે વિવિધ કોર્ટો દ્વારા પણ કેટલાક ચુકાદા આપવામાં આવેલ છે અને આવા ચુકાદાઓમાં મૂળભૂત અધિકારો, વ્યક્તિ સ્વતંત્રતા અને અન્ય બંધારણીય જોગવાઈઓ તેમજ કાયદાકીય પ્રક્રિયા અનુસરવાની બાબતો સુનિશ્ચિત કરવા માટે કેટલાક અવલોકનો કરીને પોલીસ, કસ્ટમ્સ, એક્સાઈઝ અને અન્ય ટેક્સ અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. કયા ગુનાને ધરપકડ પાત્ર ગણવો, જ્યારે વ્યક્તિની ધરપકડ થાય તો તેને તેના કારણો (લેખિતમાં) જણાવવા, તેમના સંબંધીને જાણ કરવી, તેઓ પોતાના વકીલ સાથે વાત કરી શકે, જામીનપાત્ર ગુનામાં જામીન મેળવી શકે, આવી વ્યક્તિને સીઆરપીસીની કલમ ૫૭ મુજબ ૨૪ કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો તેમજ ધરપકડ થયેલ વ્યક્તિને જરૂર પડયે તબીબની સવલત પૂરી પાડવી વગેરે બાબતો અંગે હંમેશા મત-મતાંતર થતા રહે છે. આ વિષયને લગતા જુદા જુદા કાયદાઓ હેઠળ વિવિધ કોર્ટોના ઘણા બધા ચુકાદા આવેલ છે. નામદાર તેલંગાણા હાઇકોર્ટે એક કેસ ્. ઇચસચગીપૈ પજ. ્રી જીાચાી ર્ક ્ીનચહયચહચમાં એવું જણાવેલ છે કે ૨૪ કલાકનો નિયમ જ્યારે પોલીસ ધરપકડ કરે ત્યારે લાગુ ના પડે પરંતુ જ્યારથી આરોપીને ડિટેઇન કરવામાં આવે ત્યારથી લાગુ પડે. એ સિવાય અન્ય આવા કોર્ટ કેસો જોઈએ તો : DK Basu vs. State of West Bengal 1996, SC, Khatri v. state of Bihar, 1981, SC, Joginder Kumar vs. State of Uttar Pradesh, 1994, SC છે જેમાં ધરપકડ પહેલાં, ધરપકડ દરમિયાન અને ધરપકડ બાદ અનુસરવાની કાર્ય પદ્ધતિ ને લગતી વિવિધ માર્ગદર્શિકાઓ આપવામાં આવેલ છે.

અગત્યનો કોર્ટ કેસ ઃ તાજેતરમાં નામદાર ઓડીસા હાઇકોર્ટ દ્વારા શચર્બિૌબ ઘિેયજ ચહગ ઁજઅબર્રાર્િૅૈબ જીેમજાચહબીજ છબા,૧૯૮૫ (શઘઁજી છબા) ના કેસમાં આપવામાં આવેલ ચુકાદામાં એવું ઠરાવવામાં આવેલ છે કે આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ ૨૪ કલાકની  મર્યાદામાં 'સર્ચ અને સીઝર' ની કામગીરી દરમિયાન કામ ચલાઉ રીતે આરોપીને રિસ્ટ્રેન કરેલ હોય તે સમય મર્યાદાની ગણતરી કરવાની રહેતી નથી.

આમ, જીએસટી કાયદાનો અમલ કરતા અધિકારીઓએ ધરપકડ કરતી વખતે વિવિધ કોર્ટોના ચુકાદા અને અન્ય લાગુ પડતા કાયદાની જોગવાઈઓ મુજબ કામગીરી કરવાની રહે છે અને ૨૪ કલાક અગાઉ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને રજૂ કરવા માટેની સમય મર્યાદામાં ગફલત ન થઈ જાય તેનું વિશેષ ધ્યાન રાખવાનું રહે છે.

અન્ય કેટલીક પાયાની વિગતો સમજીએ. 

જીએસટી કાયદા હેઠળ ર્બયહૈડચમની ચહગ ર્હહ-ર્બયહૈડચમની ર્કકીહબીજ એટલે શું? જીએસટી એક વિશેષ કાયદો છે. આ કાયદાની કલમ ૧૩૨ માં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે જે ગુના માલ અથવા સેવા ને લગતા હોય અને તેમાં કરચોરી થયેલ હોય અથવા તો ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવેલી હોય અથવા ખોટી રીતે રિફંડ મેળવવામાં આવેલ હોય અને તેવા ગુનાની રકમ રૂ.૫ કરોડથી વધુ હોય તેવા ગુના કોગ્નિઝેબલ અને નોન- બેલેબલ ગણવામાં આવશે. જીએસટી કાયદા હેઠળ અન્ય ગુના નોન-કોગ્નિઝેબલ અને બેલેબલ ગણવાના રહે છે.

ધરપકડ ઃ ફોજદારી કાર્યરીતિ સંહિતા-૧૯૭૩ ની કલમ ૪૧ (મ્શજીજી-૨૦૨૩ ની કલમ ૧૮૭૩૫) ની જોગવાઈ મુજબ વોરંટ વગર કોઈપણ વ્યક્તિની ધરપકડ થયેલ હોય તો તેને ૨૪ કલાકથી વધુ સમય માટે ડીટેન ન કરી શકાય તેવી જોગવાઈ અમલમાં હતી. ૨૪ કલાકની આ સમય મર્યાદામાં મુસાફરી માટેના સમયની ગણતરી કરવામાં આવતી ન હતી.

જયારે કલમ ૧૬૭ (મ્શજીજી-૨૦૨૩ ની કલમ ૧૮૭) માં એવી જોગવાઈ કરવામાં આવેલ હતી કે જો કલમ ૬૧ મુજબ નિર્ધારિત ૨૪ કલાકની સમય મર્યાદા અંદર તપાસ પૂર્ણ ન થઈ શકે તેમ હોય તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ નજીકના મેજિસ્ટ્રેટને પોતાની ડાયરીની વિગતો સાદર કરવાની થતી હતી અને ગુનેગારને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો હતો અને મેજિસ્ટ્રેટની સૂચનાઓ/આદેશ મુજબ આગળની કાર્યવાહી કરવાની થતી હતી.

ભારતીય બંધારણનો અનુચ્છેદ ૨૨  ઃ અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. ધરપકડ કરાયેલી કોઈ વ્યક્તિને બનતી ત્વરાએ તેની ધરપકડના કારણો જણાવ્યા વિના અટકમાં રાખી શકાશે નહીં તેમજ તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેના મારફત પોતાનો બચાવ કરવાના તેના હકકનો ઇનકાર કરી શકાશે નહીં. ધરપકડ કરાયેલી અને અટકમાં રાખેલી દરેક વ્યક્તિને તેની ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધીની મુસાફરી માટેનો જરૂરી સમય બાદ કરતા ધરપકડથી ૨૪ કલાકની અંદર નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ છે અને તે વ્યક્તિને સદરહુ મુદત વિત્યા પછી મેજિસ્ટ્રેટની પરવાનગી વિના અટકમાં રાખી શકાશે નહીં.

ધરપકડ જેવી ફોજદારી કાર્યવાહી થઇ શકે તેવા GST હેઠળના ગુના ઃ (કલમ ૬૯ માં જે ગુનાઓની યાદી છે તે પૈકી માત્ર ૪ ગુના ધરપકડ પાત્ર થાય છે તે મુજબ)

(૧) કલમ ૧૩૨(૧)(ચ) ઃ વેરાની કરચોરી કરવાના ઇરાદાથી કાયદા કે નિયમોની જોગવાઈઓનો ભંગ કરીને બિલ આપ્યા વગર માલ કે સેવા કે બંનેનો સપ્લાય કરવામાં આવે 

(૨) કલમ ૧૩૨(૧) (મ)  ઃ કાયદા કે નિયમોની જોગવાઈ વિરુદ્ધ માલ કે સેવા કે બંનેનો સપ્લાય કર્યા વગર બિલ આપવામાં આવે કે જેના આધારે ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ માંગવામાં કે વાપરવામાં આવે કે ખોટો રિફંડ મેળવવામાં આવે 

(૩) કલમ ૧૩૨(૧)(બ) ઃ ઉપર મુજબ માલ કે સેવા કે બંનેના સપ્લાય વગર આપવામાં આવેલ બિલના આધારે અથવા છેતરપિંડીથી બિલ વગર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવે અથવા બિલ વગર છેતરપિંડી થી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવે 

(૪) કલમ ૧૩૨(૧)(ગ) ઃ વેરો એકઠો કરવામાં આવે કે ઉઘરાવવામાં આવે પરંતુ તે ભરવા પાત્ર હોય તે તારીખ વીતી ગયાના ત્રણ માસ પછી પણ તે વેરો સરકારી તિજોરીમાં ભરવામાં ન આવે કે જમા કરાવવામાં ના આવે.

જીએસટી કાયદામાં જેની વ્યાખ્યાઓ આપેલ નથી તેની કાયદાકીય સમજ મેળવીએ.

“Arrest” means: “a seizure or forcible restraint; an exercise of the power to deprive a person of his or her liberty; the taking or keeping of a person in custody by legal authority, especially, in response to a criminal charge.

'પોલીસ કસ્ટડી એટલે શું? એટલે કે આરોપીની ફિઝિકલ કસ્ટડી પોલીસ પાસે છે અને આરોપી પોલીસ સ્ટેશનના લોકઅપ માં રાખવામાં આવેલ છે જેને આપણે ડિટેન્શન પણ કહી શકીએ આ દરમિયાન પોલીસ અધિકારી આરોપીની ઉલટ તપાસ કરી શકે છે સામાન્ય રીતે પોલીસ કસ્ટડી મહત્તમ ૧૫ દિવસની હોય છે.

જ્યુડિશિયલ કસ્ટડી એટલે શું? એટલે કે આરોપીની ફિઝિકલ કસ્ટડી ભલે જેલમાં હોય પરંતુ તે સંબંધિત મેજિસ્ટ્રેટ પાસે છે તેમ ગણાય જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન મેજિસ્ટ્રેટની પરવાનગી વગર પોલીસ અધિકારી આરોપીની ઉલટ તપાસ કરી શકતા નથી મારી રીતે જ્યુડિશિયલ કસ્ટડીની મર્યાદા ૬૦ દિવસની હોય છે પરંતુ જે કિસ્સામાં મૃત્યુદર ની સજા અથવા દસ વર્ષથી વધુની સજા થઈ શકે તેમ હોય તેવા કિસ્સામાં સ્ટડી નો સમય ગાળો મહત્તમ ૯૦ દિવસ હોઈ શકે છે.