- GSTનું A to Z - હર્ષ કિશોર
- જ્યારે પિટિશનરે પોતે વેરાકીય જવાબદારી સ્વીકારેલ છે ત્યારે વ્યાજ અને દંડને લગતી કાર્યવાહીમાં કોર્ટ વચ્ચે ન પડી શકે
કેસ-૧. Geena Garments, Represented by its Partner vs State Tax Officer, Tiruppur, Madras High Court, W. P. No. 19805 of 2025 And W. M. P. No. 22270 of 2025, આદેશ તારીખ : Feb ૧૧, ૨૦૨૬.
આ કેસમાં પિટિશનર દ્વારા તારીખ ૫.૨. ૨૦૨૫ ના નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટેના GST ની કલમ ૭૪ હેઠળના આદેશ અને ડિમાન્ડ નોટિસને પડકારવામાં આવેલ હતા. વેપારીશ્રીને અગાઉ DRC-01 અને કારણદર્શક સૂચના પાઠવવામાં આવેલ હતી. DRC-01 અને કારણદર્શક સૂચનાના અનુસંધાને વેપારીશ્રીએ પોતાની વેરાકીય જવાબદારી સ્વીકારેલ હતી અને ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝર થકી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ડેબિટ કરીને તે અદા કરવામાં આવેલ હતી. પરંતુ જે તે સમયગાળા માટે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરનું બેલેન્સ ઓછું હોઈ વ્યાજ લાગુ થયેલ. વેપારી પક્ષે કલમ ૭૪(૫) અથવા ૭૪(૮) અથવા તો ૭૪(૧૧) ની જોગવાઈઓ મુજબ લાગુ પડતા દરે વ્યાજ અને દંડ ભરી શકાય તેવો હતો તેમ છતાં તેમણે તે વિકલ્પ સ્વીકારેલ ના હોઈ નામદાર કોર્ટ દ્વારા તેઓની પિટિશન રદ કરવામાં આવેલ અને જણાવવામાં આવેલ કે જ્યારે પિટિશનરે પોતે વેરાકીય જવાબદારી સ્વીકારેલ છે ત્યારે વ્યાજ અને દંડને લગતી કાર્યવાહીમાં કોર્ટ વચ્ચે ન પડી શકે.
કેસ-૨ : Bhoomika Constructions vs. Appellate Authority-cum-Joint Commissioner and another (Punjab and Haryana High Court)- CWP-36441-2025 (O&M) આદેશ તારીખ : Feb ૧૧, ૨૦૨૬.
આ કેસમાં પિટિશનર દ્વારા તારીખ ૨૮.૮.૨૦૨૪ ના આદેશને પડકારવામાં આવેલો હતો. વેપારીશ્રીના પક્ષે નામદાર કોર્ટ સમક્ષ અરજ કરવામાં આવેલ કે અધિકારી દ્વારા જે ઇમેલ ઉપર કારણદર્શક સૂચનાઓ પાઠવવામાં આવેલ તે ચાર્ટડ એકાઉન્ટન્ટનો છે અને ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા અમોને તે અંગે કંઈ જણાવવામાં આવેલ નહીં. અમને છેક તારીખ ૧૯.૧૧.૨૦૨૫ ના રોજ જ્યારે ઓક્ટોબર ૨૦૨૫ નો જીએસટીઆર-૩બી ફાઇલ કરવાનો સમય આવ્યો ત્યારે ચાર્ટડ એકાઉન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે આટલી આટલી રકમ ભરવાની થાય છે. ઉપરાંત પ્રથમ અપીલ ફાઇલ કરવામાં ૩૬૬ દિવસ જેટલો સમય જતો રહેલ છે. વેપારીશ્રીએ આગળ જણાવેલ કે સીએ ની ભૂલ ના કારણે પિટિશનરને ભોગવવાનું ના આવે તે માટે રાહત આપવામાં આવે.
જો કે નામદાર કોર્ટે નોંધ્યું કે વેપારીશ્રીને પહેલા ASMT-10 આપવામાં આવેલ ત્યારબાદ DRC-01 આપવામાં આવેલ અને ત્રણ વધારાની તક પણ આપવામાં આવેલા હતી. આ કેસમાં સીએનો વાંક કાઢીને રીટ પિટિશન હેઠળ કોઈ રાહત મળી શકે નહીં. તેથી આ પિટિશન ડિસમિસ કરવામાં આવે છે.
કેસ-૩ : Anand And Anand (Law Firm) vs. The Principal Commissioner Central Goods & Services Tax And Others (Allahabad High Court), Writ Tax No. - 852 of 2026 (Leading) With WRIT TAX No. - 859 of 2026 (connected C1) And WRIT TAX No. - 861 of 2026 (connected C2) And WRIT TAX No. - 860 of 2026 (connected C3) આદેશ તારીખ : Feb ૧૬, ૨૦૨૬.
આ કેસમાં એક law firm દ્વારા પિટિશન કરવામાં આવેલ હતી. તેઓ દેશની અંદર અને દેશની બહારના ક્લાયન્ટને કાયદાકીય સેવા પૂરી પાડતા હતા. વિદેશના ક્લાયન્ટ દ્વારા તેઓને કન્વર્ટબલ ફોરેન એક્સચેન્જમાં ફી આપવામાં આવતી હતી. આથી આ વેપારી પેઢીએ પોતાના ધંધાકિય વ્યવહારોને ફોરેન ટ્રેડ પોલિસી મુજબ નિકાસ ગણીને રિફંડની માંગણી કરેલ હતી.
લીગલ ફર્મ દ્વારા જીએસટીની કલમ ૫૪ હેઠળ માર્ચ ૨૦૨૧ થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીના સમયગાળા માટે ઓનલાઈન રિફંડ અરજી કરવામાં આવેલ હતી. તેઓશ્રીએ એક્સપોર્ટ થયેલ સેવા ઉપર વેરો ભરેલ ન હતો પરંતુ વધેલ વેરા શાખનું રિફંડ માંગવામાં આવેલ હતું. વેપારીશ્રીને ઈમેલ મારફતે જાણ થઈ કે Form GST RFD-08 - Notice for rejection of application for refundE~gw થયેલ છે પરંતુ ઓનલાઇન જોવાથી તેઓને Form GST RFD-૦૮દેખાયેલ નહીં. વેપારીશ્રીએ ત્યારબાદ Form GST RFD-08-ના અનુસંધાને તમામ પુરાવા સાથે પોતાના જવાબો ફાઇલ કરેલ.ફરી તેઓને Form GST RFD-06Refund Rejection Order મળેલ અને તેઓની રિફંડ અરજી નકારવામાં આવેલ. વેપારી પેઢી દ્વારા પ્રથમ અપીલ ફાઇલ કરવામાં આવેલ અને તે પ્રથમ અપીલ એડજુડીકેટિંગ ઓફિસરને રિમાન્ડ કરવામાં આવેલ હતી. અહીં વેપારી પેઢી વતી નામદાર કોર્ટ સમક્ષ જીએસટી ની કલમ ૧૦૭(૧૧) નો આધાર લેવામાં આવેલ જે નીચે મુજબ છે :
'કલમ ૧૦૭(૧૧). The Appellate Authority shall, after making such further inquiry as may be necessary, pass such order, as it thinks just and proper, confirming, modifying or annulling the decision or order appealed against but shall not refer the case back to the adjudicating authority that passed the said decision or order:
Provided that an order enhancing any fee or penalty or fine in lieu of confiscation or confiscating goods of greater value or reducing the amount of refund or input tax credit shall not be passed unless the appellant has been given a reasonable opportunity of showing cause against the proposed order:
Provided further that where the Appellate Authority is of the opinion that any tax has not been paid or short-paid or erroneously refunded, or where input tax credit has been wrongly availed or utilised, no order requiring the appellant to pay such tax or input tax credit shall be passed unless the appellant is given notice to show cause against the proposed order and the order is passed within the time limit specified under section 73 or section 74(1) [or section 74A]."
અને જણાવવામાં આવેલ કે પ્રથમ અપીલ અધિકારી કેસ રિમાન્ડ ન કરી શકે. વિગતવાર ચર્ચાના અંતે નામદાર કોર્ટે પિટિશનરની દલીલ ગ્રાહ્ય રાખેલ અને પ્રથમ અપીલ અધિકારીને કેસ પરત કરીને મેરીટના આધારે કેસ ડિસાઈડ કરવાની સૂચના આપેલી હતી.
પુરક માહિતી : જીએસટી કર-પ્રણાલી હેઠળ લીગલ સર્વીસીસની વેરા-પાત્રતાને લગતી જોગવાઈઓનો ક્રમ જોઈએ તો સૌ પ્રથમ જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮.૬.૧૭ ના રોજ થયેલ અને તેમાં એન્ટ્રી ૪૫ હેઠળ Tribunal દ્વારા અપાતી સેવાઓ અને વકીલો મારફત અપાતી કેટલીક સેવાઓને જીએસટી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ હતી. આર. સી. એમ એટલે કે રિવર્સ ચાર્જ મિકેનિઝમ માટે તારીખ ૨૮.૬.૧૭ ના રોજ થયેલ ૧૩/૨૦૧૭ નંબરનું એક જાહેરનામું પણ બહાર પડયું છે.
તે મુજબ taxable territoryમાં આવેલ વેપારીને RCM પદ્ધતિએ GST ભરવાનો થાય. સામાન્ય રીતે માલ કે સેવાનો સપ્લાય કરનારે વેરો ભરવાનો હોય છે પરંતુ ઇભસ્ વાળા કિસ્સાઓમાં માલ કે સેવા રીસીવ કરનારની વેરો ભરવાની જવાબદારી કાયદાએ નક્કી કરેલ છે. ત્યારબાદ જાહેરનામા ક્રમાંક ૨/ ૨૦૧૮ તા. ૨૫.૦૧.૨૦૧૮થી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને અન્ય સરકારી કચેરીઓને જો લીગલ સેવાઓ આપવામાં આવે તો જીએસટી નહીં લાગે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
છેલ્લે રિપ્રેઝન્ટેશનની સેવાઓ (કોર્ટ કે પંચ અથવા અન્ય સત્તા સમક્ષ રજૂઆતની સેવાઓ) અને અન્ય સેવાઓને લગતી મૂંઝવણ દૂર કરવા માટે એક પરિપત્ર ક્રઃ ૨૭-૦૧-૨૦૧૮-GST, 27-01-2018-GST, F.No.354/107/2017-TRU તાઃ ૦૪.૦૧.૨૦૧૮ના રોજ કરવામાં આવેલ છે. જેમાં મુદ્દા ક્ર-૭માં સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે, In case of legal services including representational services provided by an advocate including a senior advocate to a business entity, GST is required to be paid by the recipient of the service under reverse charge mechanism, i.e. the business entity”.
જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮.૬.૧૭ માં આપેલ વ્યાખ્યાઓ ઃ
2(b) “advocate” has the same meaning as assigned to it in clause (a) of sub-section (1) of section 2 of the Advocates Act, 1961 (25 of 1961);
2(zm) “legal service” means any service provided in relation to advice, consultancy or assistance in any branch of law (Income tax, GST, Customs, IPC, Civil law, Patents, IPR, family disputes, વગેરે) in any manner and includes representational services (જેમ કે, રૂબરૂ હાજર રહીને રજૂઆત કરવી, સુનાવણીમાં હાજર રહેવું) before any court, tribunal or authority.


