GST કર પ્રણાલી હેઠળ કુદરતી ન્યાયના સિદ્ધાંત અને સાંભળવાની તકનું મહત્ત્વ જાણીએ
- GSTનું A to Z - હર્ષ કિશોર
- વેપારીનો જવાબ ધ્યાને લીધા વગર કરવામાં આવેલ આવા પ્રકારનો આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે
કોઈપણ કાયદામાં અને વિશેષ કરીને ટેક્સેશનને લગતા કાયદામાં જ્યારે નોંધાયેલ કરદાતા સરકાર શ્રી વતી વેરો ઉઘરાવે છે ત્યારે તેની વિરુદ્ધ કોઇપણ પગલું લેતાં પહેલાં તેને સાંભળવાની તક આપવી ખૂબ જ પાયાની બાબત ગણાય છે. કાયદાકીય ભાષામાં કુદરતી ન્યાયનો સિદ્ધાંત પણ એટલો જ મહત્ત્વનો છે. તે સિવાય વિવિધ કોર્ટો ''reasons to believe' અને reasons to be recorded in writing ને પણ એટલું જ મહત્ત્વ આપે છે. એકલા જીએસટી કાયદામાં જ ઓછામાં ઓછાં કુલ ૩૧ વખતreasons to believe અને ૧૫ વખત reasons to be recorded in writing શબ્દો આવે છે. સમયાંતરે SGST અને CGST કમિશ્નર/બોર્ડ, એમ બંને દ્વારા અધિકારીઓ માટે વિવિધ કલમો હેઠળ આદેશ કરવા માટે આંતરિક SOP બહાર પાડીને માર્ગદર્શન પૂરું પડાય છે. તેમ છતાં કેટલાક અધિકારીઓ કુદરતી ન્યાયના સિદ્ધાંતો, કારણોની નોંધ કરવાનું, વગેરે બાબતે ભૂલ કરી બેસે છે. આમ તો GST કાયદામાં કે અન્ય કાયદાઓમાં natural justice, reasoned order, reasons to be recorded in writing વગેરે જેવા શબ્દોની વ્યાખ્યા આપેલ નથી. આપણે કાયદાની ડીક્ષનરી અને કોર્ટોના અર્થઘટન પ્રમાણે આવા શબ્દોને સમજીએ.
Natural justice એટલે શું ? One of the primary conditions for equitable, fair and just adjudication is that the adjudicating authority must follow the principles of natural justice. It implies that the person who is subject to adjudication must be put to notice and given an opportunity of being heard (સુનાવણીની તક) before any order is passed against him.
Conferment of quasi-judicial power (અર્ધ-ન્યાયિક સત્તાઓ) further implies that the person concerned must follow the rules of natural justice, and must give reasons for making the order which he is empowered to make.
Natural justice ના સિદ્ધાંતો કયા ? The principles of natural justice are grounded in procedural fairness which ensures taking of correct decision and procedural fairness is fundamentally an instrumental good, in the sense that procedure should be designed to ensure accurate or appropriate outcomes.
Doctrine of natural justice ? કાયદા નિષ્ણાંતો અને નામદાર કોર્ટોના મતે,The doctrine of natural justice cannot be defined in a specific manner but the compliance with the doctrine is solely dependant upon the facts and circumstances of each case. Natural justice is the administration of justice in a common sense liberal way. The expressions 'natural justice' and legal justice do not present a water-tight classification.
Natural justice ને લગતો અગત્યનો કેસ : In the Assistant Commissioner v Shukla brothers, 2010 નામદાર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, that principle of natural justice has twin ingredients, the person likely to be adversely affected by action of authorities should be given notice to show cause and should be granted an opportunity of being heard.
The orders passed by authorities should give reasons for arriving at conclusion showing proper application of mind. The violation of either of them vitiates (અસરહીન કે નિરર્થક કરવું) the order itself. The order should be supported by reasons of ratinality (તાર્તિક ચર્ચા).
Canara Bank v Debasis Das in 2003 ના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટનું અવલોકન Concept of natural justice has undergone a great deal of change in recent years. Rules of natural justice are not rules embodied always expressly in a Statute (ધારાસભાએ ઘડેલ કાયદો) or in rules framed thereunder. They may be implied from the nature of the duty to be performed under a statute.
માનવાને કારણ : ટેક્સેશનના કાયદાઓમાં માનવાને કારણની બાબત ખૂબ જ સામાન્ય પરંતુ અગત્યની છે. આવકવેરા અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૧૪૭ માં Reason to believe નો ઉલ્લેખ આપણને મળે છે. IPC, 1860 le fjb 26 Bþsc, a person is said to have Reason to believe a thing if he has sufficient cause to believe that thing but not if he merely supposes that thing to be true or has a vague or indefinite idea about it. Thus, the term Reason to believe means a belief which is founded on reasonable grounds and not on mere supposition or imagination.
BNS, 2023 ની કલમ 2(29) મુજબ, Reason to believe : A person is said to have Reason to believe a thing if he has sufficient cause to believe that thing but not otherwise. Reason to believe ને કારણે ટેક્સ વિભાગના અધિકારી માટે કામ કરવું સરળ પણ થાય છે અને જવાબદારી પણ એટલી જ રહે છે. કરચોરીના દરેક કિસ્સામાં અગાઉથી વૈજ્ઞાનિક ઢબે સાબિતીઓ મળતી નથી. માત્ર અનુભવના આધારે અને કેટલાક symptoms ના આધારે અધિકારીને માનવાને કારણ રહે છે કે રેડ પાડવી કે નહિ અથવા રજીસ્ટ્રેશન/આઈટીસી/રિફંડ આપવું કે નહિ. આ બે શબ્દોનો અર્થ જોઈએ તો Reason એટલે કારણ અથવા વાજબીપણું. જ્યારે Believe એટલે ખરૂં/ખોટું માનવું, સ્વીકારવું કે ભરોસો હોવો. અધિકારીને મળેલ અથવા તેની સમક્ષ રજુ થયેલ વિગતો માનવી કે નહિ તે માટે તેની પાસે કારણ અને વાજબીપણું હોવું જરૂરી છે. હકીકતોનો અભ્યાસ કરીને અને માઈન્ડ એપ્લાય કરીને તૈયાર થયેલ તેની માન્યતાની બારીક તપાસ કે ઉલટ તપાસ ન થઈ શકે.
Reasoned order એટલે શું ? ? Any order of adjudication or appeal or in any proceeding which is quasi-judicial in nature should be a complete order discussing there-in-everything in relation to matter adjudicated, including facts, statutory provisions, submissions (GST ના સંદર્ભે વેપારીની રજૂઆત), arguments and detailed findings based on which order is issued.
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટનો એક મહત્ત્વનો ચૂકાદો આવેલ છે જેને વિગતો આજે આપણે જાણવા પ્રયત્ન કરીશું.
કેસનું નામ :Multi Metal Industires Versus The Union of India & Anr, કેસ નંબર: R/Special Civil Application No. 3182 of 2025, આદેશ તારીખ: 31/07/2025.
વિગતો : પીટીશનર કંપની એક ભાગીદારી પેઢી છે જેનો મુખ્ય ધંધો ફેરસ અને નોન ફેરસ મેટલ તેમજ સ્ક્રેપને લગતો છે. આ કંપનીને તારીખ 6-8-2024 ના રોજ DRC-01 માં કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલ જેના જવાબમાં વેપારી પેઢીએ તારીખ 8-8-2024 ના રોજ DRC 06 માં તમામ જરૂરી માહિતી જેવી કે ઇન્વોઇસ, ઇ-વેબીલ, લોરી રીસીપ્ટ, વે-સ્લીપ, લેજર એકાઉન્ટ વગેરે પુરા પાડેલ હતા અને ઓન-લાઇન જવાબ સાદર કરેલ હતો. પરંતુ સંબંધિત અધિકારી દ્વારા વેપારીશ્રીનો જવાબ ચકાસ્યા વગર તારીખ 23-12-2024 ના રોજ એક તરફી ઓર્ડર કરીને કલમ ૧૬(૨) ની જોગવાઈઓના ભંગ બદલ રૂા. Rs. 1,46,31,093/- નું માંગણું ઉપસ્થિત કરવામાં આવેલ અને તેમાં જણાવેલ કે વેપારી પેઢી તરફથી કારણદર્શક સૂચનાના સંદર્ભે કોઈ જવાબ આપવામાં આવેલ નથી.
આ આદેશથી નારાજ થઈને વેપારી તરફથી નામદાર કોર્ટ સમક્ષ પીટીશન દરમિયાન એવી રજૂઆત કરવામાં આવી કે વેપારીનો જવાબ ધ્યાને લીધા વગર કરવામાં આવેલ આવા પ્રકારનો આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. અધિકારી કક્ષાએ શરૂઆતમાં એવી દલીલ કરવામાં આવી કે વેપારી પેઢીને તારીખ ૧૦-૯-૨૪, ૧૬-૧૦-૨૪, ૧૩-૧૧-૨૪ અને
૧૩-૧૨-૧૪ ના રોજ આરપીએડીથી નોટિસ પાઠવીને સુનાવણીની તક આપવામાં આવેલ હતી.
એટલે તેઓની પાસે પૂરતો સમય હતો જે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ ન કહી શકાય. જોકે આ નોટિસો પરત આવેલ હતી અને તેમાં લેફટનો શેરો મારેલ હતો. કોર્ટના ધ્યાને આવ્યું કે અધિકારીએ જણાવેલ તથ્યો જુદા છે. ખરેખર તો જીએસટી નેટવર્ક ઉપરથી જોઈ શકાય છે કે પીટીશનર કંપનીએ તારીખ
૮-૮-૨૦૨૪ ના રોજ પુરાવા સહિત જવાબ કરેલ છે.
બાદમાં જો કે અધિકારી તરફથી નામદાર કોર્ટને એવી રજૂઆત કરવામાં આવી કે પીટીશનલ કંપનીએ જવાબ ફાઈલ કરેલ જણાય છે. પરંતુ આદેશ કરનાર અધિકારી દ્વારા તેમના લોગીન આઈડીમાં આ જવાબ ટેકનિકલ કારણોસર જોઈ શકાયો ન હતો. તેથી આવી ક્ષતિ થવા પામેલ છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે પોતે આવા કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ થયેલ કેસની મેરીટમાં ગયા વગર અધિકારીએ કરેલા આદેશ માટે અસાઈડ કરેલ છે.