- GST નું A to Z - હર્ષ કિશોર
- બિલ્ડર અને ગ્રાહક વચ્ચે કરાર થાય અને એલોટમેન્ટ લેટર અપાય કે ફ્લેટ નક્કી થાય તેનો મતલબ કે ગ્રાહક, બિલ્ડર પાસેથી બાંધકામની સેવા લેવા અને બિલ્ડર એ સેવા પૂરી પાડવાનો કરાર કરે છે
આપણે જાણીએ છીએ કે VAT અને GSTની works contract ની જોગવાઈઓમાં ફરક છે. જીએસટી હેઠળ વર્કસ કોન્ટ્રાકટ માત્ર સ્થાવર મિલકતના કિસ્સામાં થઈ શકે છે અન્ય કરાર હેઠળ કરવામાં આવતા માલ કે સેવાના સપ્લાય, એ સપ્લાયની વ્યાખ્યામાં આવશે. જીએસટી કાયદામાં કેટલીક વ્યાખ્યાઓ RERA ના કાયદામાંથી લેવામાં કે અપનાવવામાં આવેલ છે. હાલની GST ની જોગવાઈઓ મુજબ works contract અને construction service માં થોડોક તફાવત રહેલ છે. GSTના જાહેરનામાં ક્ર : ૧૧/૨૦૧૭ Central Tax (Rate) -તા ૨૮.૬.૨૦૧૭માં લેબર કોન્ટ્રાકટ અને ''વર્કસ કોન્ટ્રાકટનો સમાવેશ Heading ૯૯૫૪ Construction services હેઠળ કરવામાં આવેલ છે અને વર્કસ કોન્ટ્રાકટની વ્યખ્યા કલમ ૨(૧૧૯) તળે આપવામાં આવેલ છે.
આમ તો construction contract પણ એક works contract છે. Works contract માં ગ્રાહક (સેવા મેળવનાર) contractor (સેવા આપનાર) નો સંપર્ક કરે છે અને પોતાની જરૂરિયાત મુજબ બાંધકામ કરવાનું કહે છે. મોટાભાગના કિસ્સામાં જમીન ગ્રાહકની પોતાની અથવા લીઝ પર લીધેલ હોય છે. ર્ભહાચિર્બાિ અને ગ્રાહક વચ્ચે એક કરાર થાય છે અને contractor, labour અને materialથી કરાર મુજબ બાંધકામ કરે છે. જો તે પૈકી material ગ્રાહક તરફથી પૂરો પાડવામાં આવે તો આવા કામને નચર્મેિ ર્બહાચિબા કહે છે. જયારે construction service માં બિલ્ડર કે ડેવલપર પાસે અગાઉથી નક્કી એવો ગ્રાહક હોતો નથી.ભલે થોડાક ગ્રાહક જાણીતા હોય તો પણ બિલ્ડર કે ડેવલપર પોતાની રીતે બાંધકામ હાથ ધરે છે અને કેટલાક ગ્રાહક બાદમાં આવે છે. ગ્રાહક પાસે જમીન હોતી નથી કે રહેતી નથી.
GST lt Schedule-II [Section 7] Activities[or Transactions] to be treated as supply of goods or supply of services (વેરાપાત્ર) :
“5. Supply of services: The following shall be treated as supply of services, namely:- (a) renting of immovable property; (b) construction of a complex, building, civil structure or a part thereof, including a complex or building intended for sale to a buyer, wholly or partly, except where the entire consideration (અર્થઘટનના વિવાદની ઝંઝટ અહીંયા છે.
અહીં શબ્દ ''એન્ટાયર કન્સીડરેશન'' વાપરેલ છે એટલે કે સંપૂર્ણ રકમ અથવા અવેજ. એટલે કાયદાની ભાષામાં જોવા જઈએ તો જો under-construction મકાનના બુકિંગ માટે ઓછામાં ઓછો એક પણ રૂપિયો આપેલ હોય અને બાકીની રકમ કમ્પ્લીશન સર્ટિફિકેટ પછીથી આપેલ હોય તો પણ તે entire consideration ન કહેવાય અને તેથી પૂરેપૂરી રકમ ઉપર એટલે કે કમ્પ્લીશન સર્ટિફિકેટ પહેલા આપેલ રકમ અને કમ્પ્લીશન સર્ટિફિકેટ રકમ આવ્યા બાદની રકમ સહિત મકાનની પુરેપુરી કિંમત ઉપર GST લાગે. ઉપરના દાખલામાં રૂ. ૬૦ લાખ નહિ પરંતુ રૂ ૮૦ લાખ એમ તમામ રકમ ઉપર જીએસટી લાગે. બિલ્ડર અને ગ્રાહક વચ્ચે કરાર થાય અને એલોટમેન્ટ લેટર અપાય કે ફ્લેટ નક્કી થાય તેનો મતલબ કે ગ્રાહક, બિલ્ડર પાસેથી બાંધકામની સેવા લેવા અને બિલ્ડર એ સેવા પૂરી પાડવાનો કરાર કરે છે. આવા કેસમાં મકાનની ફાઈનલ સોંપણી ર્બસૅર્નીૌહ બીિૌકૈબચાી આવ્યા પહેલા થાય કે પછી, વેરાકીય જવાબદારીમાં વધ-ઘટ થતી નથી.) has been received after issuance of completion certificate, where required, by the competent authority or after its first occupation, whichever is earlier.
GST કાયદાની કલમ ૨(૧૧૯) મુજબ ''વર્કસ કોન્ટ્રાકટ'', ને સપ્લાય ઓફ સર્વિસ કહેવાય છે. GST કાયદામાં કુલ ૧૪ પ્રકારની પ્રવૃત્તિને સમાવિષ્ટ કરીને વર્કસ કોન્ટ્રાકટની વ્યાખ્યા કરવામાં આવેલ છે. ''વર્કસ કોન્ટ્રાકટ'', એટલે કોઈ સ્થાવર મિલકતના નિર્માણ, બાંધકામ, ફેબ્રીકેશન, કોઈ મિલકતને પૂર્ણ કરવી, સ્થાવર મિલકત ઊભી કરવી, તેની સ્થાપના કરવી, તેનું ફીટીંગ કરવું, તેને સજ્જ કરવી, સુધારવી, તેમાં ફેરફાર કરવા, તેની મરામત્ત કરવી, તેની નિભાવણી (સચૈહાચૈહ) કરવી, તેનો જીર્ણોદ્ધાર કરવો, તેમાં પરિવર્તન કરવા અથવા તેને બનાવવા માટેનો કરાર અને આવા કરારની અમલ બજવણીમાં માલ સામાનનો માલ તરીકે અથવા બીજા કોઈ સ્વરૂપે માલિકી હકકો તબદીલ થતા હોય તેને વર્કસ કોન્ટેક્ટ કહેવાશે.
હવે જોઈએ તાજેતરમાં તારીખ ૧૭.૧૧.૨૦૨૫ ના રોજ HIGH COURT OF JUDICATURE AT ALLAHABAD lt M/S Vimlesh Kumar Contractor vs State of U.P. and 3 others, WRIT TAX No. - 1021 of 2025 ના કેસમાં આવેલ ચુકાદાની અગત્યની વિગતો.
વિગતો: આ કેસમાં પીટીશનર દ્વારા તારીખ ૨૮.૪.૨૦૨૪ ના રોજ થયેલ વર્ષ ૨૦૧૮-૧૯ માટે કલમ ૭૩ હેઠળના આદેશ અને ત્યારબાદ ૨૧.૧. ૨૦૨૫ ના અપીલ આદેશને પડકારવામાં આવેલ હતો.વેપારી પક્ષે એવી રજૂઆત કરવામાં આવેલ કે વેપારી પેઢી, માલિકી પેઢી છે અને જીએસટી નંબર ધરાવે છે તેમજ વર્કસ કોન્ટ્રાકટને લગતું કામ કરે છે. આ વેપારીને ડિપાર્ટમેન્ટ તરફથી તારીખ ૩૧.૧.૨૦૨૪ ના રોજ જીએસટીની કલમ ૭૩ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે નોટિસ પાઠવવામાં આવેલ અને તેમાં જણાવવામાં આવેલ કે તેમના જીએસટીઆર-૩બી ના પત્રક અને ફોર્મ ૨૬ એએસ માં તફાવત આવે છે. અહી નોંધવાનું કે ર્ખસિ છજી-૨૬ આવકવેરા વિભાગ દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે. ફોર્મ ૨૬ એએસ માં ટીડીએસ અને ટીડીએસ ટીસીએસની વિગતો દર્શાવવામાં આવેલ હોય છે.પ્રસ્તુત કેસમાં વેપારીના જીએસટી અને ૨૬ એએસમાં તફાવત આવવાને પરિણામે જીએસટી વિભાગ દ્વારા તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી.
વેપારી પક્ષે વધુમાં જણાવવામાં આવ્યું કે આવી નોટિસો GST પોર્ટલ ઉપર ''એડિશનલ નોટિસ એન્ડ ઓર્ડર'' ની લિંક હેઠળ અપલોડ કરવામાં આવેલ હોવાથી અમો તે જોઈ શક્યા ન હતા અને નોટીસ સામે કોઈ જવાબ ફાઈલ કરી શક્યા ન હતા. જોકે અધિકારી કક્ષાએથી એક તરફી નિર્ણય લઈને અમારી વિરુદ્ધ આદેશ પસાર કરવામાં આવેલ. ત્યારબાદ અમોએ અપીલ તબ્બકે કોન્ડોનેશનની અરજી કરેલ જે પણ અમાન્ય રાખવામાં આવેલ છે.વેપારી પક્ષે નામદાર કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી કે હાલના જીએસટીના સત્તાવાળાઓને અમારા વેટકર પ્રણાલીના સમયગાળાના ધંધાકિય વ્યવહારો ઉપર વેરો લેવાની કોઈ સત્તા મળી રહેતી નથી. વેપારી પેઢી દ્વારા જળ નિગમ માટે વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ દરમિયાન કામો હાથ ધરવામાં આવેલ હતા. જેનું કેટલુક પેમેન્ટ તારીખ ૧.૭.૨૦૧૭ પછી એટલે કે જીએસટી પ્રણાલીના અમલ પછી મળેલ હતું. જલ નિગમ દ્વારા અમોને કામ પેટે ચુકવણી કરતી વખતે મૂલ્યવર્ધિતવેરા હેઠળ અમારા ચાર ટકાની કપાત કરવામાં આવેલ છે અને તેના સંદર્ભે જલ નિગમ દ્વારા અમોને પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ છે.પીટીશનર કંપની દ્વારા જીએસટીનો અમલ થાય તે પહેલા કામો કરવામાં આવેલ છે. ખરેખર તો અધિકારીશ્રીએ અમારી વિરુદ્ધ આદેશ કરતા પહેલા જલ નિગમ પાસે ક્રોસ ચેક કરવાની જરૂર હતી.
ડીપાર્ટમેન્ટ : સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવેલ કે વેપારી દ્વારા ભરવામાં આવેલ જીએસટીઆર-૩ બી અને ફોર્મ ૨૬ એએસમાં મિસ મેચ આવવાથી નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ અને આદેશ પસાર કરવામાં આવેલ છે. વેપારી પેઢીની જવાબદારી હતી કે તેઓ પોતાના સમર્થનમાં આવીને પુરાવા આપે જે વેપારી પેઢીએ આપેલ નથી.
કોર્ટનો ચુકાદો : બંને પક્ષોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે વેપારીની તરફેણમાં ચુકાદો આપેલ હતો અને જણાવેલ હતું કે માત્ર જીએસટીઆર-થ્રીબી અને ફોર્મ ૨૬ એએસમાં આવતા તફાવતના આધારે વેપારી પેઢી સામે દંડકીય કાર્યવાહી કરતા પહેલા અધિકારીએ પૂરતી ચકાસણી કરવાની જરૂર હતી. વધુમાં સરકાર પક્ષે GST કાયદા કે નિયમોમાં હોય એવી કોઈ સાબિતી રજૂ કરવામાં આવેલ નથી કે વેટ કર પ્રણાલી હેઠળ કરવામાં આવેલ કામોનું ચુકવણું જીએસટી કર પ્રણાલીમાં થાય તો તેના ઉપર જીએસટી લાગે. સરકારી અધિકારી દ્વારા jurisdiction વગર કાર્યવાહી કરવામાં આવેલ હોય તેવું જણાય છે. ઉક્ત આદેશ કાયદાકીય રીતે ટકી શકે તેમ ન હોઈ તે રદ કરવામાં આવે છે.


