mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એરાઉન્ડ ધ માર્કેટ .

Updated: Sep 17th, 2023

એરાઉન્ડ ધ માર્કેટ                                                          . 1 - image


રૂ. 17,000 કરોડની આઈટી હાર્ડવેર પીએલઆઇ

સરકાર આગામી બે અઠવાડિયામાં રૂ. ૧૭,૦૦૦ કરોડની આઈટી હાર્ડવેર પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમ માટે લાયકાત ધરાવતી કંપનીઓની યાદી બહાર પાડવાનું આયોજન કરી રહી છે. સરકારે કેટલીક કંપનીઓ પાસેથી તેમના દ્વારા સબમિટ કરેલી દરખાસ્તો અંગે સ્પષ્ટતા માંગી છે. આ સ્પષ્ટતા આવ્યા બાદ મંજૂર અરજદારોની યાદી જાહેર કરવામાં આવશે. રોકાણ યોજનાઓની તમામ જરૂરી વિગતો અને યોજના હેઠળ  ઉત્પાદનની શરૂઆતનો ઉલ્લેખ કરાશે. આઇટી હાર્ડવેર પીએલઆઇના બીજા તબક્કા હેઠળ લગભગ ૪૦ કંપનીઓએ તેમની દરખાસ્તો સબમિટ કરી હતી, જેને મે મહિનામાં યોજનાના પ્રથમ તબક્કાના બમણા ખર્ચ સાથે મંજૂર કરવામાં આવી હતી. ૪૦ અરજીઓમાં ૩૩ સ્થાનિક કંપનીઓ અને સાત વૈશ્વિક કંપનીઓ છે.  આઇટી  પીએલઆઇ સ્કીમ ૨.૦ નો ઉદ્દેશ્ય લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પીસી, સર્વર અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.  છ વર્ષના કાર્યકાળ સાથે, આ યોજના  ભારતમાં ઉત્પાદિત ઇલેક્ટ્રોનિક્સના ચોખ્ખા વધારાના વેચાણ પર સરેરાશ ૫ ટકા પ્રોત્સાહન આપશે, જેની ગણતરી પાયાના વર્ષમાં કરવામાં આવશે.

એરાઉન્ડ ધ માર્કેટ                                                          . 2 - image

બેટરી પાર્ટ્સ  માટે નવી પ્રોત્સાહક યોજના

ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) અને તેના ઘટકો માટે પ્રોત્સાહનો બહાર પાડયા પછી, સરકાર સંપૂર્ણપણે નવી પ્રોત્સાહક યોજના પર કામ કરી રહી હોવાનું કહેવાય છે જે ઇલેક્ટ્રિક વાહનોના બેટરી ઉત્પાદનમાં રોકાયેલી કંપનીઓ માટે હશે. જો કે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના સ્થાનિકીકરણ તરફ દબાણ કરવામાં આવ્યું છે, ખાસ કરીને બેટરી માટે કે જે સામાન્ય રીતે વાહનની કિંમતના ૪૦-૫૦% થવા જાય છે, ઉદ્યોગ હજુ પણ બેટરી સેલ અને બેટરી પેકની આયાત પર  નિર્ભર છે. આવી મોટાભાગની આયાત ચીનમાંથી થાય છે જે ઇલેક્ટ્રિક વાહનો માટે વૈશ્વિક બેટરી સપ્લાયના ૭૦%થી વધુને નિયંત્રિત કરે છે. આ સેગમેન્ટમાં સરકાર સ્થાનિક ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપવા માંગે છે. આ નવી યોજના હાલની યોજનાઓ જેવી કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) અને ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રીક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ્સ ઉપરાંતની હશે.  ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગ માટેની યોજના  લાવવામાં થોડો સમય લાગશે. આ નવી યોજના માટે  ઉદ્યોગ સાથે ચર્ચા વિચારણા કરાશે.

એરાઉન્ડ ધ માર્કેટ                                                          . 3 - image

ચર્ચિલની વૉર ઑફિસ લક્ઝરી હોટેલમાં તબદીલ

બ્રિટનના બીજા વિશ્વયુદ્ધ યુગના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની ઓલ્ડ વૉર ઑફિસ  ૨૬ સપ્ટેમ્બરના રોજ એક તદ્દન નવી લક્ઝરી હોટેલ તરીકે ઉદઘાટન થવા જઈ રહી છે. હિન્દુજા જૂથ, જેણે આ લેન્ડમાર્ક બિલ્ડિંગ હસ્તગત કરી હતી, આઠ વર્ષ પહેલાં,  તેને વૈભવી રહેઠાણો, રેસ્ટોરાં અને સ્પાના હબમાં પરિવર્તિત કરવા માટે રેફલ્સ હોટેલ્સ સાથે સહયોગ કર્યો હતો. પ્રોજેક્ટની દેખરેખ રાખનાર સંજય હિન્દુજાએ જણાવ્યું હતું કે, જ્યારે અમે આ ઈમારત વ્હાઇટહોલમાં આવ્યા, ત્યારે આ ભવ્ય ઈમારતના કદ અને સુંદરતાથી અમે અંજાઈ ગયા હતા. તેને તેના ભૂતપૂર્વ ગૌરવને પાછું લાવવા અને તેના વારસાને શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈ કસર છોડવામાં આવી નથી.  મૂળરૂપે ૧૯૦૬ માં પૂર્ણ થયેલ, આ ઈમારતની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ટ વિલિયમ યંગ દ્વારા કરવામાં આવી હતી. અગાઉ મૂળ પેલેસ ઓફ વ્હાઇટહોલનું સ્થળ હોવાથી, ચચલ અને ડેવિડ લોયડ જ્યોર્જ જેવા નેતાઓ યુનાઇટેડ કિંગડમમાં ઓફિસ સંભાળતા હોવાથી આ ઇમારત વિશ્વને આકાર આપતી ઘટનાઓની સાક્ષી રહી છે.  એટલું જ નહીં, આ ઇમારત જેમ્સ બોન્ડ્સ ફિલ્મો અને નેટફ્લિક્સ શ્રેણી 'ધ ક્રાઉન' માટે પણ બેકડ્રોપ તરીકે કામ કરતી હતી. સેંકડો કારીગરોની મદદથી નવીનીકરણ કરાયેલ આ ઈમારતના ૧૨૦ ગેસ્ટ રૂમ અને સ્યુટ્સ, મનોરંજનની જગ્યાઓ જેમાં બાલરૂમનો સમાવેશ થાય છે. રાજકીય અને લશ્કરી નેતાઓની ભૂતપૂર્વ ઓફિસો ઇમારતના સૌથી ઐતિહાસિક ભાગો છે. વર્ષો જૂની વોર ઓફિસનો ઇતિહાસ, તેના ભવ્ય સ્થાપત્ય અને  વિશાળ હેરિટેજ લુક આજે પણ જીવીત છે.

એરાઉન્ડ ધ માર્કેટ                                                          . 4 - image

રૂપિયો  દબાણ હેઠળ આવશે

આગામી દિવસોમાં રૂપિયો  દબાણ હેઠળ આવી શકે છે કારણ કે મજબૂત ક્રૂડ ઓઇલ બજાર ભારતની મેક્રોઇકોનોમિક સ્થિરતાને નુકસાન પહોંચાડી રહ્યું છે,   ભારતની ચાલુ ખાતાની ખાધ વિદેશી રોકાણકારો માટે મેક્રો ઇકોનોમિક સ્થિરતાનું મુખ્ય બેરોમીટર, ખાસ કરીને તેલના ભાવના આંચકા માટે સંવેદનશીલ છે. ગત અઠવાડિયે  ક્રૂડ ઓઇલ ૯૩ ડોલરના આંકને સ્પર્શી ગયું છે, જેનાથી ભારતના આયાત બિલમાં ૫૦ બિલિયન ડોલરનો ઉમેરો થવાની ધારણા છે, સરકારને સંભવિતપણે વધતી ચાલુ ખાતાની ખાધને રોકવા માટે કાયમી ચલણ પ્રવાહની જરૂર છે. આ ચલણ પ્રવાહ ઇક્વિટીમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (એફપીઆઈ) ના રૂપમાં આવી શકે છે. કમનસીબે, સંખ્યાબંધ પ્રતિકૂળ પરિબળોને કારણે વિદેશી રોકાણકારો ભારતમાંથી બહાર નીકળવાના  સંકેતો સાપડે છે. જેથી  ચાલુ ખાતાની ખાધ મુદ્દે ચિંતા વધી  છે. બજારના અંદાજો અનુસાર, ભારત ૨૦૧૮-૧૯માં ૪૫ બિલિયન ડોલરના ટયુન પર કાયમી વિદેશી ચલણનો પ્રવાહ જોયો હતો જે સ્તર ૨૦૧૨-૧૩ પછી જોવા મળ્યું નથી. આ મહિને અમેરિકી ડોલર સામે રૂપિયો ૨%થી વધુ તૂટયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરી કરવી પડી હતી. અગાઉ ૨૦૧૩માં પણ, રોકાણકારો ભારતની ઊંચી ચાલુ ખાતાની ખાધથી ગભરાઈ ગયા હતા કારણ કે સીરિયા પર હુમલો થવાની ભીતિના કારણે તેલના ભાવમાં વધારો થયો હતો. તે સમયે રૂપિયો ૩ જૂનથી ૨૮ ઓગસ્ટ, ૨૦૧૩ વચ્ચે ૨૧ ટકાથી વધુ ઘટયો હતો.

એરાઉન્ડ ધ માર્કેટ                                                          . 5 - image

હાઇવે મંત્રાલયે ખર્ચના લક્ષ્યાંકને ઘટાડી દીધો 

હાઇવે બાંધકામની ગતિ ધીમી પડી હોવાથી, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે મૂડી ખર્ચની ગતિમાં ઘટાડો કર્યો છે અને હવે ડિસેમ્બર સુધીમાં તેના બજેટ ખર્ચના ૮૦ ટકા ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે અગાઉનો લક્ષ્યાંક ૯૧ ટકા હતો. એપ્રિલ-ઓગસ્ટના સમયગાળામાં મંત્રાલયનો મૂડી ખર્ચ રૂ. ૨.૫૮ ટ્રિલિયનના એકંદર ખર્ચ સામે રૂ. ૧.૧૨ ટ્રિલિયન હતો. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન મંત્રાલયે રૂ. ૧.૮૭ ટ્રિલિયનની બજેટ ફાળવણી સામે રૂ. ૧.૦૯ ટ્રિલિયન ખર્ચ્યા હતા.  આ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદમાં અંદાજ રજૂ કરવામાં આવ્યા ત્યારે મંત્રાલયની ફાળવણી બાદમાં વધારીને રૂ. ૨.૦૬ ટ્રિલિયન કરવામાં આવી હતી. ગયા વર્ષે પણ મંત્રાલયે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં બજેટ ફાળવણીનો ૮૦ ટકા  ખર્ચ કર્યો હતો. આખા વર્ષ માટે મંત્રાલયે ૧૩૮૦૦ કિમીના હાઇવે બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જે ૨૦૨૨-૨૩ કરતાં ૩૩ ટકા વધારે છે. મંત્રાલયને આ ધ્યેય પૂર્ણ કરવાનો વિશ્વાસ છે. ગયા વર્ષે પણ ડિસેમ્બર સુધીમાં તે ૫૭૪૪ કિમી હાઇવે પૂર્ણ કરવામાં સફળ રહી હતી અને ત્યારબાદ ઝડપ વધી હતી અને માર્ચના અંત સુધીમાં કુલ લંબાઈ ૧૦૩૩૧ કિમી થઈ  હતી. જો કે, આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી વિશ્લેષકો કહે છે કે નવા હાઈવે અને કોન્ટ્રાક્ટ આપવાની ગતિ નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં ધીમી પડે તેવી શક્યતા છે.

Gujarat