વિનટ્રેકના ફાઉન્ડર પ્રવિણ ગણેશને કસ્ટમ ખાતાની પોલ ખોલી નાખ્યા પછી હવે તેમની પ્રશંસા થઇ રહી છે. ચેન્નાઇના કસ્ટમ ખાતા પર તેમણે સીધો આક્ષેપ કરીને એમ કહ્યું છે કે અમે કંપની બંધ કરીને જઇ રહ્યા છીયે. તેમણે સોશ્યલ નેટવર્ક પર લખ્યું છે કે લાંચ આપીને અમે કંટાળ્યા છીયે એટલે ઓફિસ બંધ કરીયે છીયે. પ્રવિણ ગણેશન મૂળ તમિળનાડુના છે અને તેમણે અન્ય વેપારીઓને આવાહન કર્યું છે કે તમે પણ કસ્ટમ ખાતાના ભ્રષ્ટાચારની સામે બાંયો ચઢાઓ. વેપારીઓ બહુ ઉસ્તાદ હોય છે. તે લોકો લાંચ આપીને પોતાનું કામ કઢાવી લે છે. સરકારી ખાતા સાથે બહુ વિવાદમાં નથી પડતા પરંતુ પ્રવિણ ગણેશને તો જેમને લાંચ આપી તેમના નામ પણ જાહેર કર્યા હતા.

10 સૌથી વધુ પૈસાદાર પ્રોફેશનલ્સ
૧૦ સોથી વધુ પૈસાદાર પ્રોફેશનલ્સની યાદી પર નજર નાખવા જેવી છે. ૧..જયશ્રી ઉલ્લાલ (એરિસ્ટા નેટવર્ક)..૨..સત્ય નડેલા(માઇક્રોસોફ્ટ)..૩..નિકેશ અરોરા (પાલો અલ્ટો નેટવર્ક)..૪..ઇગ્નેટસ નેવીલ નોરોન્હા (એવન્યૂ સુપર માર્કેટ)..૫..અજયપાલ સિંહ બગ્ગા( ઇન્વેસ્ટમેન્ટ)..૬..થોમસ કુરીયન (ઇન્વેસ્ટમેન્ટ)..૭..સુંદર પિચાઇ..(ગુગલ)..૮..ઇન્દ્રા કે. નૂઇ( પેપ્સી કો).. ૯..શાંતનૂ નારાયણન(એડોબ) ..૧૦.. અજીત જૈન(બર્ક શાયર હેથવે)

કામના કલોકો અને યુરોપ
યુરોપમાં કામ કરતી એક મહિલાએ તેની ઓફિસનો સાંજે પાંચ વાગ્યાનો વિડીયો સોશ્યલ નેટવર્ક પર મુકતા તેની સરખામણી ભારતના લોકોના કામના કલાકો સાથે થઇ રહી છે. યુરોપની મહિલાએ મુકેલા વિડીયોમાં સાંજે પાંચ વાગે ઓફિસો ખાલીખટ જોવા મળી હતી. યુરોપમાં લોકો કામની સાથે પોતાની અંગત લાઇફ માટે પણ સમય ફાળવતા હોય એમ લાગે છે. ભારતની કંપનીઓમાં સાંજે પાંચ વાગે ક્યારેય ઓફિસો ખાલીખટ જોવા નથી મળતી. અનેક કંપનીઓમાં આવવાનો સમય ફીક્સ હોય છે પણ જવાનો સમય ફીક્સ નથી હોતો. ભારતના અનેક લોકોએ કામના કલાકો બાબતે નાખુશી વ્યક્ત કરી છે.


