Get The App

બ્લેક બોર્ડ-લખવાના ચોક વિશે વિસ્તુત્ર માહિતી

Updated: Jun 5th, 2022

GS TEAM


Google News
Google News
બ્લેક બોર્ડ-લખવાના ચોક વિશે વિસ્તુત્ર માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

કલાસ રૂમ... બ્લેક બોર્ડ-ટીચર-ચોક, પાટી-પેન.... ડસ્ટર વાળુ શિક્ષણ આપવાની પધ્ધતિ ચાલુ રહેવી જોઈએ એ વિચારને આપણે બાજુએ મૂકી દેવાની જરૂર છે. કારણ કે હવે શિક્ષકોને માત્ર શિક્ષણ સામગ્રી (કન્ટેન્ટ) રચવા અને તેને વિદ્યાર્થીઓને સમજાવવા માટે ઝાઝો સમય આપવાની જરૂર નથી કારણ કે ઈન્ટરનેટએ કન્ટેન્ટનો સૌથી મોટો સ્ત્રોત અને પહોચનું સશક્ત માધ્યમ બની ચૂક્યું છે.

જ્યારે આવા સંજોગોમાં શિક્ષકે પણ પોતાની ભૂમિકા બદલીને એક અનુભવિ તથા વિશ્વસનીય સલાહકારની બનાવવી પડશે. ગોખણપટ્ટી કરાવતા શિક્ષણને બદલે સ્વતંત્ર રીતે, કઈ રીતે વિચારી શકાય એ શીખવવું-વધારે મહત્વપૂર્ણ બની રહેશે.

આપણે એક એવા સમયમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જ્યાં જ્ઞાાન અને બુધ્ધિમતા વૈશ્વિક સહયોગના મુદ્દા બની રહ્યાં છે. પરિણામે, ભારત જેવા પરંપરાઓને સાથે લઈને આગળ વધતા દેશને પોતાની મર્યાદાઓ વળોટી જઈને બહારની દુનિયા પાસેથી સહયોગ લેતા, આપતા શીખવું પડશે.

શિક્ષણ, વિજ્ઞાાન, શાસન, આર્થિક પોષણ જેવી બાબતોમાં સાહસિક પહેલ માટે નોલેજ કમિશન ખુલ્લા દિમાગથી નવી નવી શક્યતાઓ તપાસી રહ્યું છે. જેની સમાજ પર બહુ દીર્ધકાલીન અસર પડશે. સમયની બદલાતી માગ અને લોકોની બદલાતી નજરને જોતાં આપણે પરિવર્તનની જરૂર છે. 

સૌ પ્રથમ શિક્ષણ બાબતે સરકારી તંત્રમાં પરિવર્તનની જરૂર છે. દૂર ગામડાઓમાં શાળા નથી, પાણી નથી, વીજળી છે તો મહેમાન જેવી છે. અને સરકાર સાક્ષરતા કાર્યક્રમોના ઢોલ બજાયે જાય છે. અર્ધીસદી ઉપરાંત સમયથી સરકાર આયોજનો કરતી આવી છે. પરંતુ યોગ્યતા જેવા શબ્દોમાં લોકોને મિથ્યા રહી નથી. આ દેશને બોલી શકે એવી વ્યક્તિ નહી, પણ કાંઈક કરીને બતાવી શકે. એવું નેતૃત્વ જોઈએ છે. 

બ્લેક બોર્ડ પર લખવાના ચોક વિશે:-

શિક્ષક બ્લેક બોર્ડ પર ચોક વડે બાળકને એકડો ઘુટાવતા શીખવાડે છે અને બાળક પોતાની પાટી (સ્લેટ)માં પેન વડે એકડો ઘુટતા શીખે છે. તે પ્રકારના ચોક તેમજ પેન વિશે.

ચોક બનાવવા માટે વપરાતા કાચા રસાયણ:- પ્લાસ્ટર ઓફ પેરિસ પી.ઓ.પી. (કેલ્શિયમ સલફેટ), સોપ સ્ટોન  (ટાલ્ક) અને પાણી વડે  ચોક બનાવી શકાય છે. જેમાં સેટિંગ ટાઈમ પાણી સાથેનો હોય છે. ચોક બનાવવા માટે લાકડા, અથવા રબ્બરના મોલ્ડ વાપરવામાં આવે છે.

ચોક બનાવવા માટે વપરાતા રસાયણો માટેનું વિષલેસણ:-

પ્લાસ્ટર ઓફ પેરિસ-પી.ઓ.પી કેલ્શિમ સલફેટ-કેશ નં. ૧૦૧૦૧-૪૧-૪ જે નેચરલ હાઈડ્રેટેડ ફ્રોમ એઝ જીપ્સમ-જે હેમિહાઈડ્રેટ-પ્રકારની હોય છે.

પ્રોપર્ટી:- (પ્યોર અનહાઈડ્રસ) વાઈટ કલર લેસ પાવડર ફોમમાં હોય છે.

ડેરીવેશન:- જે નેચરલ સૌર્ચ તેમજ કેમિકલ ઓપરેશન વડે બાય-પ્રોડકટસ મળે છે.

સોપ સ્ટોન (ટાલ્ક): ટેલ્કમ, સોપ સ્ટોન, કેશ નં. ૧૪૮૦૭-૯૬-૬ જે નેચરલ હાઈડ્રસ મેગ્નેશિયમ સિલીકેટ હોય છે.

પ્રોપર્ટી:- વાઈટ, એપલ-ગ્રીન, ગ્રે અને પર્લી પાવડર, ગ્રેસીલસ્ટર, ગ્રેસી ફીલ પ્રકારનો પાવડર હોય છે.

ડસ્ટ ફ્રી ચોક સ્ટીક બનાવવા માટે ઉપરના ફોર્મ્યુલેશનમાં હાઈડ્રોકાર્બન ઓઈલ તેમજ ઈમલસીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. કેલ્શિમ કાર્બોનેટનો ઉપયોગ કરી શકાય છે.

સ્લેટ પેન તેમજ કેઓન પેનસિલ બનાવવા માટે ટાલ્ક, પાણી અને ગરમીની-સહાયથી બનાવી શકાય છે. જ્યારે કેઓન પેનસિલ ને ટાલ્ક, વેકસ અને ગરમીની સહાયથી બનાવી શકાય છે.

લાઈસન્સ:- ચોક એક કુટિર ઉદ્યોગ હોય, ખાસ લાઈસન્સની જરૂર રહેતી નથી.

Tags :