Get The App

નાદાર રોલ્ટા ઇન્ડિયાને પતંજલિ ખરીદવા માંગે છે

Updated: Feb 19th, 2024

GS TEAM

Google News
Google News
નાદાર રોલ્ટા ઇન્ડિયાને પતંજલિ ખરીદવા માંગે છે 1 - image

બાબા રામદેવની કંપની પતંજલિને હવે રીયલ એસ્ટેટ બિઝનેસમાં ઝંપલાવવું હોય એમ લાગે છે કેમકે મુંબઇની નાદાર આઇટી સોલ્યુશન કંપની રોલ્ટા ઇન્ડિયા ખરીદવા પતંજલિ આયુર્વેદ મેદાનમાં છે. ૪૧૩ કરોડના દેવામાં ડૂબેલી કંપનીને ખરીદવા પતંજલિ સહીત નવ કંપનીઓ મેદાનમાં છે. પતંજલિની સ્પર્ધામાં પૂણે સ્થિત એક ડેવલોપર છે. પતંજલિએ ૮૩૦ કરોડની ઓફર મુકી છે જ્યારે પૂણેની કંપનીની ઓફર ૭૬૦ કરોડની છે. કહે છેકે કંપનીની જમીનો પર પતાંજલીની નજર છે.

નાદાર રોલ્ટા ઇન્ડિયાને પતંજલિ ખરીદવા માંગે છે 2 - image

ભારતની પોતાની કન્ટેનર શીપીંગ લાઇન

રાતા સમુદ્રમાં વધતી ચાંચાયીગીરી ચિંતાનો વિષય બની ગઇ છે. ભારતના એક્સપોર્ટને લાંબા ગાળે નુકશાન થઇ શકે છે. ચાંચીયાગીરીના ડરના કારણે શીંપીંગ પરના ઇન્સ્યોરન્સની કોસ્ટ વધી ગઇ છે. આ સંજોગોમાં ભારતની પોતાની કન્ટેનર શીપીંગ લાઇન તૈયાર કરાય તો તેના પર વેચાણ પણ રાખી શકાય અને ચાંચીયાઓથી બચી પણ શકાય. જ્યારે કોઇ દરિયાઇ પરિવહનની કટોકટી ઉભી થાય તો ભારતના એક્સપોર્ટ બિઝનેસ ને કોઇ અસર ના પડે તે બાબતે વિચારવું જોઇએ. જો આમ કરાયતો ભારત વર્ષે ૫૦ અબજ ડોલર બચાવી શકે છે.

નાદાર રોલ્ટા ઇન્ડિયાને પતંજલિ ખરીદવા માંગે છે 3 - image

કોચીંગ ક્લાસીસ વાળાની ગેરમાર્ગે દોરતી જાહેરખબરો પર તવાઇ

 પોતાની કોચીંગ સંસ્થાઓ તરફ વિધ્યાર્થીઓ આકર્ષાય એટલે તેમને વિવિધ જાહેરાતો મારફતે લલચાવાય છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ સરકાર હવે પોતાના કોચીંગ ક્લાસ વિશે ખોટું ચીતરણ કરીને વિદ્યાર્થીઓને લલચાવનાર ક્લાસીસ સામે પગલાં લેવાનું નક્કી કરાયું છે. કોચીંગ ક્લાસ કેવી જાહેરખબરો આપી શકે તે માટેની ગાઇડ લાઇન પણ નક્કી કરાઇ છે.

નાદાર રોલ્ટા ઇન્ડિયાને પતંજલિ ખરીદવા માંગે છે 4 - image

બિઝનેસ વુમન ૬૦૦ કરોડની નેટવર્થ

૬૦૦ કરોડની નેટવર્થ અને ૫૦ કરોડનું મેન્શન ધરાવતી નમિતા થાપર એમક્યોર ફાર્માસ્યુટીકલની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે. શાર્ક ટેન્કના તે રોકાણકાર છે. શાર્ક ટેન્કમાં આવતી જજ પૈકી તે સૌથી વધુ પૈસાદાર છે. તે નવી કાર મોડલના શોખીન હોઇ તેમની પાસે લકઝરી કારનો મોટો કાફલો છે.સફળ બિઝનેસ વુમનમાં તેમની ગણત્રી કરાઇ રહી છે. ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે પણ તે પ્રભાવી ગણાય છે.

નાદાર રોલ્ટા ઇન્ડિયાને પતંજલિ ખરીદવા માંગે છે 5 - image

સ્ટ્રીમીંગ માટે ત્રણ કંપનીઓ વચ્ચે કરાર

અમેરિકામાં ત્રણ મિડીયા કંપનીઓ સ્પોર્ટ સ્ટ્રીમીંગ માટેના સંયુક્ત સાહસ માટે હાથ મિલાવી રહી છે. એટલેકે તમામ સ્પોર્ટનું સ્ટ્રીમીંગ એકજ કંપની કરશે. આ કંપનીઓમાં ડિઝની, ફોક્સ અને વોર્નરનો સમાવેશ થાય છે. કારણ એ બતાવાયું છે કે યુવા દર્શકોને આકર્ષી શકાય પરંતુ ન્યાયતંત્રને શંકા છેકે આ લોકો સિન્ડીકેટ બનાવીને જાહેરખબરો આપનારાઓ પાસેથી તગડી રકમ પડાવશે. આવી સિન્ડીકેટના કારણે સારી વસ્તુ આપવાની સ્પર્ધા ખતમ થઇ જશે. જસ્ટીસ ડિપાર્ટમેન્ટ આ સમયુક્ત સાહસ પર નજર રાખી રહ્યું છે.

નાદાર રોલ્ટા ઇન્ડિયાને પતંજલિ ખરીદવા માંગે છે 6 - image

સેમીકન્ડકટર માટે ઇન્ટલે ૧૦ અબજ ડોલરની સબસીડી માંગી

અમેરિકાના બાઇડન વહિવટી તંત્ર પાસે આઇટી કંપની ઇન્ટેલ કોર્પોરેશને ૧૦ અબજ ડોલરની સબસીડી સહાયનું વચન મેળવવા પ્રયાસ કર્યો છે. ૨૦૨૨ ચીપ્સ એન્ડ સાયન્સ એક્ટ હેઠળ આ સહાય માંગવામાં આવી છે. સબસીડી માંગવા પાછળનો આઇડયા એ છે કે સેમિક્ન્ડકરનો બિઝનેસ અમેરિકાના હાથમાંથી સરકી રહ્યો છે તેને ફરી પાછો લાવવાનો છે. જો આ સબસીડી મંજૂર કરાશે તો તે સેમીકન્ડકટરના પ્લાન માટેનો સૌથી મોટો નિર્ણય હશે.

નાદાર રોલ્ટા ઇન્ડિયાને પતંજલિ ખરીદવા માંગે છે 7 - image

સોરાઃ ટેક્સ્ટમાંથી વિડીયો બનાવતું AI સોફ્ટવેર

આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ આવ્યા પછી ટેકનોલોજી ક્ષેત્રે રોજ કંઇક નવું આવી રહ્યું છે. ચેટજીપીટી (ChatGPT)તૈયાર કરનાર ઓપન એઆઇ (OpenAI) મારફતે ટેક્સ્ટ ટુ વિડીયો બનાવવાનું મોડલ તૈયાર કરાયું છે. તેનું નામ સોરા (Sora) છે. તેના કારણેે ઉચ્ચારણ માટેના કોમ્પલીકેટેડ શબ્દોના ઉચ્ચારણ સાંભળી શકાશે અને તેનો ઉપયોગ કરી શકાશે. સોરા એક મિનિટના લાંબા વિડીયો ટેક્સ્ટ પરથી તૈયાર કરી શકાશે.