FOLLOW US

GST રિટર્નમાં ખૂટતી માહિતી મંગાય, પણ ઑડિટ હેવાલની વિગતો માગી

Updated: Nov 20th, 2022

- એન્ટેના : વિવેક મહેતા

વેપારીઓની કઠણાઈ ન વધારે તો જીએસટી અધિકારી નહિ. પૈસા પડાવવા માટે જાતજાતના ખેલ જીએસટી અધિકારીો કરતાં આવ્યા છે. ગત અઠવાડિયે એક અધિકારીએ મોટી રકમની લાંચ માગતા સીબીઆઈના છટકામાં સપડાયો છે. ક્યારેક જીએસટીના નંબર ઇશ્યૂ કરવામાં તો પછી ક્યારેક સ્થળ તપાસ કરવામાં અધિકારીો વેપારીઓને ખંખેૈરી લેવાની તક શોધી લે છે. સો ટકા  વેપારીઓ ગેરકાયદે કામ કરતાં હોવાની માનસિકતા સાથે જ જીએસટી અધિકારીઓ વર્તે છે. વેટમાંથી જીએસટીમાં આવ્યા તે વખતની ટ્રાન્ઝિટ ટેક્સ ક્રેડિટનો મુદ્દો આજે પાંચ વર્ષ બાદ પણ સંપૂર્ણ પણે ઉકલ્યો નથી. રોજ નવા નાટક જીએસટી અધિકારીો કરે છે. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિટર્નની સ્ક્રૂટિની કરતી વેળાએ અધિકારીને લાગે કે કેટલીક વિગતો ખૂટી રહી છે તે તેવા સંજોગમાં વેપારીને જીએસટી એક્ટની કલમ ૬૧ હેઠળ નોટિસ આપીને ખૂટતી માહિતી માગી શકે છે. પરંતુ તેને બદલે જીએસટી અધિકારીઓએ જીએસટી એક્ટની કલમ ૬૧ હેઠળ નોટિસ આપીને સંપૂર્ણ ઑડિટ રિપોર્ટ રજૂ કરવાનો આગ્રહ રાખ્યો છે. આ દુરાગ્રહ છે અને કાયદાકીય દ્રષ્ટિએ ગેરકાયદેસર છે એમ જીએસટીના એક્સપર્ટ્સનું કહેવું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીના  યુનિટ -૮માંથી આ પ્રકારની સંખ્યાબંધ નોટિસો ઇશ્યૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જીએસટીના નિષ્ણાતોનું કહેવું છે કે એએસએમસટી-૧૦ની નોટિસ સામાન્ય રીતે જીએસટીઆર-૩બી, જીએસટીઆર-૯-સી અને જીએસટી રજિસ્ટ્રેશન નંબર રદ કરાવતી વખતે જમા કરાવવાના થતાં ફાઈનલ રિટર્નના કેસમાં રિટર્નમાં કોઈ વિગતો ખૂટતી હોય તે જ વિગતો માગી શકાય છે. પરંતુ જીએસટી કચેરીના ઘટક-૮માંથી આડેધડ નોટિસો કાઢીને તેમની કાયદાકીય મર્યાદા ઓળંગીને કરદાતા વેપારીઓ પાસે વિગતો માગવામાં આવી રહી છે. 

જીએસટીમાં ખરીદી અને વેચાણની વિગતો આપતા રિટર્ન જીએસટીઆર-૩બીમાં તમે અધુરી વિગતો આપી છે. જીેએસટીઆર-૧ની વિગતો પૂરી દર્શાવી ન હોવાનું જણાવીને કરદાતાઓ પાસે સંપૂર્ણ ઓડિટ રિપોર્ટ માગવામાં આવી રહ્યો છે. આ રિટર્નમાં કોઈ અનિયમિતતા દેખાય તો અધિકારી કરદાતાને નોટિસ ચોક્કસ મોકલી શકે છે. પરંતુ તેમાં રિટર્નમાં ખૂટતી વિગતો અંગે જ વધુ માહિતી માગી શકે છે. તેને બદલે આખો ઓડિટ રિપોર્ટ સબમિટ કરવો પડે તેટલી બધી માહિતી માગે છે. જીએસટીના નિષ્ણાતો કહે છે કે આ ગેરકાયદેસર છે. ઓખા ઓડિટ રિપોર્ટની વિગતો માત્ર કલમ ૬૫ની જોગવાઈ હેઠળ આપેલી નોટિસમાં જ માગી શકે છે. તેઓ લોનની અને એડવાન્સની વિગતો પણ વેપારીઓ પાસેથી માગે છે. વેપારીઓએની અન્ય આવકની વિગતો પણ માગવામાં આવી રહી છે. જીએસટીઆર-૨એ અને જીએસટીઆર૩-બીના અનુસંધાનમાં પણ આ જ પ્રકારની નોટિસ આપવામાં આવી રહી છે. જીએસટીઆર-૯સીમાં પણ આંકડાઓની મેળવણી બરાબર ન થતી હોવાનું જણવીવને તેના અનુસંધાનમાં નોટિસો આપવામાં આવી રહી છે. 

જીએસટીઆર-૯ સીનું વાર્ષિક રિટર્ન ફાઈલ કરે ત્યારે પણ તેમાં મેળવણી કરવામાં તકલીફ થતી હોવાને નામે લોન અને એડવાન્સ સહિતની તમામ વિગતો તેઓ માગી રહ્યા છે. તેનાથી વેપારીઓએ કાગળો સુપરત કરવાની બિનજરૂરી જફા કરવી પડી રહી છે.  રિટર્નનું એસેસમેન્ટ કરતી વખતે માગવાની થતી માહિતી તેઓ માગી રહ્યા છે. એસેસમેન્ટ કરવા માટે અલગ કર્મચારીઓ ન હોવાથી સ્ક્રૂટિની સાથે જ આ વિગતો માગવામાં આવી રહી હોવાની ચર્ચાએ પણ તેને કારણે જોર પકડયું છે. નફા નુકસનની વિગતો પણ આ નોટિસ હેટળ આપવામાં આવી રહી છે.

Gujarat
English
Magazines