- વેચાણવેરો-સોહમ મશરુવાળા
દેશના કેન્દ્રીય બજેટ ૨૦૨૬માં સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાયદામાં કેટલાક મહત્વપૂર્ણ સુધારાઓ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ સુધારાઓ માત્ર કાયદાકીય ફેરફારો નથી, પરંતુ વેપાર જગત, નિકાસકારો, સેવા પ્રદાતાઓ અને ઉદ્યોગકારો માટે વ્યવહારિક સ્તરે મોટો પ્રભાવ પાડનારાં છે.
ખાસ કરીને સપ્લાય પછી આપવામાં આવતા ડિસ્કાઉન્ટ, રિફંડ પ્રક્રિયા, એડવાન્સ રૂલિંગ માટેની અપિલ વ્યવસ્થા અને ઇન્ટરમીડિયરી સેવાઓના પ્લેસ ઓફ સપ્લાય જેવા મુદ્દાઓ પર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આ લેખમાં આપણે આ તમામ ફેરફારોને સમજણ સરળ ભાષામાં આપવામાં આવે છે.
Intermediary સેવાઓ અંગે ઓટો નિર્ણય
IGST Act ની Section 13(8)(b) હટાવી દેવામાં આવશે. અગાઉ Place of supply = Supplier નું સ્થાન (ભારત) અને Export નો લાભ મળતો નહોતો. હવે નવો નિયમ Place of supply = ગ્રાહકનું સ્થાન (વિદેશ) અને આવી સેવાઓ હવે Export ગણાશે.
સપ્લાય પછીના ડિસ્કાઉન્ટ અંગે સ્પષ્ટતા
વ્યાપારમાં ઘણીવાર એવી સ્થિતિ સર્જાય છે કે માલ અથવા સેવા સપ્લાય કર્યા પછી ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ખાસ કરીને નીચેના પ્રકારના ડિસ્કાઉન્ટ સામાન્ય છે વાર્ષિક ટાર્ગેટ પૂર્ણ કરવા પર મળતો ડિસ્કાઉન્ટ, વોલ્યુમ આધારિત સ્કીમ, વર્ષ અંતે આપવામાં આવતો ટ્રેડ ડિસ્કાઉન્ટ GST કાયદાની અગાઉની જોગવાઈઓ મુજબ, આવા ડિસ્કાઉન્ટને ટેક્સેબલ વેલ્યુમાંથી ઘટાડવા માટે અનેક શરતો લાગુ પડતી હતી. વિભાગ દ્વારા ઘણીવાર એવી દલીલ કરવામાં આવતી હતી કે જો ડિસ્કાઉન્ટ ઇન્વોઇસ સમયે નક્કી ન હોય, તો તે GST એડજસ્ટમેન્ટ માટે માન્ય નથી. બજેટ ૨૦૨૬માં પ્રસ્તાવિત સુધારા મુજબ સપ્લાયર સપ્લાય પછી ક્રેડિટ નોટ ઈસ્યુ કરે અને ગ્રાહક (રિસીપીયન્ટ) તે ડિસ્કાઉન્ટ સંબંધિ Input Tax Credit (ITC) રિવર્સ કરે તો તે ડિસ્કાઉન્ટને ટેક્સ વેલ્યુમાંથી ઘટાડવાની મંજૂરી મળશે.
એડવાન્સ રૂલિંગમાં વિવાદ ઘટાડવાનો પ્રયાસ
GST હેઠળ એડવાન્સ રૂલિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઘણીવાર અલગ રાજ્યોમાં એક જ મુદ્દા પર અલગ-અલગ નિર્ણય આવતા હતા. આ વિવાદોને ઉકેલવા માટે National Appellate Authority ની જોગવાઈ હતી, પરંતુ તેની રચના હજી સુધી થઈ નથી. હવે સરકારને અધિકાર આપવામાં આવ્યો છે કે National Authority બને ત્યાં સુધી કોઈ મોજુદા ટ્રિબ્યુનલ અથવા ઓથોરિટીને એડવાન્સ રૂલિંગ અપિલ સાંભળવાની સત્તા આપી શકે આથી દેશભરમાં એકરૂપતા લાવવામાં મદદ મળશે.


