બે વર્ષ પછી તહેવાર સંબંધિત સેવાઓની માગમાં 55 ટકાનો વધારો

- નાના-મોટા શહેરોમાં ડેકોરેશન, કેટરર્સ, મીઠાઈ તેમજ ફુલોની માંગમાં નોંધપાત્ર વધારો

કોવિડ નિયંત્રણોને કારણે બે વર્ષ નવરાત્રિ અને દુર્ગા પૂજાની સાદગી સાથે ઉજવણી કર્યા બાદ ચાલુ વર્ષે નવરાત્રિ અને દુર્ગા પૂજા માટે મંડપ ડેકોરેટર્સ, મૂર્તિના કારીગરો અને કેટરર્સ જેવી સેવાઓ માટેની માગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પગલે ભારતના ગિગ અર્થતંત્રને અતિજરૂરી વેગ મળ્યો છે એવું તારણ જસ્ટડાયલ કન્ઝયુમર ઇનસાઇટસના રિપોર્ટમાં બહાર આવ્યું છે.

સમગ્ર ભારતના ૧૦૦ શહેરો અને નગરોમાં નવરાત્રિ અને દુર્ગા પૂજા માટે મૂર્તિના કારીગરો, મંડપ ડેકોરેટર્સ, મીઠાઈ દુકાનો, ફલાવર ડેકોરેટર્સ, પૂજાની ચીજવસ્તુઓના ડિલર્સ અને કેટરર્સ જેવી તહેવારની સેવાઓની બહોળી રેન્જ માટેની માગમાં વાર્ષિક ધોરણે ૨૯ ટકાનો વધારો થયો છે. માગ ટિઅર-૧ શહેરોમાં ૩૩ ટકા અને ટિઅર-૨ શહેરોમાં ૬૦ ટકા સુધી વધી છે.

બે પડકારજનક વર્ષ પછી ઉપભોકતા સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર સુધારો તહેવારની સેવાઓની બહોળી રેન્જ માટે એની માગમાં વધારામાં પ્રતિબિંબિત થાય છે. સમગ્ર દેશમાં મંડપ ડેકોરેટર્સ માટેની માગમાં ૧૨૪ ટકા સુધીનો વધારો થયો હતો. કેટરર્સ માટેની માગમાં ૫૫ ટકા સુધીનો અને મૂર્તિના કારીગરો માટેની માગમાં ૨૩ ટકા સુધીનો વધારો થયો હતો.

ટિઅર-૨ શહેરોમાં સર્ચમાં વધારો પણ સંકેત આપે છે કે તમામ વ્યવસાયો માટે તેમની પહોંચ વધારવા ઓનલાઇનહાજરી હોવી મહત્વપૂર્ણ છે. તહેવારની આગામી સિઝન સેવા પ્રદાતાઓની બહોળી રેન્જને અતિજરૂરી વેગ આપે છે એવી અપેક્ષા છે.

ઉપર ઉલ્લેખિત સેવાઓ માટે વધતી માગને સુસંગત રીતે સમગ્ર ભારતમાં તહેવારની સિઝન અગાઉ પૂજાની ચીજવસ્તુઓના ડિલર્સ, ફલાવર ડેકોરેટર્સ અને મીઠાઇની દુકાનો માટે માગમાં પણ વધારો થયો હતો. પૂજાની ચીજવસ્તુઓના ડિલર્સ માટે સર્ચમાં ૧૬ ટકાનો, મીઠાઈની દુકાનો માટે ૧૮ ટકાનો અને ફલાવર ડેકોરેટર્સ માટે ૮ ટકા સુધીનો વધારો થયો હતો.

ટિઅર-૧ શહેરોમાં મંડપ ડેકોરેટર્સ માટેની માગમાં ૧૧૮ ટકાનો, મૂર્તિના કારીગરો માટે ૨૯ ટકાનો કેટરર્સ માટે ૩૬ ટકાનો, પૂજાની ચીજવસ્તુઓના ડિલર્સ માટે ૨૧ ટકાનો, મીઠાઇની દુકાનો માટે ૧૩ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. તો ફલાવર ડેકોરેટર્સ માટેની માગ સ્થિર જળવાઈ રહી હતી. કોલકાતામાં દુર્ગા પૂજાની ઉજવણી માટે પૂર્વ ભારતના આ મેટ્રોપોલિસમાં મૂર્તિના કારીગરોની સૌથી વધુ માગ જોવા મળી હતી અને ત્યારબાદ દિલ્હી અને મુંબઈમાં સૌથી વધુ માગ જોવા મળી હતી.

જ્યારે મંડપ ડેકોરેટર્સ માટેની માગ મુખ્યત્વે કોલકતા, દિલ્હી અને મુંબઈના શહેરો દ્વારા મુખ્યત્વે સંચાલિત હતી. ત્યારે ફલાવર ડેકોરેટર્સની માગ મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદમાં ઉંચી જળવાઈ રહી હતી. જયારે મુંબઇ, દિલ્હી અને કોલકાતામાં દુર્ગા પૂજા અને નવરાત્રિની ઉજવણીઓ માટે કેટરર્સ માટેની સર્ચમાં વધારો થયો હતો, ત્યારે મીઠાઈની દુકાનો માટે ઓનલાઇન સર્ચ મુંબઇ, દિલ્હી અને બેંગાલુરુમાં ઉંચી જળવાઇ રહી હતી. ટિઅર-૨ શહેરોમાં તહેવારની સેવાઓ માટે ઓનલાઇન સર્ચમાં વાર્ષિક ધોરણે મોટો વધારો જોવા મળ્યો હતો, જે ટિઅર-૧ શહેરોમાં જોવા મળેલ સર્ચથી લગભગ બમણી હતી.

City News

Sports

RECENT NEWS