Updated: Mar 12th, 2023
મુંબઈ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ૩થી ૯ માર્ચના સપ્તાહ દરમિયાન ૪૨,૬૬,૨૬૧ સોદાઓમાં કુલ રૂ.૩,૪૧,૮૭૯.૧૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.૮૨,૧૬૬.૫૫ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.૨,૫૯,૫૪૦.૮૮ કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં ૬,૮૪,૧૨૧ સોદાઓમાં કુલ રૂ.૪૦,૦૧૪.૭૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૫૫,૮૯૯ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫૫,૯૮૨ અને નીચામાં રૂ.૫૪,૭૭૧ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૪૩૮ ઘટી રૂ.૫૫,૩૦૧ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૩૨૦ ઘટી રૂ.૪૪,૧૬૧ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૪૩ ઘટી રૂ.૫,૪૫૪ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૫,૭૭૩ના ભાવે ખૂલી, રૂ.૪૯૨ ઘટી રૂ.૫૫,૨૭૨ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો ૧ કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૬૪,૩૨૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૬૫,૦૦૦ અને નીચામાં રૂ.૬૧,૫૦૦ ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૨૦૫૦ ઘટી રૂ.૬૧,૯૮૪ ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.૨૦૪૦ ઘટી રૂ.૬૨,૨૬૪ અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.૨,૦૪૩ ઘટી રૂ.૬૨,૨૮૧ બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે ૧,૦૪,૯૩૬ સોદાઓમાં રૂ.૧૩,૯૨૬.૪૯ કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો ૧ કિલોદીઠ રૂ.૪.૪૦ ઘટી રૂ.૨૦૫.૩૦ અને જસત માર્ચ વાયદો રૂ.૫.૮૦ ઘટી રૂ.૨૬૩ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.૯.૧૫ ઘટી રૂ.૭૫૩.૯૫ તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.૧.૨૫ ઘટી રૂ.૧૮૨ના ભાવ થયા હતા.