વિશ્વના ઇનોવેશનના તખ્તા પર ભારતના 10 સ્ટાર્ટઅપ અગ્નિકૂલ, ડેઝી, દિગંતરા, ઇ પ્લેન
- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- ઇનોવેટીવ સ્ટાર્ટઅપમાં અમેરિકા ૨૯ સ્ટાર્ટઅપ સાથે મોખરે છે જ્યારે ભારત અને ચીન સમાંતર ચાલી રહ્યા છે. બંનેના ૧૦ સ્ટાર્ટઅપ મોખરાની યાદીમાં છે
- એક સમય હતો કે નવા સંશોધનો સિલિકોન વેલી સાથે સંકળાયેલા હતા પરંતુ ઇનોવેશન સ્ટાર્ટઅપ હબ તરીકે હવે ભારત અને ચીનને સેન્ટર બનાવવા મન મનાવી લીધું હોય એમ લાગી રહ્યું છે.
- સ્માર્ટ રોબોટીક્સ, ફ્લાઇંગ ટેક્ષી, એઆઇ આધારીત ડાયગ્નોટીક્સ વગેરે બહુ મહત્વના બની રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વના ૨૮ દેશોમાં ભારતના સ્ટાર્ટઅપની નોંધ લેવાઇ છે
વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં ભારતના જે ૧૦ સ્ટાર્ટઅપને પસંદ કરાયા છે તેમાં Agnikul, CynLr, Dezy, Digantara, Equal, Exponent Energy, Freight Tiger, GalaxEye, SolarSquare, and The ePlane Company સહીતની કંપનીનો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટઅપ સ્પેસ, હેલ્થ, રોબોટીક્સ, એઆઇ આધારીત ડાયગ્નોસ્ટીકસ, ક્લીન એનર્જી, એર ટેક્સી જેવા મહત્વના સંશોધનો સાથે જોડાયેલા છે.
વિશ્વમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે બહુ મોટી સ્પર્ધા ચાલે છે. વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં (WEF) ટેકનોલોજી ક્ષેત્રે ઇનેાવેટીવ સંશોધન કરનારા ૨૮ દેશોમાંથી ૧૦૦ સ્ટાર્ટઅપ પસંદ કરાયા હતા જેમાં ભારતના ૧૦ સ્ટાર્ટઅપનું નામ ચમકે તે બહુ ગૌરવ વાળી વાત કહી શકાય. સૌથી વધુ ઇનોવેટીવ સ્ટાર્ટઅપમાં અમેરિકા ૨૯ સ્ટાર્ટઅપ સાથે મોખરે છે જ્યારે ભારત અને ચીન સમાંતર ચાલી રહ્યા છે. બંનેના ૧૦ સ્ટાર્ટઅપ મોખરાની યાદીમાં છે.
સ્માર્ટ રોબોટીક્સ, ફ્લાઇંગ ટેક્ષી, એઆઇ આધારીત ડાયગ્નોટીક્સ વગેરે બહુ મહત્વના બની રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વના ૨૮ દેશોમાં ભારતના સ્ટાર્ટઅપની નોંધ લેવાઇ છે અને હવે જ્યારે વિશ્વએ ભારતના ઇનોવેટીવ સ્ટાર્ટઅપની નોંધ લીધી છે ત્યારે દરેક દેશ ભારતના ઇનોવેશનને જાણવા મથે છે. ગયા વર્ષે પણ ભારતના કેટલાક સ્ટાર્ટઅપ વૈશ્વિક તખ્તા પર નોંધપાત્ર બન્યા હતા જેમાં પિક્સલ, સર્વમ, અને ક્રોપીન વગેરેનો સમાવેશ થાય છે.
સ્પેસના સંસોધન પરના સ્ટાર્ટઅપ અગ્નિકૂલ કોસમોસ સ્પેસમાં રોકેટ લોંંચીંગ સહીતના સમયની સમસ્યા પર ઇનોવેટીવ સંશોધનો કરે છે જ્યારે ઉદ્યોગોમાં વપરાતા રોબોટનેા ઉપયોગ ઉત્પાદન ક્ષેત્ર કેવી રીતે આસાન બને તે બાબતને ઇનોવેશનમાં સ્ટાર્ટઅપ ઉપયોગી બની રહ્યું છે.
૧૫ મિનિટમાં ઇેલેકટ્રીક વ્હીકલ ચાર્જ થઇ શકે તે માટેના ઇનેાવેશન પર સ્ટાર્ટઅપ એક્સપોનન્ટ એનર્જી ભાર મુકી રહ્યું છે. ભારતમાં હેલ્થ કેર સેક્ટર સતત નવા સંશોધનોે ઝંખે છે. ડેન્ટલ કેરમાં એઆઇનો ઉપયોગ કરીને ડેઝી નામના સ્ટાર્ટઅપે ચમત્કાર કર્યો છે. દિગંતરા નામના સ્ટાર્ટઅપે સ્પેસ સર્વેલન્સ ઇન્ટેલીજન્સ ઉભી કરી છે જ્યારે ગેલ્ક્સી-આઇ સ્ટાર્ટઅપે પૃથ્વીની મલ્ટી સેન્સર ઇમેજીંગ સિસ્ટમ ક્ષેત્રે સંશોધન કર્યું છે.
અન્ય જે સ્ટાર્ટઅપ ૨૫ મી WEF ટેકનોલોજીમાં ચમક્યા છે તેમાં સોલર સ્કેવરનો સમાવેશ થાય છે. જે રૂફટોપ પર મુકાતા સોલાર પેનલમાં ઇનોવેશન લાવવા પ્રયાસ કરે છે. ફ્રેટ ટાઇગર સ્ટાર્ટઅપ માલભાડાની આકારણી સાથે સંકળાયેલું છે. તે ડિજીટલ આધારીત ફ્રેટ નેટવર્ક ઉભું કરી આપે છે. એવીજ રીતે આઇડેન્ટીટી વેરિફીકેશન સાથે ડેટા શેરીંગ સાથે સંકળાયેલું ઇક્વલ સ્ટાર્ટઅપ પણ ઉપયોગી છે તો શહેરી વિસ્તારોમાં અવરજવર માટે ઇ પ્લેન કંપની પણ છે. જે ફ્લાઇંગ એર ટેક્ષી પર કામ કરી રહી છે.
એક સમય હતો કે નવા સંશોધનો સિલિકોન વેલી સાથે સંકળાયેલા હતા પરંતુ ઇનોવેશન સ્ટાર્ટઅપ હબ કરીકે વર્લ્ડ ઇકોનોમી ફોરમે નવી ઇનોવેટીવ ટેકનોલોજી માટે હવે ભારત અને ચીનને સેન્ટર બનાવવા મન મનાવી લીધું હોય એમ લાગી રહ્યું છે.
WEFમાં ભારતના જે દશ સ્ટાર્ટઅપ પસંદ કરાયા છે તેમાં નીચેના સ્ટાર્ટઅપનો સમાવેશ કરાયો છે.
૧. અગ્નિકૂલ
ફાઉન્ડેટ ઇનઃ....૨૦૧૭
ફાઉન્ડેડ બાય....શ્રીનાથ રવિચન્દ્રન, મોઇન એસપીએમ
હેડક્વાર્ટર......ચેન્નાઇ
સેક્ટર... .....સ્પેસ ટેકનોલોજી
અગ્નિકૂલ આઇઆઇટી મદ્રાસના બ્રેન ચાઇલ્ડ સમાન છે. આ સ્પેસ સ્ટાર્ટઅપને વેન્ચર ફંડ, સીલેસ્ટા કેપિટલ,મેફિલ્ડ ઇન્ડિયા વગેરએ રોકાણ કરીને ટેકો આપ્યો છે.
૨. સિનેલ આર(CynLr)
ફાઉન્ડેડ ઇન...૨૦૧૯
ફાઉન્ડેડ બાય...નિખિલ રામાસ્વામી અને ગોકુલ એનએ
હેડ ક્વાર્ટર...બેંગલુરૂ
સેક્ટર...ડીપટેક
આ સ્ટાર્ટઅપ મેન્યુફેક્ચરીંગ પ્રોસેસને ઓટોમેટીક બનાવવમાં મદદ કરે છે. તે રોબોટને જરૂરીયાત પ્રમાણે બનાવે છે. એનીકટ કેપીટલ, ગ્રો એક્સ વેન્ચર્સ,અરાલી વેન્ચર્સ, જાવા કેપિટલ જેવી કંપનીઓ તેને રોકાણનો ટેકો આપે છે.
૩. ડેઝી (Dezy)
ફાઉન્ડેડ ઇન...૨૦૧૯
ફાઉન્ડેડ બાય...હરીશ કાકરાની અને ડો. જતીન કાકરાની
હેડ ક્વાર્ડર...બેંગલુરૂ
અગાઉ Smiles.ai તરીકે ઓળખાતું હતું. આ એક ડેન્ટલ કેર સ્ટાર્ટઅપ છે. જેનામાં આર્ટિફીશયલ ઇન્ટેલીજન્સ આધારીત ડાયાગ્નોસ્ટીક ટેકનોલોજીની ક્ષમતા છે.હેલ્થ કેર સાથે સંકળાયેલા લોકોને તે ટેકનોલોજી પુરી પાડે છે. આલ્ફાવેવ,ચિત્રે વેન્ચર્સ, એમબીએક્સ કેપિટલ, વામી કેપિટલ પિયુષ બંસલ જેવાઓએ તેમને રોકાણ પુરૂં પાડયું છે.
૪. દિગંતરા..(Digantara)
ફાઉન્ડેડ ઇન...૨૦૧૮
ફાઉન્ડેડ બાય...અનિરૂધ્ધ શર્મા, રાહુલ રાવત, તનવીર એહમદ
હેડ ક્વાર્ટર...બેંગલુરૂ
સેક્ટર...સ્પેસ ટેકનોલોજી
કોમર્શીયલ સ્પેસ ઓપરેશન કરતી કંપનીઓને સ્મોલ સેટેલાઇટ મારફતે મદદ કરતું આ સ્ટાર્ટઅપ દિગંતરાએ પોતાના પુષ્પા આલ્ફા સેટેલાઇટ લોંચ કર્યો છે.
કંપનીએ સ્પેસ મિશન એસ્યોરન્સ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. કંપનીને કાલારી કેપિટલ, આદિત્ય બિરલા વેન્ચર્સ વગેરે રોકાણ આપી રહ્યા છે.
૫. ઇક્વલ..
ફાઉન્ડેડ ઇન..૨૦૨૨
ફાઉન્ડેડ બાય...કેશવ રેડ્ડી,રાજીવ રંજન
હેડક્વાર્ટર...હૈદ્રાબાદ
સેક્ટર...એન્ટરપ્રાઇસ ટેક
આ સ્ટાર્ટઅપનો દાવો છે કે તે ડેટાબેઝના આધારે ફ્રોડ અટકાવી શકે છે. ફાયનાન્સીયલ ફ્રોડની વધતી માત્રા અટકાવવા માટે તે મહત્વનું બની શકે છે. આ સ્ટાર્ટઅપને પોરસ વેન્ચર્સ,બિની બંસલ, કુનાલ શાહ, કરન અદાણી જેવા રોકાણ કરીને ટેકો આપી રહ્યા છે.
૬. એક્સપોનન્ટ એનર્જી
ફાઉન્ડેડ ..૨૦૨૦
ફાઉન્ડેડ બાય...અરૂન વિનાયક,સંજય બાયલ જગન્નાથ
હેડક્વાર્ટર....હૈદ્રાબાદ
સેક્ટર...ક્લીનટેક
ઇલેેકટ્રીક વ્હીકલ ૧૫ મિનિટમાં ચાર્જ થઇ શકે તેવી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં તે વ્યસ્ત છે.ચાર્જીંગ અલ્ગોરીધમ, થર્મલ મેનેજમેન્ટ અને ચાર્જીંગ નેટવર્ક પર તે કામ કરે છે. કંપનીને રોકાણ આપનારાઓમાં હિરો મોટર કોપના ચેરમેન પવન મુંજાલ વેગેરેનો સમાવેશ થાય છે.
૭. ફ્રેટ ટાઇગર (Freight Tiger)
ફાઉન્ડેડ ઇનઃ...૨૦૧૪
ફાઇન્ડેડ બાય...સ્પનિલ શાહ
હેડ ક્વાર્ટર......મુંબઇ
સેક્ટર........ લોજીસ્ટીક
ડિજીટલ ફ્રેટ નેટવર્ક પર કંપની કામ કરે છે. ટ્રાન્સપોર્ટ કંપની વગેરેને તે ટેકનોલોજી પુરી પાડે છે. લોજીસ્ટીક સર્વિસ સાથે સંકળાએલા લોકો માટે તે ઉપયોગી છે.
કંપનીને પવન મુંજાલ ફેમિલી ટ્રસ્ટ, મૂનસ્ટોન ઇન્વેસ્ટમેન્ટ, એરો વેન્ચર્સ વગેરે રોકાણ કરીને ટેકો આપી રહ્યા છે.
૮. ગેલેક્સી આઇ
ફાઉન્ડેડ ઇનઃ...૨૦૨૧
ફાઉન્ડેડ બાય....સૂયશ સિંહ,ડેેનિલ ચાવડા, કિશન ઠક્કર, પરનીત મહેતા, રક્ષીત ભટ્ટ
હેડક્વાર્ટર...બેંગલુરૂ
સેક્ટરઃ..... સ્પેસ ટેક
અર્થ ઓબ્ઝર્વેશન સોલ્યુશન માટે કામ કરતું આ સ્ટાર્ટઅપ છે. કંપની મલ્ટી સેન્સર ઇમેજીંગ સેટેલાઈટ સિસ્ટમ પર કામ કરે છે. ઇન્ફોસિસ,મેલા વેન્ચર્સ વગેરે તેને રોકાણ પુરૂં પાડે છે.
૯. સોલાર સ્કેવર
ફાઉન્ડેડ ઇનઃ..૨૦૨૧
ફાઉન્ડેડ બાય....નિરજ સુભાષ જૈન,નિખિલ સતેજલાલ
સેક્ટર.... ક્લીન ટેક
સેલાર સ્કેવર રેસીડેન્સ પર લગાવવમાં આવતી રૂફ ટોપ સોલાર પેનલ કામ કરે છે. ડજે ગ્રાહકોને ઝીરો વ્યાદજરે મળી રહે તેવું પ્લાનીંગ કરે છે. કંપનીને એલીવેશન કેપિટલ, સ્ટ્રાઇડ વેન્ચર્સ વગેરેનું રોકાણ મળે છે.
૧૦. ધ ઇ પ્લેન કંપની
ફાઉન્ડેડ ઇન ....૨૦૧૯
ફાઉન્ડેડ બાય...સત્યા ચક્રવર્તી
હેડ ક્વાર્ટર.... ચેન્નાઇ
સેક્ટર ..... એડવાન્સ હાર્ડવેર અને ટેકનોલોજી