Video: સારંગપુર હનુમાનજી મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા
સારંગપુર/બોટાદ, તા. 10 ઓક્ટોબર 2020, શનિવાર
સારંગપુર હનુમાનજી મંદિર જ્યા 100 બેડની કોવિડ હોસ્પિટલ આવેલી છે તે જ સ્થળ પર વહેલી સવારે 5:30ની આરતીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડતા દેખાયા હતા. શનિવાર હોવાથી 5 હજારથી વધારે લોકોની માનવમેદની આરતી સમયે મંદિર પરિસરમાં પ્રવેશ મેળવવા માટે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા.
મંદિર પ્રયાસન દ્રારા સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવા છતાં આંખ આડા કાન કર્યા હતા. મંદિરમાં આસ્થા સાથે નાગરિકોની બેદરકારી નરી આંખે દેખાતી હતી. હવે તો ભારતમાં કોરોના ભગવાન ભરોસે છે ત્યારે સાળંગપુર મંદિર પર સર્જાયેલા દશ્યોથી ભગવાન ભક્તોના ભરોસે હોય તેવું લાગ્યું હતું.