Get The App

રાણપુર તાલુકાના ગુંદા ગામે ડબલ મર્ડરની ઘટનાથી સનસનાટી

Updated: Aug 31st, 2021

GS TEAM

Google News
Google News
રાણપુર તાલુકાના ગુંદા ગામે ડબલ મર્ડરની ઘટનાથી સનસનાટી 1 - image


- બનાવને અંજામ આપી હત્યારો ફરાર થયો

- પતિએ પત્ની સાથે ભાભીને પણ રહેંસી નાખતા ચકચાર મચી : એસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો ઃ બનાવને કારણે સમગ્ર ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી

રાણપુર : રાણપુર તાલુકાના ગુંદા ગામે આજરોજ ડબલ મર્ડરની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતા બોટાદ જિલ્લા એસ પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યારાએે પત્ની સહિત ભાભીને પણ રહેંસી નાખતા સનસનાટી મચી જવા પામી છે.

રાણપુર તાલુકાના નાનકડા એવા ગુંદા ગામમાં હર્ષાબેન ભીખુભાઈ ડોડીયા (ઉંમર૫૧) અને તેમના ભાભી ધીરજબેન રણજીતભાઈ ડોડીયા (ઉમર વર્ષ ૫૫)ની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે.

વર્ષાબેન તથા તેમના પતિ ભીખુભાઈ ડોડીયા વચ્ચે ઝઘડો થતાં પતિ ભીખુભાઈ એ ઉશ્કેેરાઈ જઇ તેમની પત્ની હર્ષાબેન ઉપર છરીથી હુમલો કરતા બાજુમાં રહેતા તેમના ભાભી પોતાના દિયર નાં ઘરે કપડાં ધોવા આવેલ ત્યારે આ માથાકૂટમાં વચ્ચે પડતાં તેમને પણ છરીના ઘા મારતા હર્ષાબેનનું ઘટના સ્થળે મોત થયેલ છે. જ્યારે ધીરજબેન ને સારવાર અર્થે બોટાદ  લઈ જતા રસ્તામાં અવસાન પામ્યા હતા. બંનેને પી.એમ.માટે રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવેલ છે. મૃતક હર્ષાબેન  ને બે દીકરા અને એક દીકરી છે જ્યારે ધીરજબેન નિસંતાન હતા. હત્યા ના સમયે ત્રણ જ લોકો હાજર હતા બાકીનો  પરિવાર વાડી એ હતો. હત્યા કરી ભીખુભાઈ ડોડીયા ફરાર થઈ ગયેલ છે. જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે

Tags :