For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાળંગપુર હનુમાનજી મંદિરનું વેબપેજ બનાવી શખ્સો હરી ભક્તો પાસેથી નાણા ઓળવી ગયા

Updated: Nov 5th, 2022

Article Content Image

- લ્યો બોલો....ઓનલાઈન ચિટરોએ ભગવાનની ધર્મશાળાને પણ ન છોડી

- ગુગલ ઉપર વેબપેજમાં સાળંગપુરના ફોટા મુકી ભક્તો પાસે ઓનલાઈન બુકીંગ પેટે રૂપિયા મેળવી લઈ છેતરપીંડી કરી

ભાવનગર : બોટાદ જિલ્લાના અને બરવાળા તાલુકાના સાળંગપુર હનુમાનજી મંદિરની ધર્મશાળાના ગુગલ ઉપર વેબપેજ બનાવની મોબાઈલ નંબર મુકી ઉતારા માટે હરી ભક્તો પાસેથી ધર્મશાળામાં બુકીંગ પેટે રૂપિયા મેળવી લઈ છેતરપીંડી કરતા કષ્ટભજન હનુમાનજી મંદિરના ઉતારા વ્યવસ્થાપકે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મુળ બાવળા તાલુકાના કોચરીયાના વતની હાલ બરવાળા તાલુકાના શ્રી હનુમાનજી મંદિર સ્ટાફ ક્વાટર્સમાં રહેતા શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિર સાળગપુરના ઉતારા વ્યવસ્થાપક નયનભાઈ શાંતિભાઈ ઠક્કરે બરવાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે,ગત તા. ૧૯.૧૦ના રોજ સાળંગપુર મંદિરના ઉતારા ઓફિસે હરિભક્તે ઉતારા માટે આવી મેં અહીં ઓનલાઈન રૂમ બુક કરાવેલ છે.અને પેમેન્ટ પણ કરી આપેલ છે. તેમ કહી સ્ક્રીન શોર્ટ બતાવેલ જેથી તેઓએ ટ્રસ્ટ ધર્મશાળાના નામે રૂપિયા ટ્રાન્સફર કરેલ હોવાનું જણાતા તેઓએ અહીં કોઈ ઓનલાઈન બુકીંગ થતુ ન હોવાનું જણાવેલ બાદ ઉક્ત મામલે નીલકંઠ ભગતને જાણ કરતા તેઓએ ઓનલાઈન ગુગલ ઉપર ચકાસણી કરતા તેમા સાળંગપુર ટ્રસ્ટ ધર્મશાળાના નામનું વેબ પેજ બનાવેલ હોય જેમાં મંદિરના ફોટા તેમજ ઉતારાની રૂમના ફોટોઓ મુકેલ હોય અને ઓનલાઈન બુકિંગ થતુ હોય તેમાં બુકિંગ માટે નંબર આવેલ જોવા મળેલ ગુગલમાં દર્શાવેલ વેબપેજ મંદિરનું ન હોય અને હરિભક્તોને ઓનલાઈન રૂમ બુક કરી આપવાની લાલચ આપી છેતરપીંડી શખ્સો કરતા હોવાનું જાણવા મળ્યું હતુ. ત્યારબાદ અનેક હરીભક્તો ઉતારા ઓફિસે આવતા હોય અને ઓનલાઈન રૂમ બુક કરાવતા હોવાનું જણાવેલ અજાણ્યા શખ્સે ગુગલ ઉપર સાળંગપુર હનુંમાનજી મંદિરના નામે ખોટુ વેબપેજ બનાવી, ફોટા મુકી અનેક હરિભક્તો પાસેથી રૂમમાં ઉતારા પેટે નાણા મેળવી દઈ છેતરપીંડી કરી હતી. ઉક્ત ફરીયાદ અનુસંધાને બરવાળા પોલીસે અજાણ્યા શખ્સ સામે આઈપીસી. ૪૦૬, ૪૨૦, ૪૧૯ તેમજ ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ચ સને ૨૦૦૮ની કલમ ૬૬-ડી મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat