FOLLOW US

બોટાદમાં સગીરા ઉપર દુષ્કર્મમાં નરાધમને 20 વર્ષની સખત કેદ

Updated: Feb 8th, 2023


- ઘરનો જ ઘાતકી બન્યો, નિંદ્રાધીન સગીરાનું મોઢું દાબી ઘરની પાછળ લઈ જઈ હવસનો શિકાર બનાવેલી 

- બોટાદ કોર્ટે રતનપરના શખ્સને સખત કેદની સજા ઉપરાંત 5   હજારનો દંડ ફટકાર્યો, આફતગ્રસ્ત સગીરાને પાંચ લાખનું વળતર ચુકવવા કોર્ટનો હુકમ

બોટાદ : બોટાદ પંથકમાં પોણા બે વર્ષ પહેલા એક નરાધમ શખ્સ ઘરનો જ ઘાતકી બન્યો હોય તેમ જે ઘરમાં આસરો લીધો એ જ ઘરની સગીરાને હવસનો શિકાર બનાવી દુષ્કૃત્ય આંચર્યું હતું. આ ઘટનામાં નરાધમ શખ્સને બોટાદ કોર્ટે ૨૦ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો. જ્યારે આફતગ્રસ્ત સગીરાને પાંચ લાખનું વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરમાં રહેતા દંપતી સાથે તેમની સાથે જ હીરા ઘસવાનું કામ કરતો મંગો ઉર્ફે પિન્ટુ ચંદુભાઈ સોલંકી (રહે, રતનપર, તા.ધંધુકા) નામનો શખ્સે પરિચય કેળવી તેઓના ઘરે એક-બે વાર જમવા પણ ગયો હતો. જેથી દંપતીએ શખ્સ ઉપર આંધળો વિશ્વાસ કરી ગત તા.૨૫-૫-૨૦૨૧ના રોજ તેઓના ઘરે જ આસરો દેતા મંગો ઉર્ફે પિન્ટુ રાત્રે જમીને તેમના ઘરે સૂઈ ગયો હતો. બાદમાં પરિવાર ગાઢ નિંદ્રામાં પોઢી જતાં મંગો ઉર્ફે પિન્ટુ સોલંકીએ નિદ્રાંધીન સગીરાને હવસનો શિકાર બનાવવા હાથથી મોઢું દાબી ગઈ ઘરની પાછળના ભાગે વાડમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આંચર્યું હતું. દરમિયાનમાં રાત્રિના ૧૨ વાગ્યાના અસરામાં માતા-પિતાની આંખ ઉઘડી જતાં દીકરી ઘરમાં મળી ન આવી હોય, તેની શોધખોળ કરતા હેબતાઈ ગયેલી સગીરા વાડમાંથી દોડતી આવી હતી અને રડતી આંખે માતાને વળગી પડતા દીકરી સાથે કંઈ ખોટું થયાનો અણસાર આવ્યો હતો. જેથી દીકરીને શું થયું છે ? તે અંગે પુછતા આફતગ્રસ્ત સગીરાએ તેણી સાથે બળજબરી કરી દુષ્કૃત્ય આચરી મંગો ઉર્ફે પિન્ટુ નાસી ગયાની હકીકત વાત વર્ણવી હતી. આ બનાવ અંગે આફતગ્રસ્તના માતાએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ (૩) અને પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૮, ૧૦, ૧૨ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ શખ્સની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

દરમિયાનમાં આ અંગેનો કેસ બોટાદના એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ વી.બી. રાજપૂતની અદાલતમાં ચાલી જતાં કોર્ટમાં ૧૭ સાક્ષી તપાસી, ૨૯ દસ્તાવેજી પુરાવા, સાહેદોની જુબાની અને જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કુકર્મ આંચરનાર શખ્સ પિન્ટુ ઉર્ફે મંગો સોલંકીને ઉપરોક્ત તમામ કલમો હેઠળ કસુરવાન ઠેરવી ૨૦ વર્ષ સખત કેદની સજા અને પાંચ હજારો દંડ તેમજ ભોગ બનનારને પાંચ લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

Gujarat
News
News
News
Magazines