Botad

બોટાદમાં બે સંતાનો સાથે માતાએ ટ્રેન નીચે પડતું મૂક્યું, માતા-પુત્રીના મોત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્ર સારવાર હેઠળ

By GS Team
28 Nov 20261 min read
TukuTouch Logo
બોટાદમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં આરતી કહોદરીયા નામની મહિલાએ બે સંતાનો સાથે માલગાડી નીચે ઝંપલાવ્યું હતું. આ દુર્ઘટનામાં માતા અને પુત્રીનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે પુત્ર ગંભીર રીતે ઘાયલ થતા તેને ભાવનગર ખસેડાયો છે. ઘટના પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ પારિવારિક કંકાસની ચર્ચાએ જોર પકડ્યું છે. બોટાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં બે સંતાનો સાથે માતાએ ટ્રેન નીચે પડતું મૂક્યું, માતા-પુત્રીના મોત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્ર સારવાર હેઠળ
AI IMAGE

Botad train accident : બોટાદમાં માતાએ બે સંતાન સાથે ટ્રેન નીચે ઝંપલાવતા માતા-પુત્રીના મોત નિપજ્યાં છે. જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

માતાએ બે સંતાન સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું, બેનાં મોત

મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામના રહેવાસી અને હાલ બોટાદમાં રહેતા આરતી કહોદરીયાએ બે સંતાનો સાથે ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. બોટાદથી ધોળા તરફ જતી માલગાડી નીચે ઝંપલાવતા માતા-પુત્રીના મોત નિપજ્યાં છે, જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. માતા અને પુત્રીના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે.

મહિલાએ કયા કારણોસર આ પગલું ભરી જીવન ટૂંકાવ્યું તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. જોકે ઘરકંકાસના કારણે આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ બોટાદ પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.