બોટાદમાં સ્ટેમ્પ કાગળોની લાંબા સમયથી ભારે અછત
બોટાદ, તા. 05 ફેબ્રુઆરી 2019, મંગળવાર
બોટાદમાં સ્ટેમ્પ કાગળની લાંબા સમયથી અછત વર્તાઈ રહી છે. જેના કારણે મિલ્કત સંબંધી તેમજ એફીડેવીટ સહિતની કામગીરીમાં મુશ્કેલી ઉભી થવા પામી છે. બોટાદ છેલ્લા ઘણા સમયથી રૂ. 1 વાળા, 20 વાળા રૂ. 100 વાળા સ્ટેમ્પ કાગળોની તીવ્ર અછત બોટાદ શહેર અને જીલ્લામાં જોવા મળે છે. સ્ટેમ્પ વેન્ડરો એજન્ટને પુછપરછ કરતા જાણવા મળેલ છે કે ઉપરથી સ્ટમ્પ કાગળો આવતા નથી વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ જીરો આવે છે.
ઉપર જણાવેલ વિવિધ કિંમતના કાગળોની જે શહેરીજનોને જરૃરિયાત છે વારંવાર ધક્કા આ પ્રશ્ને પાછા જાય છે. બાનાખત લખવાની પાવર ઓફ એટર્ની જેવા અનેક લખાણો થઈ શકતા નથી તેથી શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહત્વના લખાણો થઈ શકતા નથી. આગામી દિવસોમાં વિવિધ સ્ટેમ્પ કાગળોની જરૂરિયાત વાળાની એક મીટીંગ યોજવામાં આવેલ જેમાં જો આ પ્રશ્ને હલ ન થાય તો ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેમ જણાવવામાં આવેલ. તો જવાબદાર અધિકારીઓ કે સતાવાળા સ્ટેમ્પ કાગળ વિશે તપાસ કરી યોગ્ય કરે તે જરૂરી બન્યું છે.