Get The App

બોટાદમાં ધોધમાર વરસાદ, નદીમાં નવા નીરની આવક

Updated: Jun 28th, 2019

GS TEAM

Google News
Google News
બોટાદમાં ધોધમાર વરસાદ, નદીમાં નવા નીરની આવક 1 - image

બોટાદ, તા. 28 જૂન 2019, શુક્રવાર

બોટાદ જિલ્લામાં રાણપુર પંથકને બાદ કરતા ત્રણેય તાલુકામાં જોરદાર મેઘકૃપા વરસી હતી. ખાસ કરીને ગઢડા અને બોટાદમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

બોટાદ શહેરમાં  વીજળીના કડાકા ભડાકા સાથે આવી ચડેલી મેઘસવારીએ ધોધમાર વરસવાનું શરૃ કરતા શહેરની ઉતાવળી અને મઘુ નદીમાં નવા નીરની આવક થઈ હતી. બન્ને નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વહેતા નદીમાં રહેલો કચરો અને ગંદકી સાફ થઈ ગઈ હતી.

તો તંત્રના પાપે વરસાદી પાણી જાણે આફત બન્યું હોય તેમ ભાવનગર રોડ પર જ્યોતિગ્રામ સર્કલ, અવેડા ગેટ, હવેલીચોક, નોકરિયાત સોસાયટી, નવ નાળા વિસ્તાર, નાગલપર દરવાજામાં બે થી અઢી ફૂટ પાણી ભરાયા હતા. જેના કારણે કેટલાક વિસ્તારોમાં તો લોકોને બીજા રસ્તેથી ઘરે જવું પડયું હતું. જ્યારે શહેરના ભાગ્યોદય કોમ્પલેક્ષ ઉપર વીજળી ત્રાટકી હતી. જો કે, સદ્ભાગ્યે કોઈ જાનહાની થવા પામેલ ન હતી.

બોટાદ ઉપરાંત ગઢડા પંથકમાં આજે શુક્રવારે સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બરવાળામાં ૬ મિ.મી. ઝરમર વરસાદ થતાં લોકોને બફારામાં રાહત મળી હતી. રાણપુરમાં આજે મેઘવિરામ રહ્યો હોવાના વાવડ મળ્યા છે.

જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ
ગઢડા
123 મિ.મી.
બરવાળા
73 મિ.મી.
બોટાદ
72 મિ.મી.
રાણપુર
57 મિ.મી.
Tags :