ફિઝીકલ સ્ટેમ્પના સ્થાને ઇ-સ્ટેમ્પ પેપર વેચાણના નિયમનો બોટાદમાં ઉગ્ર વિરોધ
બોટાદ, તા. 21 સપ્ટેમ્બર 2019, શનિવાર
બોટાદ જિલ્લા તથા તાલુકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ઘણાં વર્ષોથી સ્ટેમ્પ પેપરનું વેચાણ કરતા આવતા લાયસન્સધાર વેન્ડરોએ હાલ સરકાર દ્વારા ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ તા.૧-૧૦થી બંધ કરી ફરજીયાત ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતિ અમલમાં લાવવા માટેની જે યોજના કરેલ છે. તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સ્ટેમ્પ વેન્ડર દ્વારા વેચાણ કરવામાં આવતા સ્ટેમ્પનો સમયગાળો અંદાજે 1 થી 2 મીનીટોનો છે. ઈ-સ્ટેમ્પીંગમાં સર્ટીફિકેટ લેવા માટે અરજદારે સૌપ્રથમ તેનું નિયત નમુના મુજબનું ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણી કરી ત્યારબાદ ઇ-સ્ટેમ્પીંગ બનાવવા માટે તેમાં ડેટા ફીલઅપ કર્યા બાદ તેનો પ્રિવ્યુ લઇ ત્યારબાદ તેની પ્રિન્ટીંગ દ્વારા અસલ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં અંદાજે 15 થી 20 મીનીટ જેટલો સમય લાગે છે. સ્ટેમ્પના વેચાણ માટે વેચાણ રજીસ્ટર અને સ્ટોક રજીસ્ટર નિભાવવામાં આવે છે જેમાં સમયનો ઘણો બચાવ થાય છે તેમજ તે નિભાવવું ઘણું જ સહેલું છે. જે માત્ર એક વર્ષના નિભાવ માટે હોય છે ત્યારબાદ દર વર્ષના અંતે તમામ રેકર્ડ સરકારશ્રીમાં જમાં કરાવવામાં આવે છે.
સ્ટેમ્પ વેન્ડર એ સરકાર અને આમ જનતાને જોડતી કડી સ્વરૂપ કોર્પોરેટ સેક્ટર અને નોટરી સેક્ટરને અન્ય આવકો છે. અને સ્ટેમ્પ ઇસ્યુ ઓથારીટી થતા વધારે આવક મેળવતા થશે. ઉપરાંત એક સૌથી વિચારધાની પ્રશ્ન એ ઉભો થશે કે કોર્પોરેટ ક્ષેત્ર પોતાની સંસ્થાઓને ફાયદાકારક કાર્ય માટે આમ જનતાની મિલ્કતો સ્ટેમ્પ પેપર ઉપર પોતાની મનમાની રીતે એગ્રીમેન્ટો ઉભા કરી સાઠગાઠથી કાયદાકીય ભંગ થતો હોય તો પણ કરારો કરી નાખી ભવિષ્ય માટે પ્રશ્નો ઉભા સંભાવના વ્યક્ત કરાઇ છે.
બોટાદ જિલ્લાના નાના ચાર તાલુકા, ગ્રામ્ય વિસ્તારો અને ગરીબ અને મધ્યમ વર્ગના અભણ નિર્દોષ લોકો વધારે પ્રમાણમાં તકલીફ પડે તેવા પ્રશ્નો ઉદ્ભવ થઇ શકે છે. જ્યારે ઇ-સ્ટેમ્પીંગમાં સર્ટીફીકેટ લેવા આવનાર અરજદાર દ્વારા ભરવામાં આવતા ફોર્મ તેમજ રજીસ્ટર પાંચ વર્ષ સુધી નિભવવાના રહે છે. તો સરકારશ્રી દ્વારા સ્ટેમ્પ વેન્ડરોને 1% થી 3% સુધીનું કમીશન ચુકવવામાં આવે છે. જે કમીશનમાં તેમના કુટુંબનું ભરણ પોષણ કરી શકે.
જ્યારે સરકારની નવી ઇ-સ્ટેમ્પીંગની પધ્ધતિમાં કમિશન ઓછુ ચુકવવામાં આવનાર હોય જેમાં કોમ્પ્યુટર સીસ્ટમ, પ્રિન્ટર, પ્રિન્ટીંગ ચાર્જીસ, ઇન્ટરનેટ કનેકશન, ઇલેક્ટ્રીક, ચાર્જીસ, બેંક ચાર્જીસ જેવી આર્થિક નુકશાની તથા સમયનો વ્યય વધુ થાય તેમ છે. તે સંજોગોમમાં આ સીસ્ટમ અમલમાં લાવવામાં આવે તો અમો સ્ટેમ્પ વેન્ડરોને તથા સીસ્ટમને પારાવાર નુકશાન જાય તેમ હોય વિરોધ ઉઠવા પામ્યો છે.
જો યોગ્ય સમય અપાય તો જુના સ્ટેમ્પ પુરા કરી શકાય
હાલ અમો સ્ટેમ્પ વેન્ડરો પાસે નાના દરના તથા મોટા દરના એમ મોટા જથ્થામાં સ્ટેમ્પનો સ્ટોક પડેલ હોય જેનું તા. 01-10-2019 બાદ વેચાણ ન થઇ શકતા સરકારશ્રીમાં રીફંડ માટેની પ્રોસેસ કરવામાં આવે તેવું સરકારનું તથ્ય સામે જો અમો વેન્ડરોને યોગ્ય સમય આપવામાં આવે તો અમો સ્ટેમ્પ વેન્ડરો પાસે રહેલ સ્ટેમ્પના જથ્થાનું વેચાણ કરીશું. તો તેના દ્વારા સરકારને પણ ખુબ જ મોટી મહેસુલી આવક થશે અને રીફંડની પ્રોસેસમાંથી સ્ટેમ્પ વેન્ડરો તથા સરકાર બંનેને મોટી રાહત મળશે.
નવી સીસ્મ સાથે જુની સીસ્ટમ પણ અમલી રાખવા માંગ
સરકાર દ્વાર હાલ ઇ-સ્ટેમ્પીંગની નવી પધ્ધતિ અમલમાં આવનાર હોય અને વર્ષો જુની ફીઝીકલ સ્ટેમ્પ પેપરની પ્રથાનો અંતે આવનાર હોય આ તબક્કે અમો સરકારશ્રીમાં રજુઆત કરીએ છીએ કે નવી સીસ્ટમ સાથે જુની સીસ્ટમ ચાલુ રાખવામાં આવે તો સરકારને પણ મહેસુલી આવક મળતી રહેશે તેમજ ગુજરાતભરના સ્ટેમ્પ વેન્ડરોના કુટુંબો ચાલી શકશે. તેમજ નાના દરના સ્ટેમ્પ આમ જનતાને સહેલાઇથી મળી રહેશે.