Get The App

કર્ફયુના પગલે જાગરણની રાત્રે પણ મહિલાઓ બહાર નહી નિકળી શકે

- રાત્રીના 10 કલાકથી સવારના 5 કલાક સુધી કર્ફયુ અંગેનું જાહેરનામું અમલમાં

- જાગરણમાં રાત્રીના બહાર ન નિકળવા, નદી-તળાવ કે દરીયાકિનારે મૂતઓ ન પધરાવવા તથા શોભાયાત્રા કે સરઘસો ન યોજવા સરકારી તંત્રની સુચના

Updated: Jul 29th, 2020

GS TEAM

Google News
Google News
કર્ફયુના પગલે જાગરણની રાત્રે પણ મહિલાઓ બહાર નહી નિકળી શકે 1 - image


ભાવનગર, તા. 29 જુલાઈ 2020, બુધવાર  

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના પગલે રાત્રીના સમયે સરકારી તંત્ર દ્વારા કર્ફયુ જાહેર કરવામાં આવેલ છે તેથી કર્ફયુના પગલે જાગરણની રાત્રે પણ મહિલાઓ બહાર નહી નિકળી શકે. મહિલાઓએ જાગરણની રાત્રે પણ ઘરમાં રહેવુ પડશે. કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે જાહેરનામાનો અમલ કરવા આજે બુધવારે સરકારી તંત્રએ લોકોને સુચના આપી છે.

હાલમાં સમગ્ર દેશમાં કોવિંડ-૧૯ મહામારીની અસરો અને ફેલાવાને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-ર માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર ગુજરાત સરકાર દ્વારા પણ લોકડાઉનની અમલવારી માટે ગાઇડલાઇન અને માર્ગદર્શક સુચનાઓ જાહેર કરવામાં આવેલ છે. આ સુચનાઓની ચુસ્તપણે અમલવારી થાય અને કોવિંડ-૧૯નું સંક્રમણ અટકે તે માટે અત્રેના જિલ્લામાં તા. ૧ થી ૩૧ જુલાઈ-૨૦૨૦ ની મુદ્દત સુધી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામું તથા સરકારની અનલોક-૨ માટેની ગાઇડલાઇન અનુસાર કેટલીક પ્રવૃતિઓ પ્રતિબંધિત કરવામાં આવેલ છે, જેમાં કોઇપણ ધર્મના કોઇ પ્રકારના ધામક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક સંમેલનો કે મેળાવડાઓ જ્યાં લોકોના મોટા પ્રમાણમાં ભેગા થવાની શક્યતા હોય તેવી પ્રવૃતિઓ પ્રતિબંધિત રહેશે.

સમગ્ર જિલ્લામાં રાત્રીના ૧૦-૦૦ કલાકથી સવારના ૦૫-૦૦ કલાક સુધી કર્ફયુ અમલમાં રહેશે. ઉપર મુજબની વિગતેનું જાહેરનામું હાલ અમલમાં છે. જેથી તંત્ર દ્વારા નદી, તળાવો કે દરિયાકિનારે મૂત વિસર્જન માટે ન જતા ઘરના કુંડમાં જ મૂત વિસર્જન કરવા તેમજ શોભાયાત્રા કે સરઘસો ન યોજવા તાકીદ કરવામાં આવે છે. રાત્રીના ૧૦-૦૦ થી સવારના ૫-૦૦ કલાક સુધી કર્ફયુ અમલમાં હોઇ જાગરણની રાત્રે લોકોએ ઘરની બહાર ન નિકળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Tags :