Updated: Feb 5th, 2023
- કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી
- આગામી તા.૨ એપ્રિલ સુધી જાહેરનામાઓ અમલી રહેશે, જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
બોટાદ શહેર અને જિલ્લાના લેબર કોન્ટ્રાકટરો અને ખેત માલીકોએ લેબર કોન્ટ્રાકટર, મુકાદમ, સપ્લાયરનું નામ,સરનામુ, મોબાઈલ નંબર નિયત નમુનામાં માહિતી રાખવા અંગે, સ્થાનિક હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી પથિક સોફટવેરમાં રાખવા અંગે,જુના અને નવા મોબાઈલ ફોન અને સીમકાર્ડના વિક્રેતાઓએ મોબાઈલ ફોન અને સીમકાર્ડના ખરીદ વેચાણનું રજીસ્ટર નિભાવવા અંગે, સાયકલ, મોપેડ, વિદ્યૃતથી ચાલતા વાહનો અને જુના વાહનો (તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટુ વ્હીલર)ના વેચાણ કરવા અંગેના આધારોની ચકાસણી કરવા, મકાન, દુકાન, ઓફિસ ભાડે આપવા તથા લેબર રજીસ્ટ્રેશન અંગેની માહિતી રાખવા, હોટલ, ગેસ્ટ હાઉસ, બેન્કીંગ સંસ્થાઓ વગેરે જેવા સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા મુકવા અંગે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ આગામી તા.૨,૪,૨૦૨૩ સુધી જાહેરનામુ અમલી કર્યુ છે. આ તમામ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.