For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેલા ગામની વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

Updated: Oct 7th, 2022

Article Content Image

- બોટાદ સ્પેશયલ ઓપરેશન ગૃપ અને બરવાળા પોલીસનું ઓપરેશન

- વનસ્પતિ જન્ય ગાંજાના જથ્થા સાથે વાડીના ભાગીયાની ધરપકડ : ખેતીની જમીનમાં કપાસના વાવેતરની આડમાં માદક પદાર્થનું વાવેતર કરાયું હતું

બોટાદ : બરવાળા તાલુકાના બેલા ગામ સિમાડે આવેલ વાડીમાં ગાંજાનું વાવેતર કરાયાની બાતમી આધારે બોટાદ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ અને બરવાળા પોલીસે ઓપરેશન હાથ ધરી વાડીમાં ખેતીની જમીનમાં ઉગાવેલ કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર મળી આવતા પોલીસે માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજા સાથે વાડી ભાગીયાની ધરપકડ કરી લીધી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બરવાળા તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ પાટીની સીમ તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં નરહરભાઇ તોગાભાઇ ગઢવી (રે.બેલા, તા.બરવાળા)ની ખેતીની જમીનમાં ભાગીયા તરીકે રહેલા મનસુખ વિઠ્ઠલભાઇ નાંડોળીયા (રે.બેલા, તા.બરવાળા)એ વાડીમાં ગાંજાનંુ વાવેતર કરી રાખ્યું હોવાની મળેલ પૂર્વ બાતમીના આધારે બોટાદ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ અને બરવાળા પોલીસ સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગત રાત્રીના અરસા દરમિયાન વાડીમાં દરોડો પાડી તપાસ હાથ ધરતા વાડી માલિક નરહરભાઇ ગઢવી અને ભાગીયા મનસુખ વિઠ્ઠલભાઇ નાંડોલીયા મળી આવતા તેઓને ગાંજાના વાવેતર કરાયા હોવાનું જાણ કરી બન્નેને સાથે રાખી તપાસ હાથ ધરતા ખેતીની જમીનમાં કપાસના વાવેતરની સાથે ગેરકાયદેસર રીતે પાસ-પરમીટ વગર વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ મળી આવતા પોલીસે એફએસએલ અધિકારીને વાકેફ કરતા ટીમ દોડી આવી હતી અને છોડની ખરાઇ કરતા માદક પદાર્થ ગાંજો હોવાનું ફલીત થતા પોલીસે ૪.૯૨૩ કિ.ગ્રા. લીલા ગાંજાનો જથ્થો બરામત કરી વાડીના ભાગીયા મનસુખ વિઠ્ઠલભાઇ નાંડોલીયાની અટકાયત કરી પુછપરછ કરતા તેણે છેલ્લા બે વર્ષથી જમીનમાં વાવેતર કરતો હોવાની અને કપાસના વાવેતરની સાથે ગાંજાના છોડ વાવ્યા હોવાની કબુલાત આપતા બરવાળા પોલીસ મથકના પી.એસ.આઇ. ભરવાડે ફરિયાદી બની શખ્સ સામે ફરિયાદ આપતા બરવાળા પોલીસે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનીયમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat