Updated: Apr 24th, 2023
- જર્જરીત તથા ભયજનક મકાનો તેમજ હોર્ડીંગ્સ ઉતારી લેવા તાકીદ
- ચોમાસાની તુમાં રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત પગલાં લેવા કલેકટરની તાકિદ
બેઠકમાં જિલ્લા કલેક્ટરએ ચોમાસાને અનુલક્ષીને જરૂરી ડિઝાસ્ટર પ્લાન, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, તળાવો કે ડેમ વિસ્તારની આસપાસના ગામોના નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા, વીજ પુરવઠો જળવાય તેની તકેદારી રાખવા ઉપરાંત જિલ્લા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવા જણાવ્યું હતું. વધુમાં કલેકટરએ ઉમેર્યુ હતું કે, ચોમાસામાં જિલ્લાના જે ગામોમાં પાણી ભરાતું હોય ત્યાં સગર્ભા ીઓ અને બિમાર વ્યક્તિઓને સલામત સ્થળે લઈ જઈ શકાય તે માટે વિશેષ તકેદારી લેવા, ચોમાસા પહેલા જર્જરિત તથા ભયજનક મકાનો તેમજ હોડગ્સના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે અંગે સાવચેતીના પગલા લેવા,ભારે વરસાદના સંજોગોમાં ફુડ પેકેટ તથા અન્ય રાહત સામગ્રીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા, શાળાઓને આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવા અંગે કલેક્ટરએ સૂચન કરી ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં લેવા મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ પ્રિ મોન્સૂન અન્વયે રચનાત્મક સૂચનો કર્યા હતા. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટરએ કર્યુ હતું. બેઠકમાં સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસર તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાંહતા.