Gujarat

ભાવનગરમાં વધુ 38 વ્યકિત કોરોનાની ઝપેટમાં

By GS Team
22 Jul 20203 mins read
This article was originally published on 22 Jul 2020
ભાવનગરમાં વધુ 38 વ્યકિત કોરોનાની ઝપેટમાં

ભાવનગર, તા. 22 જુલાઈ 2020, બુધવાર 

કોરોનાના વાઈરસે ભાવનગર શહેર અને જિલ્લામાં ખળભળાટ મચાવ્યો છે તેથી લોકોમાં ડર ફેલાયો છે. આજે બુધવારે ભાવનગર શહેર અને જિલ્લામાં ર૪ કલાકમાં વધુ ૩૮ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં રર અને જિલ્લામાં ૧૬ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. કોરોનાનો કહેર યથાવત રહેતા સરકારી તંત્રની દોડધામ વધી છે. 

કતપર, નેસવડ, મહુવા, પાલિતાણા, ઘેટી, દેદરડા, મોતીસર, સિહોર, ઘાંઘળી, ઢુંઢસર, સખવદર, આમલા, કુંઢેલી સહિતના ગામમાં મળી ૧૬ કેસ નોંધાતા ફફડાટ 

ભાવનગર શહેર-જિલ્લામાં આજે બુધવારે કોરોનાના કુલ ૩૮ પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ મચી જવા પામેલ છે. ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના રર કેસ નોંધાયા છે, જેમાં ૧૭ પુરૃષ અને પ ીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાના ૧૬ કેસ નોંધાયા છે, જેમાં મહુવા તાલુકાના કતપર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, પાલીતાણાના ઘેટી ખાતે ૧, પાલીતાણાના દેદરડા ગામ ખાતે ૧, પાલીતાણાના મોતીસર ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોરના ઘાંઘળી ગામ ખાતે ૧, સિહોરના ઢુંઢસર ગામ ખાતે ૧, તળાજાના સખવદર ગામ ખાતે ૧, તળાજાના આમલા ગામ ખાતે ૨, તળાજાના કુંઢેલી ગામ ખાતે ૧, તળાજાના પીપરાળી ગામ ખાતે ૧ તથા ઉમરાળા ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. 

દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૧૦પ૪ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૪ર૯ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ પ૯૮ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ર૦ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાના કેસ અટકાવવા સરકારી તંત્રએ પરિણામલક્ષી કામગીરી કરવી જરૃરી બની રહે છે. 

ભાવનગરમાં કોરોનાના ૬૬ દર્દી સ્વસ્થ થતા રજા અપાઈ 

ભાવનગર શહેરની હોસ્પિટલમાં આજે બુધવારે કોરોનાના ૬૬ દર્દી સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ૪૭ અને તાલુકાના ૧૯ દર્દીનો સમાવેશ થાય છે. ભારત સરકારની નવી માર્ગદશકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદશકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓનેઆજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. 

કો-મોરબીડ મૃત્યુની સંખ્યામાં વધારો છતાં આંકડા જાહેર કરાતા નથી 

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાથી દર્દીનુ મોત થાય તો આંકડા સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવે છે પરંતુ કો-મોરબીડનો મૃત્યુ આંક જાહેર કરવામાં આવતો નથી તેથી લોકોને સાચી માહિતી મળતી નથી, જે ગંભીર બાબત છે. કોરોનાના દર્દીને અન્ય કોઈ ગંભીર બિમારી હોય અને તેનુ મોત નિપજે તો તે કોરોનાથી મોત ગણવામાં આવતુ નથી. આવા મોત કો-મોરબીડમાં ગણવામાં આવે છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના આશરે ૧પ દર્દીના કો-મોરબીડથી મોત નિપજયા હોવાનુ ચર્ચાય રહ્યુ છે પરંતુ આ અંગે સરકારી તંત્રએ સત્તાવાર કોઈ માહિતી આપી નથી. કોરોનાનો મૃત્યુઆંક વધુ ન દેખાય તે માટે ગંભીર બિમારી હોય તેવા દર્દીનુ કોરોનાથી મોત દેખાડવામાં આવતુ નથી અને કો-મોરબીડમાં દેખાડવામાં આવી રહ્યુ હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. કો-મોરબીડ મૃત્યુની માહિતી પણ સરકારી તંત્રએ લોકહિતમાં જાહેર કરવી જરૃરી બની રહે છે.