ભાવનગર, તા. 23 જુલાઇ 2020, ગુરૂવાર
તળાજા તાલુકાના હાજીપર ગામના વળાંક પાસેથી પોલીસે દસ લાખથી વધુની કિંમતનો વિલાયતી દારૂ ભરેલા આઈસર ટેમ્પાની પકડી પાડયો હતો. જ્યારે આઈસરનો ચાલક નાસી ગયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર તળાજા પોલીસનો સ્ટાફ ચોક્કસ બાતમીના આધારે વોચમાં હતો. ત્યારે વિદેશી દારૂ ભરીને આવી રહેલ આઈસર ટેમ્પો નં.જીજે.૧.ડીઝેડ.૦૭૯૬ના ચાલક પોલીસને જોઈ જતાં દારૂ ભરેલું આઈસર હાજીપરના વળાંક પાસે મુકીને નાસી ગયો હતો. દરમિયાનમાં પોલીસે દોડી જઈ તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૨૭૨૩ બોટલ સહિત રૂા.૧૦,૨૧,૧૨૫ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે આઈસરના ચાલક, દારૂ મંગાવનારા, મોકલનાર અને મદદમાં રહેલા તમામ શખસો સામે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.


