For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોટાદ જિલ્લો બન્યાને 10 વર્ષમાં 89600 નવા વાહનોનો ઉમેરો

Updated: Nov 21st, 2022

Article Content Image

- અકસ્માત અટકાવવા નિયમપાલન સાથે લાયસન્સ ઈસ્યુની સાવચેતી જરૂરી

- વર્ષે દહાડે બે હજાર વાહનોનો વધારો થતો હોય ટ્રાફીક સમસ્યાઓમાં વધારો

બોટાદ : બોટાદ જિલ્લો બન્યા બાદ અત્યાર સુધીમાં ૮૯ હજારથી વધુ વાહનો ફરતા થયા છે. આમ નવા વાહનોની ખરીદી દિવસે દિવસે વધી રહી છે. જેની સામે પ્રદુષણ પણ વધી રહ્યું છે. જ્યારે ગફલત ભરી રીતે ચલાવતા વાહન ચાલકો પણ ગંભીર અકસ્માત નોતરી રહ્યાં છે ત્યારે લાયસન્સ આપતા પૂર્વે પુરતી ચકાસણી પણ જરૂરી બની છે.

દરેક શહેરમાં છેલ્લા ૫થી૭ વરસના ગાળામાં ઉત્તરાયણ હોય, દશેરા હોય કે દિવાળી હોય વાહનોનાં શો રૂમવાળા અને ઉત્પાદકો ટુ વ્હીલર ફોરવ્હીલ વાહનો ગીફટ સ્કીમનાં લાભો આપતા હોય છે. આવા સમયમાં વાહનો વધુ વેચાણથી પેટ્રોલ, ડીઝલ, ગેસનો વપરાશ ખુબ જ વધ્યો છે. વપરાશ વધારાનાં કારણે પ્રદુષણ અને મોંઘવારી વધી છે રોડ અને રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધવાથી સમસ્યા ગંભીર બની છે.

જીવલેણ અકસ્માતો રોજીંદી ઘટના બની રહ્યાં છે. જે આગળનાં દિવસોમાં વધશે અકસ્માતમાં લોકોના અંતરીયાળ મોતના કરૂણ બનાવો વધતા જાય છે. આ ગંભીર બનતી સમસ્યા અટકાવવાનું અશક્ય બન્યું છે. સુખી સંપન્ન કુટુંબોમાં જેટલા ઘરના સભ્યો તેટલા વાહનો જોવા મળે છે. થોડા અંતરે ચાલીને જવામાં કે સાયકલનાં ઉપયોગ કરવામાં શરમ આવે છે કે આળશ થાય છે. 

આર.ટી.ઓ. વાળાએ વાહનોનાં લાયસન્સ આપવામાં પુરતી કાળજી રાખવી જોઈએ. તેવી શહેરમાં ચર્ચાઓ થાય છે ઘણી જ જગ્યાએ ઘેર બેઠા ટુ વ્હીલરના લાયસન્સો મળી જાય છે. વાહનોના લાયસન્સ આપતા સમયે પુરે પુરી ચકાસણી કરવાની જરૂરી છે. ઘણા જ અકસ્માતો ડ્રાયવરો ડ્રાઈવીંગની ભુલના કારણે થાય છે. 

આ મુદ્દે જો બોટાદની વાત થાય તો બોટાદ જિલ્લો બન્યા બાદ જી.જે.૩૩ ની સીરીઝવાળા અત્યાર સુધીમાં ૮૯૬૨૩ની સંખ્યા થવા પામી છે. જેમાં મહત્તમ મોટર સાકલ ૫૯૪૦૯ છે. તો ૧૪૯૫૦ કાર અને ૨૮૦૮ ટ્રકોનો સમાવેશ થાય છે. આમ વાહનોની સંખ્યામાં દર વર્ષે સ તત બે હજારનો વધારો જણાય છે. ગત વર્ષ ૨૦૨૧માં ૭૮૯૦ વાહનો નોંધાયા હતા તો વર્ષ ૨૦૨૨માં હાલ અત્યાર સુધીમાં ૧૦૧૫૬ નવા વાહનોની નોંધ સરકારી ચોપડી પડી છે. આમ વાહનોની વધતી સંખ્યાની સામે તેના ઉપભોગતાઓની સંખ્યામાં પણ વધારો જણાય છે. 

Gujarat