Gujarat

મેપાનગરનો શખસ 2 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

By GS Team
21 Jul 20201 min read
This article was originally published on 21 Jul 2020
મેપાનગરનો શખસ 2 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

ભાવનગર, તા. 21 જુલાઈ 2020, મંગળવાર

ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે મેપાનગર વિસ્તારની પટેલ સોસાયટીના મકાનમાં મળેલ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી નશાકારકના પદાર્થ ગાંજાના જથ્થા સાથે શખસને ઝડપી પાડી પુછપરછ કરતા ગાંજો ભીકડાનો શખસ પાસેથી મેળવાયો હોવાનું ખુલતા એસ.ઓ.જી.એ. બન્ને સામે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરાવી તજવીજ હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપનો સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે રેલવે કોલોની પાછળ મેપાનગર વિસ્તારની પટેલ સોસાયટીમાં રહેતા ભરત ઉર્ફે દાઝી લાખાભાઈ ખસિયાના કબજા ભોગવટાના મકાનમાં રેડ કરી તપાસ હાથ ધરતા ટીવી નીચે રાખેલ ત્રણ કોથળીઓ ચેક કરતા તેમાંથી ગાંજા જેવો પદાર્થ મળી આવતા એફએસએલ ટીમને વાકેફ કરતા અધિકારી પંડયા સહિતના સ્ટાફે દોડી આવી માદક પદાર્થની ચકાસણી હાથ ધરી ગાંજો હોવાનું ખુલતા ૨.૦૬૦ કિલોગ્રામ ગાંજો શખસના કબજામાંથી બરામત કરી પુછપરછ કરતા તેના કબજામાં રહેલ ગાંજો ભીકડા ગામે રહેતા રાજભાએ આપ્યો હોવાની કબુલાત આપતા સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે બોરતળાવ પોલીસ મથકમાં બન્ને સામે એન.ડી.પી.એસ. એક્ટ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરી કોરોના મહામારી અનુસંધાને કોવીદ રીપોટ કરાવવાની ગાઈડલાઈન હોવાથી શખસને પોલીસ નિગરાનીમાં તાબે લઈ આગળની તજવીજ હાથ ધરી હતી.