ભાવનગરમાં કોરોનાના 44 કેસ નોંધાતા હડકંપ
- શહેર-જિલ્લામાં કોરોનાના કેસનોં આંક 1447 એ પહોંચ્યો, 447 દર્દી સારવાર હેઠળ
- શહેરમાં ૧૬ અને જિલ્લામાં ર૮ કોરોનાના કેસ નોંધાયા, કોરોનાના સંક્રમણને અટકાવવા સરકારી તંત્રએ કડક પગલા લેવા જરૃરી
ભાવનગર, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર
કોરોનાનુ સંક્રમણ ભાવનગર શહેર અને જિલ્લામાં વધી રહ્યુ છે તેથી લોકોની ચિંતા વધી રહી છે. આજે શનિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં વધુ ૪૪ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં ૧૬ અને જિલ્લામાં ર૮ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે.
ભાવનગર શહેર-જિલ્લામાં આજે શનિવારે કોરોનાના કુલ ૪૪ પોઝીટીવ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામેલ છે. ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૧૬ કેસ નોંધાયા છે, જેમાં ૧૧ પુરૃષ અને પ સ્ત્રીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાના ર૮ કેસ નોંધાયા છે, જેમાં ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના રંડોળા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના રતનપર ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૩, સિહોરના આંબલા ગામ ખાતે ૩, સિહોરના બોરડી ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા ખાતે ૩, તળાજાના બેલડા ગામ ખાતે ૧, તળાજાના ટાઢાવડ ગામ ખાતે ૧, તળાજાના કુંઢેલી ગામ ખાતે ૧, તળાજાના ભેગડી ગામ ખાતે ૧, તળાજાના દાઠા ગામ ખાતે ૧, તળાજાના નવી કામરોલ ગામ ખાતે ૧, તળાજાના પ્રતાપરા ગામ ખાતે ૧, ઉમરાળાના દેવળીયા ગામ ખાતે ૩, ઉમરાળા ખાતે ૧, ઉમરાળાના ધોળા ગામ ખાતે ૧ તથા વલ્લભીપુર ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે.
દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૧૪૪૭ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૪૪૭ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૯૬૭ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ર૬ દર્દીઓના મોત નિપજયા છે.
ભાવનગરમાં કોરોનાના 44 દર્દી સ્વસ્થ થતા રજા અપાઈ
ભાવનગર શહેરની હોસ્પિટલમાં આજે શનિવારે કોરોનાના ૪૪ દર્દી સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ૧પ અને તાલુકાના ર૯ દર્દીનો સમાવેશ થાય છે. ભારત સરકારની નવી માર્ગદશકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદશકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓનેઆજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે.