Get The App

બોટાદ RTOની વાહન ચેકીંગ ડ્રાઇવમાં 323 મેમો પકડાવાયા

Updated: Mar 28th, 2019

GS TEAM


Google News
Google News
બોટાદ RTOની વાહન ચેકીંગ ડ્રાઇવમાં 323 મેમો પકડાવાયા 1 - image

ભાવનગર, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર

બોટાદ જિલ્લામાં RTO દ્વારા એકાએક વાહન ચેકીંગ ડ્રાઇવ ગોઠવી 223થી વધુ ચેકીંગ મેમો ઇસ્યુ કરી 3.08 લાખથી વધુ વસુલાત કરાઇ હતી તો 252 બાકી ટેક્ષવાળા વાહનોને નોટિસ અપાઇ હોવાનું જણાયું છે.

તાજેતરમાં બોટાદ જિલ્લામાં પ્રાદેશિક વાહનોનું ચેકીંગ કરતા 323થી વધુ ચેકીંગ મેમો ઇસ્યુ કરતા ચેકીંગ અન્વયે રૂપિયા 308,750ની વસુલાત કરવામાં આવી છે. આ ચેકીંગ ઝુંબેશ આગામી સમયમાં અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત બાકી ટેક્ષવાળા વાહનોની 252 નોટિસ આપવામાં આવે છે અને રૂપિયા 365,466ની રીકવરી કરવામાં આવી છે તેમજ બાકી કરની વસુલાત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી દરેક વાહન ચાલકોએ RC બુક, વીમો, PUC, લાયસન્સ, પાર્સીંગ, ટેક્ષનો આધાર અને પરમીટને લગતા દસ્તાવેજો ફરજિયાત સાથે રાખવા તાકિદ કરી છે.
Tags :