ડુપ્લીકેટ મોબાઇલની એસેસરીઝનુ વેચાણ કરતા 3 વેપારી ઝડપાયા
- ભાવનગરના બિઝનેસ સેન્ટરની ત્રણ શોપમાં ક્રાઈમ બ્રાંચની તપાસ
- એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનુ વેચાણ કરી કોપીરાઈટના હક્કોના ભંગ કર્યો
ભાવનગર, તા. 24 જુલાઈ 2020, શુક્રવાર
શહેરના બીજનેસ સેન્ટરમાં મોબાઈલ શોપ ધરાવતા ત્રણ વેપારીને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે કંપનીના ડુપલીકેટ પાર્ટસ સાથે ઝડપી પાડી કોપીરાઈટ એક્ટ તળે ગુનો દાખલ કરાવ્યો હતો.
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતોં.તે દરમ્યાન ચોકકસ હકિકત આધારે એપલ કંપનીના સ્ટાફના માણસો સાથે ઘોઘાગેટ પોલીસ ચોકી બિસનેસ સેન્ટરમા પહેલા માળે આવેલ એક્ષપર્ટ મોબાઇલ,યશ મોબાઇલ,સુંધા મોબાઇલ નામની દુકાનોમાં રેઇડ કરી તપાસ કરતા એક્ષપર્ટ મોબાઇલ નામની દુકાનમા રાકેશ નાનકરામ ગુરૃબક્ષાણી (ઉ.વ.૪૯ રહે.સરદારનગર દેવુમાનો ચોક સન રેસીડેન્સી નં-૪૦૨ ભાવનગર)ના કબ્જામાથી એપલ કંપના સિમ્બોલ વાળી ડુપ્લીકેટ અલગ-અલગ એસેસરીઝ જેમા બેટરી,કોમ્બો ડીસ્પ્લે,ચાર્જીંગ બેલ્ટ,હોમ બટન,ફ્રન્ટ ગ્લાસ બેક ગ્લાસ,બોડી વિગેરે મુદામાલ મળી આવેલ.જ્યારે યશ મોબાઇલ નામની દુકાનમાં મહંમદ અલીભાઇ કુરેશી (ઉ.વ.૩૨ રહે.પ્રભુદાસ તળાવ રૃવાપરી રોડ ફાયર બ્રિગેડની સામે મ્યુનિ કવાર્ટર નં-૧૭ ભાવનગર)ના કબ્જામાથી એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ અલગ-અલગ એસેસરીઝનો મુદામાલ મળી આવેલ જ્યારે અન્ય સુંઘા મોબાઇલ મોબાઇલ નામની દુકાનમાં પ્રહલાદ રાજુસિંહ રાજપુત (ઉ.વ.૨૪ રહે.ફુલસર શિવ શકિતી એપાર્ટમેન્ટ ભાવનગર)ના કબ્જામાથી એપલ કંપના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝનો મુદામાલ મળી આવેલ. ત્રણેય મોબાઇલ દુકાન ધારકો પોતાના આર્થીક ફાયદા સારૃ એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ સાથે મળી એપલ કંપનીના કોપીરાઈટના હક્કોના ભંગ કરી ધી કોપીરાઈટ એક્ટસને- ૧૯૫૭ ની કલમ-૬૩,૬૪,૬૫ મુજબ ગુન્હો કરતા ત્રણેય વેપારી સામે ક્રાઈમ બ્રાંચે ગંગાજળીયા પો.સ્ટે મા ગુન્હો રજી કરાવી સોંપી આપ્યા હતા.