ધંધુકાના રોજકા ગામેથી જુગાર રમતા 2 ઝડપાયા, 5 ફરાર
- સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગટું ખેલાતું હતું
- રોકડ, ત્રણ મોબાઇલ, જુગાર સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે લઇ શખસોને લોકઅપ હવાલે કરાયા
ભાવનગર, તા. 19 જુલાઈ 2020, રવિવાર
ધંધુકાના રોજકા ગામે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે હારજીતનો જુગાર રમતા સાત શખસ પૈકી પાંચ પોલીસને નિહાળી ફરાર બન્યા હતાં. જ્યારે બે શખસને પોલીસે ઝડપી પાડી તેના કબજામાંથી રોકડ, ત્રણ મોબાઇલ, જુગાર સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે લઇ શખસોને લોકઅપ હવાલે કરી દેવામાં આવ્યા હતાં.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ધંધુકા પોલીસ મથકનો સ્ટાફ ગત રાત્રિના નાઇટ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકિકત મળી હતી કે, રોજકા ગામે વણકરવાસના નાકા પાસે આંગણવાડી નજીક સ્ટ્રીટ લાઇટના અંજવાળે શખસો જુગારની બાજી માંડી બેઠા છે જે હકિકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા હારજીતના જુગારની બાજી માંડી બેસેલા ધીરૃ ગોકુળભાઇ રોકીયા, ઘનશ્યામ ઇશ્વરભાઇ હીરાણીને ઝડપી પાડયા હતાં. જ્યારે પોલીસ રેડ દરમિયાન અન્ય વિજય વાહણભાઇ વિહપરા, પ્રતાપ જેસીંગભાઇ કોલાદરા, વિક્રમ લક્ષ્મણભાઇ પનારા, રાહુલ શૈલેષભાઇ પગી (રે.તમામ રોજકા, તા.ધંધુકા), ચંદુ કણજરીયા (રે.રાણપુર રોડ, ધંધુકા) નાસી છુટયા હતાં. પોલીસે ઝડપાયેલ શખસોના કબજામાંથી રોકડ, ત્રણ મોબાઇલ, જુગાર સાહિત્ય કબજે લઇ તમામ શખસો સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.