Editorial

સારાને માથે સાફો અને નઠારાને ગાલે લાફો

By GS TEAM
2 Sep 20255 mins read
સારાને માથે સાફો અને નઠારાને ગાલે લાફો

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

સાચું હસે  એનું ન ખસે અને ખોટું હસે એને જોઈ સહુ આઘા ખસે... પણ મને તો રવિવારે સવારે મુંબઈના એક પરાંની લાફટર ક્લબમાં હસાવવા માટે જવાનું થયું. ઘરેથી નીકળતો હતો ત્યાં પથુકાકાએ પૂછ્યું કે 'સવારના પહોરમાં ક્યાં નીકળ્યો?' મેં કહ્યું કે કાકા 'વાંદરાની લાફટર કલબમાં જવાનું છે, તમેય આવો ભેગા.' 

મારો જવાબ સાંભળી નવાઈ પામેલા કાકાએ પૂછ્યું.' શું વાત કરે છે?  તું માણસને હસાવતા હસાવતા વળી વાંદરાને હસાવતા કેવી રીતે શીખી ગયો?  વાંદરા તો દાંતિયા કરે, હસે કેવી રીતે?'

કાકાની આ નવી અમથી લઘુ-શંકાનું નિવારણ કરતા મેં કહ્યું , 'કાકા. આ વાંદરાની લાફટર કલબ એટલે કાંઈ વાનરની કલબ નથી હો? વાંદરા એટલે આપણાં ઉપનગર વાંદરાની લાફટર ક્લબમાં જવાનું છે, સમજ્યા?' 

કાકા કહે,' ઓ... હો... હો... એમ વાત છે? મને એમ કે વાંદરાની ક્લબમાં તું મન કી બાતને બદલે મન્કી બાત કહીને હસાવાનો હોઈશ, ઠીક છે ત્યારેં હું આવું છું તારી ભેગો.'

હું અને કાકા ટેક્સીમાં પહોંચ્યા વાંદરાની લાફટર ક્લબમાં, જ્યાં ક્લબના પ્રેસિડેન્ટ સોજ્જા પારસી સન્નારી હુતોક્ષી માઈએ સ્વાગત કર્યું.  મેં કલબના મેમ્બરો તરફ નજર કરી તો ભારે નવાઈ લાગી, કારણ કે કોરોનાકાળ વિત્યા છતાં બધાએ મોઢે માસ્ક પહેર્યા હતા. મેં હુતોક્ષી માઈને પૂછ્યું આ બધા સભ્યોએ માસ્ક કેમ પહેર્યા છે?'

પારસીબાનુ હસીને બોલ્યાં,.'આ માસ્ક છે ને એ ટુ ઈન વન માસ્ક છે. નજીકમાં દતરિયાની ખાડી છે એટલે મચ્છરોનો બહુ ત્રાસ છે. એટલે પહેલાં અમે સહુ મોઢા ફારી (ફાડી) ફારીને હસકતા ટે વખતે  મૂઆ મચ્છરિયા મોઢામાં ઘૂસી જતા, એટલે મચ્છરોની મોઢામાં ઘૂસણખોરી અટકાવવા મચ્છરદાનીનાં કાપડમાંથી માસ્ક બનાવીને મેમ્બરોને આપ્યા છે. માસ્ક પહેરીને હસે એટલે મચ્છર મોઢામાં ન ઘૂસે. અન્ડરસ્ટેન્ડ?' 

મેં કહ્યું, 'આ આઈડિયા ગમ્યો, પણ મચ્છરોને અટકાવવા ઉપરાંત મચ્છરદાનીના માસ્કનો બીજો શું ફાયદો છે?' પારસીબાનું બોલ્યા કે રવિવારે સવારના પહોરમાં અમે ગાર્ડનામાં જોર જોરથી ડાટા ફારી ફારીને હસતા તેના અવાજથી આસપાસની સોસાઈટી ઓના લોકોની ઊંઘ બગડતી, એટલે ક્મ્પ્લેઈન ઉપર કમ્પ્લેઈન થવા માંડી, એટલે અમે મચ્છરદાનીના  કાપડમાંથી બનાવેલા માસ્કમાં એવી રીતનું અસ્તર મૂક્યું છે કે અવાજ થોડો ગળાઈને આવે. એટલે ઘોંઘૌટ ઓછો થાય. આમ આમ આ માસ્ક નોઈઝ બેરિયરનુું પણ કામ કરે છે, અન્ડરસ્ટેન્ડ? એટલે આ ટુ-ઈન વન માસ્ક કોરોના માટેનો નથી, આ માસ્કને અમે નામ આપ્યું છે ક્યોં-રોના, બસ હસના...'

રંગમાં આવી ગયેલા પારસી બાનુએ લાફટર ક્લબના મેમ્બરોને બે હાથ ઊંચા કરી કહ્યું લાફો ભાઈ લાફો... લાફો ભાઈ લાફો... આ સાંભળીને હુ જરા બી ગયો કે સામેથી કોઈ આવીને લાફો મારશે કે શું? પણ ત્યાં તો સહુ ખડખડાટ હસી પડયા એટલે સમજાયું કે પારસી બાનુએ લાફો... લાફો એટલે હસો હસો. એમ કહ્યું હતુું.'

લાફટર કલબમાંથી નીકળ્યા ત્યારે પથુકાકાના મગજમાં પણ લાફો.. લાફો શબ્દ જ ઘૂમરી લેતો હતો અ ને કહે પેલા દરિયા-પાર બાનુએ તો લાફો શબ્દ ખરો અજમાવ્યો હો?

મેં પૂછ્યું ,'દરિયાપાર બાનુ એટલે શું?' કાકાએ હસીને કહ્યું ગુજરાતી અને અંગ્રેજીની મિલાવટવાળો આ નવો ગુજરેજી શબ્દ હું પારસી માટે વાપરૃં છું. પારસીઓ ઈરાનથી દરિયો પારકરી ગુજરાતને કાંઠે પહોંચ્યા હતાંને? અંગ્રેજીમાં 'સી' એટલે દરિયો અને સી-પાર કરીને આવ્યો એટલે પાર-સી,પડી સમજ? '

મે કહ્યું સાચું કહું તો મને તો પારસી બાનુએ લાફો... લાફો શબ્દ વાપર્યો એ સાંભળીને રવિવારે સવારે કોઈએ લાફો ચોડી દીધો હોય એવું લાગ્યું. 

કાકા બોલ્યા મને તો લાફો શબ્દ સાંભળીને વર્ષો પહેલાં મુંબઈમાં પાડોશમાં વસતા નવ સંતાનોના 'ગર્ભ-શ્રીમંત' મમ્મીજી યાદ આવ્યા. સંતાનો નાના હતા ત્યારે મમ્મીજી શું કરે ખબર છે? રવિવારની સવાર પડે એટલે એક પછી એક ટેણિયાને ઉઠાડીને  લાફો મારતા જાય. મેં એકવાર પૂછ્યું કે તમે રવિવારે સવારે આ લાફાવાળી કેમ કરો છો? ત્યારે મમ્મીજીએ કહ્યું કે રવિવારે રજાના દિવસે બાળકો ધમાલ ન કરે અને તમારા  ભાઈને કનડે નહીં એટલા માટે સવારમાં જ ઉઠતાવેંત લાફાનો એક એક ડોઝ આપી દઊં છું. એટલે પછી આખો દિવસ શાંતિ.'

મેં બાલ-મંદિરને બ-બાલમંદિરમાં ફેરવાનું અટકાવવા પથુકાકાના જૂના પાડોશી બાનુએ અજમાવેલા લાફટર નહહીં લપણ 'લાફો-ટર'  થેરાપીની વાત સાંભળીને ટકોર રી કે લોકશાહીના મંદિરને બબાલ-મંદિરમાં ફેરવતા લોકપ્રતિનિધિઓ જ્યારે ચૂંટાય ત્યારે જ તેમને પ્રતિકાત્મક રીતે લાફ મારવાની પ્રથા શરૂ કરવી જોઈએ, જેથી શાસન કરવા આસન પર સખણા બેસે અને આ સખણાસનની શાંતિ રહે.'

પથુકાકા બોલ્યા કે આમ પણ આપણે ત્યાં કેવું છે ખબર છેને? સારાને માથે સાફા અને નઠારાને ગાલે લાફા...

મેં કહ્યું ડાયરામાં ગિરના જંગલનો ટુચકો સાંભળેલો એ યાદ છેને?  સાસણ-ગીરમાં ખાનદાની અપ લખણો વાંદરો ડાલામૈયા મથ્થા  સિંહને કચકચાવીને લાફો મારીને તતાડાવીને ભાગ્યો. આગળ વાંદરો અને પાછળ સિંહ વાંદરાને થયું કે હવે આ સિંહ માર્યા વિના છોડશે નહીં, કંઈક નુસ્ખો અજમાવવવો પડશે. એણે શું કર્યું ખબર છે? ફોરેસ્ટ ગેસ્ટ-હાઉસની બહાર પડેલી ખુરશીંમાં બેસી ગયો અને નીચે પડેલું જૂનું છાપું ઉઘાડી એની પાછળ મોંઢું સંતાડી બેસી ગયો.

થોડીવારમાં ઘૂંઆપૂંઆ થતો અને હાંફતો હાંફતો સિંહ ત્યાં આવી પહોંચ્યો, ઊંચા અવાજે પૂછ્યું કે 'અહીંથી કોઈ વાંદતરાને ભાગીને જતા જોયો?' વાંદરો બોલ્યો 'ક્યો વાંદરો? સિંહને લાફો મારી ભાગ્યો એની વાતજ કરો છો? આ સાંભળી સિંહ બોલી ઉઠયો 'અરે બાપરે આ સમાચાર છાપામાંય આવી ગયા?'... આટલું બોલી  શરમાઈને પાછો જંગલ ભેગો થઈ ગયો. બોલો વાંદરા લાફા મારી જાય તો જીવવું કેવી રીતે?' 

મેં આ કિસ્સો સાંભળી કાકાને યાદ અપાવ્યું કે  તાજેતરમાં દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાને આવી જ રીતે એક રાજકોટના યુવાને લ ાફો માર્યો હતોને?' પથુકાકા બોલ્યા કે 'ભૂતકાળમાં પણ કેટલાક નેતાઓએ ગાલે લાફા ખાવા પડયા હતાને?' 

મેં કહ્યું આવાં કિસ્સા ટીવી પર જોઈને કાંટા લગા... ગીત ફેરવીને ગાવું પડે ચાટા લગા હાય લગા... તમાચાને હિન્દીમાં ચાટા કહે છેને?  એટલે જ કહેવું પડે કે રાજકારણની વાત જ ન્યારી છે, મોટા નેતાની ગરજ પડે ત્યારે તેનાં તળિયા ચાટે અને ગરજ સરી કે વૈદ વેરી એ ન્યાયે લાગ જોઈને ગાલે મારે 'ચાટે'.

કાકા બોલ્યા કે  ગાંધીજી કહેતા કે તમારા એક ગાલ પર લાફો મારે તો તમારે બીજો ગાલ ધરી દેવો. આના પરથી ખલીલ ધનતેજવીનો શેર યાદ આવેઃ

તમાચો ખાઈ લઊં

ગાંધીગીરીના નામ પર હું પણ

પણ આ પત્નીને

બા સંબોધવું આપણને નહીં ફાવે.

અંત-વાણી

સઃ ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેડ્રોનને તેની પત્નીએ પ્લેનમાં કેમ સણસણતો તમાચો ચોડી દીધેલોઃ

જચઃ મક્રોને તેનાથી મોટી ક્લાસ ટીચર સાથે પ્રેમલગ્ન કર્યા છે એટલે  ટીચરને તો પોતાના સ્ટુડન્ટને  તમાચા મારવાની ફાવટ હોય જ ને?