Get The App

જ્યારે પતિવ્રતા બને પેટી-વ્રતા ત્યારે પતિને મારી પેટીમાં કરે પેક

Updated: Apr 15th, 2025

GS TEAM

Google News
Google News
જ્યારે પતિવ્રતા બને પેટી-વ્રતા ત્યારે પતિને મારી પેટીમાં કરે પેક 1 - image

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

- 'મેં એ બધી સૂટકેસો નીચે ઉતારી. એ સૂટકેસો ઉઘાડી એની અંદર ટૂંટિયું વાળીને સૂઈને મેં ટ્રાયલ લઈ જોઈ. ચારેચાર સૂટકેસમાં હું સમાઈ ગયો હતો.  બસ, પછી મેં નક્કી કર્યું કે ઘરમાં એકેય બેગ કે સૂટકેસ રાખવી જ નથી!' 

દિલ મેં છૂપા કે પ્યાર કા

તૂફાન લે ચલેં

હમ આજ અપની મૌત કા

સામાન લે ચલેં...

'આન' ફિલ્મંનું આ ગીત કાકા મોટે અવાજે ગાતા હતા એ સાંભળી હું બહાર નીકળ્યો. જોયું તો કાકા ઘરમાંથી મોટી મોટી સૂટકેસ, બેગ અને પેટીઓલારીમાં ભારતા હતા. આ બધી બેગો અને સૂટકેસો ભરાઈ ગઈ એટલે લારીવાળાને કહ્યું , 'બસ, હવે ઉતાવળે આ બધું પહોંચાડ ભંગારવાળાની દુકાને. કાકા લારીની આગળ ટેસથી ચાલતાં ચાલતાં ગાતા હતાઃ હમ આજ અપની મૌત કા સામાન લે ચલેં... મોત કા સામાન લે ચલેં...'

કાકા આ બધો સામાન ભંગારવાળાને ત્યાં વેંચી રોકડા હજાર રૂપિયા લઈ પાછા આવ્યા અને હાશકારો  કરતા બોલ્યા, 'હા...શ  બચી ગયા એમ કેમ કહો છો? અને આટલી બધી બેગો અને અમેરિકા લઈ ગયેલા એ તોતિંગ સૂટકેસો કેમ વેચી આવ્યા?'

કપાળેથી પરસેવો લૂછતા કાકા બોલ્યા, 'હમણાં હમણાં છાપામાં હત્યાના કેસ વાંચે છેને? પત્નીએ પ્રેમીની મદદથી પતિની હત્યા કરી લાશ બેગમાં પેક કરી બેગને નદીમાં ફેંકી દીધી. પત્નીએ પ્રેમીની મદદથી ધણીનું કાસળ કાઢી કાપીને મોટી બેગમાં ભરી બેગને રેલવે સ્ટેશન પર મૂકી દીધી.  વાઈફે હસબન્ડનું મર્ડર કરી ડેડબોડી મોટી સૂટકેસમાં સંતાડી સૂટકેસનો પહાડ પરથી નીચે ઘા કરી દીધો... છાશવારે બનતા આવા બનાવોને લીધે મેડા પર અને માળિયા પર સૂટકેસો અને બેગો પડી રહેતી એ જોઈને મારા મનમાં કાયમ ફફડાટ રહેતો કે ન કરે નારાયણ અને તારી (હોે)બાળાકાકીનું કોઈ મામલે માથું ફરે અને મારો ઘડોલાડવો કરી  સૂટકેસમાં પેક કરી ફેંકી આવે તો શું થાય? 

એટલે તારી કાકી પિયર ગઈ એ પછી મેં અમેરિકા લઈ ગયેલો એ બધી સૂટકેસો નીચે ઉતારી. એ સૂટકેસો ઉઘાડી એની અંદર ટૂંટિયું વાળીને સૂઈને મેં ટ્રાયલ લઈ જોઈ. ચારેચાર સૂટકેસમાં હું સમાઈ ગયો હતો.  બસ, પછી મેં નક્કી કર્યું કે ઘરમાં એકેય બેગ કે સૂટકેસ રાખવી જ નથી. એટલે જ આજે સવારે આ બધી સૂટકેસો અને બેગો લારીમાં ભરીને ભંગારવાળાને વેંચી આવ્યો. એટલે જ હું ગાતો હતોઃ હમ આજ અપની  મૌત કા સામાન લે ચલેં...'

મેં કહ્યું , 'કાકા, પહેલાં તો યુવતીઓ બહુ બહુ તો આંખો મારતી અને હવે  'આખો' મારે ત્યારે ચેતવું તો પડે હો!'

પથુકાકા બેોલ્યા, 'મને તો 'ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની...' એ ભજન ફેરવીને ગાવું પડે કે-

ધણીને પતાવી ઘેલી

લીધી વાટ ગામની.'

કાકાને દાદ આપતાં મેં કહ્યું, 'પેલી કહેવત છેને કે ધાર્યું ધણીનું થાય. એ ફેરવીને  કહેવી પડે કે, અણધાર્યું ધણિયાણીનું થાય. મને એવું એક ભજન યાદ આવે છેઃ તારે ને મારે  હંસલા પ્રીત્યું બંધાણી રે... એનો એવો અર્થ કાઢી શકાય કે હંસલા નહીં પણ હંસલી સીધી ચાલે તો તારે અને આડી ચાલે તો મારે... એટલે ચેતતા નર સદા સુખી, નહીંતર દુઃખી દુઃખી...'

પથુકાકા બોલ્યા, 'તારી વાત સાવ સાચી છે. કેરી બેગ ક્યાંક વેરીબેગ ન બની જાય એનું ધ્યાન તો રાખવું પડેને?'

મેં કહ્યું, 'વેરીબેગ ઉપરથી મને યાદ આવ્યું. અમારાં વર્ષો જૂના પાડોશી બહેન ઈંગ્લેન્ડથી રજા ગાળવા આવેલાં. અંગ્રેજી આવડે નહીં તોય સાચું ખોટું ભરડયાં  કરે. ગોદડીનો સ્પેલિંગ ઉચ્ચારે 'જીએદડીવાય'. પોતે વિલાયતથી આવ્યાં છે એ બધાને ખબર પડે એ માટે ગુજરાતી અને અંગ્રેજીની ભેળસેળવાળું ગુજરેજી  બોલ્યા કરે. મેં એમને પૂછ્યું કે તમારા હસબંડ ત્યાં શું કરે છે? ત્યારે લેડીએ જવાબ આપ્યો કે 'મારા હબી તો ઉકેમાં (યુ.કે.માં) વેલનોન બેગર છે બેગર.' મેં તાજ્જુબ  થઈને સવાલ કર્યો કે ત્યાંના હિન્દુ મંદિરની બહાર બેગીંગ બાઉલ (ભીખનો કટોરો) લઈને ઊભા રહે છે? ત્યારે 'ઉકેવાસી' લેડીએ ખડખડાટ હસીને જવાબ આપ્યો , 'તમે પણ શું ડોન્કીને ફિવર આવે એવી વાત કરો છો? મારા હબી બેગર છે એટલે કે ેએમને લેધર બેગનો મોટો બિઝનેસ  છે. એટલે મેં કહ્યું કે મારા બહી બેગર છે બેગર.' આ સાંભળી મનમાં વિચાર્યું કે મધરટંગ ભૂલી ભીખમાં મેળવેલી અધરટંગમાં ભાષાના ભગા કરે એ બેગર જ કહેવાયને!'

મારી વાત સાંભળી ખડખડાટ હસીને કાકા બોલ્યા, 'બેગર્સ હેવ નો ચોઈસ. ભાષાની રક્ષાના ભેખધારીને સલામ, બાકી ક્યાં પહોંચશે પરાઈ ભાષાના ભીખધારી આવાં ગુલામ?'

મેં કહ્યું ,'કાકા, સૂટકેસનીઅને બેગની વાત ઉપરથી ભાષાવાદનું ભૂત ધૂણાવવા માંડયા.'

કાકા બોલ્યા, 'મને તો લાગે છે કે નજીકના ભવિષ્યમાં અમુક રાજ્યોની સરકારે જાહેરમાં ચેતવણી આપવી પડશે કે નવી પરણેલી કન્યાઓએ આણાંમાં મોટી બેગ કે સૂટકેસ લાવવાની નહીં. નહીંતર ધણી ફફડાટમાં ઊંઘમાંય 'દેવદાસ'નું જ ગીત ગાતો રહેશેઃ હાય માર ડાલા હાય માર ડાલા...'

મેં કહ્યું, 'આ સૂટકેસ અને મૃતકેસની છાશવારે બનવા માંડેલી ઘટનાઓની દહેશત કેવી ફેલાઈ ગઈ છે તમને ખબર છે? ઉત્તર પ્રદેશના  એ ક ધણીને જ્યારે ખબર પડી કે તેની પત્ની એક યુવકના પ્રેમમાં પાગલ છે ત્યારે તેણે પોતે જ પત્નીનાં લગ્ન પ્રેમી સાથે કરાવી દીધાં. પહેલાં તેણે પત્નીને મનાવવાની બહુ કોશિશ કરી એને એમ  'હસીના-માન-જાએંગી', પરંતુ તે માની નહીં, એટલે ફિલ્મનું ટાઈટલ બદલી 'હસીના-માર-જાએ ગી' કરવાની નોબત આવે એના કરતા પ્રેમી સાથે વળાવી દેવામાં જ મજા છે એમ વિચારીને તેણે હોંશે... હોંશે 'વહુ-દાન' કર્યું, બોલો!'

અંત-વાણી

માનુનીઓ મળે મારકણી

તો સંસાર થાય ધૂળધાણી,

મારીને પેટીમાં કરે પેક

તો 'પેટી-પેક' માગે 

નહીં