Get The App

મહારાષ્ટ્રના જમાઈ જમરાજાનો ખરો જુલમ

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

Updated: Jun 9th, 2020

GS TEAM

Google News
Google News

બચના એ હસીનો લો જમ આ ગયા... લોકડાઉનમાં ઘરને ઓટલે બેસી આ ગીત ગણગણતા કાકાને મેં દૂરથી ટપાર્યા કે 'કાકા ખોટુંખોટું શું ગાવ છો?  આ ગીતના શબ્દો છે બચના એ હસીનો લો મેં આ ગયા ...'પથુકાકા ખોટું નથીગાતો, આ તો આજની કોરોનાગ્રસ્ત સ્થિતિમાં લોકોના મનમાં મોતનો ભય ઘર કરી ગયો છે એ વ્યક્ત કરવા ગાઉં છું કે: બચના એ હસીનો લો જમ આ ગયા... અને આ ફિલ્મનં ટાઈટલ બદલીને મેં શું કર્યું છે ખબર છે? હમ કિસીસે કમ નહીં...ને બદલે 'જમ કિસી સે કમ નહીં'...કર્યું છે. લોકોને ચેતવું છું કે લોકડાઉનનો ભંગ કરીને રસ્તા ઉપર નીકળતા નહીં, ક્યાંક જમરાજાના અનબ્રેકેબલ (બ્રેક વગરના) પાડાની અડફેટે  ચડી જશોને તો અમથા અમથા અંટાઈ જશો. અરે ખુદ જમરાજા પણ કોરોનાથી ડી મોઢે માસ્ક પહેરીને પાડા ઉપર સિંગલ સીટ સવારી કરી નીકળે છે. કહે છે કે પોતાના પાડાને પણ આખેઆખો સેનિટાઈઝ કરીને પછી જ લોકડાઉનની ઐસીતૈસી કરીને નીકળે છે અને ઊંચા  અવાજે ગાતા ફરે છે: બચના એ હસીનો લો જમ આ ગયા'...

ખડખડાટ હસીને કાકા બોલ્યા 'કોરોનાએ સૌથી વધુ કહેર કયાં વર્તાવ્યો છે એ તને ખબર છેને?  મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જમરાજાના પાડાના ફેરા વધી ગયા છે. એની પાછળનું કારણ શું છેખબર છે? જમરાજા તો મહારાષ્ટ્રના જમાઈરાજા વધુમાં વધુ જીવ લઈને જમાઈપણું દેખાડે કે નહીં?'

આશ્ચર્યચક્તિ થઈ મેં પૂછ્યું કે 'શું યાદ કરો છો કાકા? જમાઈરાજા મહારાષ્ટ્રના જમાઈ છે એમ તમે કેમ કહો છો?'

પથુકાકા બોલ્યા 'હું કાંઈ ગપ્પા નથી હાંકતો,  શાસ્ત્રોમાંય ઉલ્લેખ મળે છે એવું મેં વાંચ્યું છે કહેવાય છે કે અત્યારે નાગપુર જિલ્લામાં આવેલું સાવનેર  ગામ પુરાણ કાળમાં સારસ્વતપુર તરીકે ઓળખાતું હતું. એ સારસ્વતપુરની રૂપરૂપના અંબાર સમી રાજકુમારી માલિની સાથે યમરાજાના ધામધૂમથી  લગ્ન થયા હતાએટલે યમરાજા મહારાષ્ટ્રના જમાઈ જ કહેવાયને?

મેં વળી ખણખોદ કરતાં પૂછયું યમરાજાના લગ્ન સારસ્વતપુરની રાજુકુમારી માલિની સાથે થયા કેવી રીતે? કાકાએ જૂની ડાયરી ફંફોસીને જવાબ આપ્યો 'જૈમિની અશ્વમેઘ' નામના પૌરાણિક ગ્રંથ  મુજબ મહાભારત કાળમાં પાંડવોએ અશ્વમેઘ કર્યો હતો. પાંડવોએ શ્યામકર્ણ નામનો અશ્વ છૂટો  મૂક્યો હતો.  ઉત્તર ભારતથી આ અશ્વ નીચેની તરફ   આવતા દક્ષિણના દંડકારણ્યને વટાવી સારસ્વતપુરના લાલબાગમાં પહોંચ્યો હતો.

એ વખતે સારસ્વતપુરમાં મહાપ્રતાપી રાજા વિરકર્માનું રાજ હતું. રાજાની જેવાં જ તેમના પાંચ વીર રાજકુમારોએ શ્યામકર્ણ નામના અશ્વને પકડયો એટલે પછી પાંડવો સાથે યુદ્ધ થયું. યુધ્ધમાં વિરકર્માના પાંચેય રાજકુમારોબહાદૂરીપૂર્વક લડતા વીરગતિ પામ્યા છતાં યુદ્ધ થંભ્યુંનહીં. રાજકુમારોની એકની એક બહેન માલિની શોકમાં ડૂબી ગઈ હતી.

પોતાના બત્રીસલક્ષણા ભાઈઓ સજીવન થાય માટે બહેન માલિનીએ કોલાર નદીના તટ ઊપર બેસી આકરૂં તપ આદર્યું હતું. માલિની રોજ  નદીની રેતીમાંથી એક શિવલિંગ બનાવે અને સાંજે મીટાવી દે. એકવાર સાંજે તે શિવલિંગ મીટાવવાનું ભૂી ગઈ એ શિવલિંગ નદીના પટમાં ચોંટી ગયું માલિનીની તપશ્ચર્યાથી ભગવાન શિવજી પ્રસન્ન થયા. તરત યુદ્ધ અટકાવ્યું અને પાંચેય રાજુમારોને સંજીવ કર્યા. માલિની ખુશ ખુશ તઈ ગઈ, યમદ્વારેથી પાછા આવેલા પાંચેય ભાઈઓને પછી દૈવી મિડલમેન નારદ મુનિની મધ્યસ્થીથી  માલિનીના ધામધૂમથી યમરાજા સાથે લગ્ન થયા. આમ યમરાજા મહારાષ્ટ્રના જમાઈ બન્યા. 

માલિનીએ તપ કરી જ્યાં શિવલિંગ બનાવ્યું હતું એ જગ્યાએ અત્યારે હેમાડપંથી પ્રાચીન શિવમંદિર ઊભઉં છે. આજે પણ સારસ્વતપુરના એટલે કે સાવનેરના લોકો જમાઈ જમરાજાને માનપાન આપે છે  સાવનેરથી પસાર થતા લોકો યમરાજાના સસુરાલથી જગ્યાને  ભૂલતા નથી. મહારાષ્ટ્રના જમાઈ હોય પછી સાસરિયામાં રોફ જમાવવા માટે વધુમાં વધુ જીવલેણ ઝુંબેશ ચલાવી જમાઈપણું  દેખાડે જ ને?'

મેં કહ્યું કાકા હવે મને ખબર પડી કે મહારાષ્ટ્રા સોલાપુર, ઔરંગાબાદ અને પૂના જેવા શહેરોમાં પોલીસની ચેકપોસ્ટ ઉપર અત્યારે યમરાજાના વેશમાં ગદા લઈને કેમ સ્વયંસેવકોને ઉભા રાખવામાં આવે છે? લોકડાઉનનો ભંગ કરી જે ચાલીને કે પછી બાઈક ઉપર નીકળે તેને યમરાજા અટકાવે છે અને સીધો જ સવાલ કરે છે કે 'બોલ બેટમજી તારેફરવું છે કે મરવું છે, જીના હૈ યા જાના હૈ...

જમરાજાની જમાયણ

ડેથરોલ ગણવાની આદતવાળા યમરાજા એક પછી એક ટોલનાકા વટાવતા વટાવતા મુબઈના પ્રવેશદ્વાર પાસેના ટોલનાકા પર પહોંચ્યા. જોયું તો કેટલાય જુવાનિયાઓ હામાં ઝંડા અને લાઠીઓ લઈને ઊભા હતા. યમરાજાએ પાડા સાથે જેવો પ્રવેશ કરવાની કોશીશ કરી ત્યાં તો  જુવાનિયાઓ બરાડા પાડતા  આડા ફર્યા, અને ત્રાડ પાડી પૂછ્યું  કે 'અબે તું કૌન હૈ? કહાં સે આ રહા હૈ.' યમાજાએ ખોંખારો ખાઈને જવાબ આપ્યો કે  'મેં યમરાજા હું, સીધા યમલોક સે આ રહા હું. મુઝે મત રોકો' આ સાંભળી જુવાનિયાના નેતાએ મરાઠી અને હિન્દીની ે ભેળસેળવાળી  ભાષામાં કહ્યું 'અચ્છા તું યમલોકસે સરળ ઈથે આલા આહે (યમલોકથી  સીધો આવ્યો છે)  તુમ કો માલૂમ નહીં પરપ્રાંતવાલે કો યહાં આનેકા નહીં? જાવ વાપસ.'

જમરાજાએ કહ્યું કે મેં તો  મારને કી અત્યાવશ્યક સેવા કે લિયે આયા હું , મુઝે રોકો નહીં પણ જુવાનિયા માન્યા નહીં. એટલે આખરી દલીલ આગળ ધરતા યમરાજા બોલ્યા 'એ ભાઈ મેં તો મહારાષ્ટ્ર કે દામાદ હું જાને દો...'

આ સાંભળી પ્રાંતવાદીઓ વધુ વિફર્યા અને બરાડયા 'અરે મહારાષ્ટ્ર કા જવાઈ (જમાઈ) હૈ તરી  પણ મરાઠી યેત નાહીં. હિન્દીમેં ક્યો બોલ રહા હૈ... આટલું કહીને પાડાનું પૂછડું આમળીને લાઠીના એટલા ફટકા માર્યા કે પાડો ટર્ન મારી જમરાજાને લઈ ગભરાટાં ઊંધી દિશામાં નાઠો. નાસતો જાય અને ટેન્સનમાં પોદળો મૂક્તો જાય. બીકમાંને બીકમાં પાડાનો  બેક-લોગ કિલયર થતો જોઈને યમરાજાએ મનોમન વિચાર્યું કે  આ બધા સંકુચિત મનોવૃત્તિવાળા અવગુણકારી દળો કરતાં ગુણકારી છે. મારા પાડાનો પો-દળો.

દ્રશ્ય કેવું બદલાઈ ગયું? કોરોનાને નાથવા લોકડાઉન અમલમાં આવ્યા પછીયમરાજા પાડામાં ફિટ કરેલી જી.પી.એસ. (ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ)ને આધારે મૃત્યુલોકમાં કોને કોને મારીને લઈ જવાના છે તેના સરનામા શોધતા આગળ વધતા હતા. કોરોનાના ઉપદ્રવ પછી યમરાજાના મુંબઈના  ફેરા એકદમ વધી ગયા હતા.  મુંબઈના પ્રવેશદ્વારપર પહોંચ્યા ત્યારે યમરાજાને આશ્ચર્ય થયું આજે મન પરપ્રાંતીય  રોકરવાવાળું કેમ કોઈ દેખાતું નથી? હજી આમતેમ નજર ફેરવી ત્યાં બે ખાખી  વર્દીધારી પોલીસ ખુરશી ઉપરથી ઊઠીને નજીક આવ્યા. રોફથી કહ્યું 'પહેલા માસ્ક પહેરો અને આ પાડાને પણ પહેરાવો નહીંતર દંડ ફટકારશું. આ લ્યો અમારી પાસે જરૂરિયાતમંદોને આપવા માટે માસ્ક તૈયાર જ છે. માસ્ક પહેરો પછી બીજી વાત.'

યમરાજાએ માસ્ક પહેરીને પૂછ્યું કે થોડા વખત પહેલાં તો હું જ્યારે ઓન ડયુટી મુંબઈ આવ્યો ત્યારે  આ જ ટોલનાકા ઉપર પરપ્રાંતનો ગણી મને અટકાવવામાં આવ્યો હતો પણ અત્યારે મને રોકવાવાળું કેમ કોઈ દેખાતું નથી?' પોલીસે હસીને જવાબ આપ્યો કે યમ-સર આ બધી કોરોનાની કમાલ છે પહેલાં પરપ્રાંતીયોને રોકવામાં આવતા હતા અને અહીંથી કાઢવામાં પણ આવતા હતા.  પણ લોકડાઉનની સ્થિતિમાં જે પરપ્રાંતિયો અહીં અટવાયા છે એને પોતાને ગામ જવા દેવામાં નથી આવતા. આ સામે રાહત કેમ્પ દેખાય છેને? એમાં પરપ્રાંતિયોઓને રાખવામાં આવ્યા છે. એમાંથી કોઈ છટકીને મુંબઈની બહાર ભાગી ન જાય એનું પણ ધ્યાન રાખવાની અમને ફરજ સોંપાઈ છે.

કોરોનાની કેવી કમાલ? પરપ્રાંતીયોને બહાર જતા રોકવામાં આવે છે અને જમરાજાને અંદર આવતા કોઈ રોકે નહીં કોઈ ટોકે નહીં...

નીકળે નહીં ઘરની બા'રએને વાગે નહીં જમનો માર

સાસરિયાના રાજ્ય મહારાષ્ટ્રથી મુંબઈ-અમદાવાદ હાઈવે પર અંધારી રાતે જમરાજાએ પાડો મારી મૂક્યો. લોકડાઉનને લીધે ટ્રાફિક તો નહોતો એટલે ખાલી રસ્તે પાડો પૂરઝડપે આગળ વધતો હતો. કેટલાય માઈલ વટાવ્યા  પછીરસ્તામાં એક પેટ્રોલ પમ્પ આવ્યો અને બાજુમાં ચાની નાની ટપરી હતી એમાં ચા વાળો પાટિયા પર ઊંઘતો હતો. જેમાં પાડો અંદર દાખલ થયો ત્યારે ખખડાટ સાંભળીને નાઈટશિફટમાં જે કર્મચારી હતો એ સફાળો ઊભો થઈ ગયો અને આદત મુજબ પેટ્રોલપૂરવા પાઈપ ખેંચી પાડાની પાછળ લઈ ગયો. ત્યાં તો યમરાજે એક થપ્પડ મારી રાડ પાડી કે 'અબે ધનચક્કર યે કોઈ કાર નહીં  હૈ, યે તો મેરા વેહિકલ  પાડા હૈ પાડા, દેખતો સહી?યે પેટ્રોલ સે નહીં ચારા ખાકે ચલતા હૈ... મુઝે માલુમ હૈ મૃત્યુલોક મેં તો કુછ લોગ પશુ કા ચારા ખાકે ધનવાન હો ગયે ઔર આજકાલ કહાં હૈ મેં જાનતા હું. ચલ ચાયવાલે કો ઉઠા, ચાય  પીકે ગુજરાત કી ઔર જાના હૈ. યમરાજાએ ટેસથી ચા પીધી, પાડાને થોડો ચારો ખવડાવ્યો  અને આગળ વધ્યા.

ફરતા ફરતા કોણ જાણે કયાં રસ્તે ચડીગયા ખબર ન પડી અચાનક પાડો જોરજોરથી  ભાંભરવા માંડયો, અને વિફરીને રીતસર ઠેકડા મારવા માંડયો. યમરાજા માંડ પડતા પડતા બચ્યા, મુગટ માથેથી નીચે ફેંકાઈ ગયો. નીચે ઉતરી પાડાને પંપાળી શાંત કર્યોઅને પછી પાડાની ભાંભોજી ભાષામાં  પૂછયું તું કેમ વિફર્યો? પાડાએ ગુસ્સામાં જવાબ આપ્યો આ કયા ગામ આવ્યા છીએ ખબર છે? આ ગોધરા છે.  ગોધરાકાંડ વખતે તમે મારીપાસે ઓવરટાઈમ કરાવીને  ને કેવો થકવી નાખ્યો હતો યાદ છેને? હજી ઓવરટાઈમમાં ચારો પણ નથી ચૂકવ્યો ત્યાં ફરી કેમ ગોધરા લાવ્યા? પાડાનો પ્રકોપ જોઈ યમરાજાએ પૂપચાપ સૌરાષ્ટ્ર તરફ કૂચ શરૂ કરી. પવનવેગે પાડો રાજકોટ પહોંચ્યો. યમરાજાએ લિસ્ટ તપાસ્યું. કોને ઉપાડવાના છે લિસ્ટમાં નામ હતું પશાકાકાનું સરનામું હતું કંઈક ગોંડલ રોડ બાજુનું પાડાના શિંગડે લગાડેલી જીપીએસ સિસ્ટમ ઓન કરી યમરાજા આગળ વધ્યા. 

સવારના પહોરમાં ડેલી ખખડાવી રાડ પાડી 'પશાકાકા બહાર આવ... મેં યમરાજા આપકો લેને આયા હું' અંદરથી પશાકાકાએ રાષ્ટ્ભાષાને બદલે સૌરાષ્ટ્ર ભાષાની મિલાવટ કરી કહ્યું ' હમ બાઈરે (બાહર) નઈ આયેગા...  મર જાયેગાં... લોકડાઉન મેં ઘર મેં હી ગોંધાઈ રે'ના પડતા હૈ... મેં બાર નઈ આયેગા, તુમ  અંદર આ જાવ... 

યમરાજાએ પાડાને ડેલીની બહાર પાર્ક કર્યો. મુગટ ન ભટકાય એનો ખ્યાલ રાખી વાંકા વળી ડેલીની  અંદર ગયા. પશાકાકા તો દૂર રહેવાની સલાહ માનીને આઘેથી હાથ જોડી બોલ્યા 'આજ ક્યા બાત હૈ... યમરાજા તુમને તો હમારે ઘર મેં પધરામણી કરકે ખોરડા ઊજાળ્યા હૈ... તુમ કો સાક્ષાત દેખ કે મેરી છાતી ગજગજ ફૂલ કે છપ્પન ઈંચ કી હો ગઈ હૈ... આપ યહાં બૈઠો તબતક મેં અપની ભગરી ભેંસ કા શેડકઢા દૂધ દોહ કે આપકો પીલાતા હું...

યમરાજા તો સૌરાષ્ટ્રની  મહેમાનગતિ  જોઈને આભા બની ગયા. અરે! ેહું યમ લેવા આવ્યો છું એ જાણ્યા  છતાં આ માણસને મોતનો ભય નથી, પણ મેહમાનગતિી કરવામાં જ મંડી પડયો છે. આવાં ઈન્સાનનો જીવ કેમ લેવાય? એટલે પશાકાકાનો જીવ લેવાનો પ્લાન પડતો મૂકી યમરાજાએ વિદાય લેવાની તૈયારી કરી.

ડેલીએ બાંધેલા પાડા પર સવાર થતા થતા યમરાજાએ કહ્યું 'લોકડાઉનમેં બહાર ન નીકલને કા આપકા મક્કમ નિર્ણય સુનકર મેં બહોત ખુશ હુઆ અગર આપકી તરહ સબલોક સોચે ઔર બહાર ન નીકલે તો કોરોના યા સાક્ષાત  યમરાજ ભી કુછ બીગાડ નહીં શકતા ... અચ્છા તો હમ ચલતે હૈ...

પશાકાકાએ ડેલીની અંદર ઉભા રહી હાથ જોડી દૂરથી નમસ્કાર કર્યા અને પછી ડેલી બંધ કરી મનોમન એટલું બોલ્યા:

નીકળે નહીં ઘરની બા'ર

એને લાગે નહીં જમનો માર.

Tags :