Bhavnagar

હડદડમાં કરોડોનું મકાન પચાવી પાડનાર જમોડ પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
બોટાદના હડદડ ગામે વેપારીનું મકાન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર મામલે ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ પાળીયાદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. નિલેશભાઈ બગડીયાએ 2006માં ખરીદેલા મકાન પર મૂળજી જમોડ અને તેના પરિવારના 3 સભ્યોએ ઓગસ્ટ 2023માં કબજો જમાવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક મહેષ રાવલને વધુ તપાસ સોંપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હડદડમાં કરોડોનું મકાન પચાવી પાડનાર જમોડ પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરી

કોર્ટના આદેશ બાદ પાળિયાદ પોલીસે એક જ પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધ્યો

ભાવનગર -  બોટાદ તાલુકાના હડદડ ગામે વેપારીનું મકાન ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડવાના અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર મામલે ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા' (લેન્ડ ગ્રેબિંગ) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બોટાદના પદમાવતીનગરમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં દલાલીનો વેપાર કરતા નિલેશભાઈ હર્ષદરાય બગડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે વર્ષ ૨૦૦૬માં હડદડ ગામે રે.સ.નં. ૯૮ પૈકીના બીનખેતી પ્લોટ નં. ૨૫ અને ૨૬ ખરીદ્યા હતા. ત્યારબાદ ત્યાં મકાન બનાવી નિયમ મુજબ વેરો પણ ભરતા હતા. ઓગસ્ટ ૨૦૨૩માં જ્યારે તેઓ મકાનની મુલાકાતે ગયા ત્યારે હડદડના જ મૂળજી જેમાભાઈ જમોડ, વિજુબેન મૂળજીભાઈ જમોડ, ગોવિંદ મૂળજીભાઈ જમોડ અને સુનીલ મૂળજીભાઈ જમોડ નામના વ્યક્તિઓએ એકસંપ થઈ તેમના મકાનમાં ગેરકાયદેસર રીતે વસવાટ શરૃ કરી દીધો હતો.વેપારીએ પોતાના મકાનમાં કેમ રહો છો તેમ પૂછતાં જ આ ચારેયે ખીજાઈ ગયા હતા અને ગાળો આપી હવે પાછો આવીશ તો જાનથી મારી નાખવો પડશે.તેવી ધમકી આપી હતી.આ મામલે વેપારીએ કલેક્ટર કચેરી, સિવિલ કોર્ટ અને ત્યારબાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાદ માગી હતી. કોર્ટના હુકમના આધારે પાળીયાદ પોલીસે ચારેય સામે બી.એન.એસ. તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મહષ રાવલને સોંપી છે.